ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
પંજાબ કી કેટરિના કૈફ તરીકે બિગબોસ હાઉસમાં જાણીતી શહેનાઝ ગિલ ફિલ્મમાં દેખાય તો કોઇ નવાઇ નહી. સલમાન ખાનની ફિલ્મ કભી ઇદ કભી દિવાલી બાદ વધુ એક ફિલ્મ શહેનાઝના ખાતામાં આવી છે. શહેનાઝે પ્રોડ્યુસર રિયા કપૂરની ફિલ્મ સાઇન કરી છે. જેનુ શૂટિંગ જલ્દીથી જ શરૂ થવાનું છે. આ ફિલ્મને લઇને શહેનાઝ ઘણી ઉત્સાહિત અને ખુશ પણ છે.
શહેનાઝ ગિલને વધુ એક ફિલ્મ મળી
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ શહેનાઝ ગિલ સાથે ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થવાનું છે. ફિલ્મનું શીર્ષક શું છે, તે હાલમાં જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ આ ફિલ્મમાં અનિલ કપૂર અને ભૂમિ પેડનેકર પણ હશે. ફિલ્મની વાર્તા અને કલાકારોની ભૂમિકાઓ વિશેની માહિતી પણ હાલમાં ઉપલબ્ધ નથી, પરંતુ શહેનાઝ મીડિયા પાપારાઝી સાથેની મુલાકાત દરમિયાન તેની ખુશી છુપાવી શકી નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ ભારતની બહાર કરવામાં આવશે, જેના માટે કાસ્ટ અને ક્રૂ જલ્દી જ જવાના છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
કભી ઇદ કભી દિવાલીમાં જોવા મળશે શહેનાઝ
મહત્વનું છે કે શહેનાઝ ગિલ સલમાન ખાનની ફિલ્મ કભી ઈદ કભી દિવાળીનો ભાગ બનીને ઘણી ખુશ છે. શહનાઝે તેનું શૂટિંગ પણ કર્યું છે. જો કે આ ફિલ્મને લઈને અનેક પ્રકારના સમાચાર આવતા રહે છે, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ તેની પાસેથી છીનવી લેવાઇ છે. શહેનાઝ ગિલ મુંબઈની હિરોઈન બનવાનું સપનું લઈને આવી હતી અને તેનું નસીબ બિગ બોસ 13બાદ પલટી ગયું. આ રિયાલિટી શોમાં પહોંચીને શહેનાઝે દર્શકોના દિલ પર એક અલગ જ છાપ છોડી છે. ખાસ કરીને સિદ્ધાર્થ શુક્લા સાથે તેની જોડીને લોકો ખૂબ પસંદ કરી હતી. જો કે ગયા વર્ષે સિદ્ધાર્થ શુક્લાના અવસાન બાદ શહેનાઝ ખૂબ જ ભાંગી પડી હતી, પરંતુ થોડા મહિનાઓ પછી તે પાછી ફરી અને આ સમયે શહનાઝ તેના કરિયર પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ