બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / Politics / new bjp cm in rajasthan, madhya pradesh and chattisgarh, latest updates from politics news

Assembly elections 2023 / રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં CM પર ક્યારે ખતમ થશે સસ્પેન્સ? જાણો ત્રણેય રાજ્યોની લેટેસ્ટ અપડેટ

Parth

Last Updated: 04:59 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં નવા CMને લઈને જલ્દી જ ખતમ થશે સસ્પેન્સ, રવિવાર અને સોમવાર રાજકારણ માટે મહત્વપૂર્ણ દિવસ.

  • ત્રણ રાજ્યોમાં નવા CMને લઈને ભાજપમાં મહામંથન 
  • નવા ચહેરાઓને ઉતારવાની તૈયારી પણ જૂના જોગીઓને નહીં કરાય નારાજ 
  • રવિવારે રાજસ્થાન અને છત્તીસગઢના નવા મુખ્યમંત્રીના નામનું એલાન થાય તેવી શક્યતા 
  • મધ્ય પ્રદેશમાં સોમવારે સાંજે નવા મુખ્યમંત્રીના નામનું કરાશે એલાન 

ત્રીજી ડિસેમ્બરે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાના વિધાનસભા ચૂંટણીના પરિણામો દેશની સામે આવ્યા હતા. એક તરફ જ્યાં તેલંગાણામાં નવી સરકાર બની પણ ગઈ છે અને કામ પણ શરૂ થઈ ગયું છે ત્યાં બીજી તરફ અન્ય ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રીના નામનું પણ એલાન કરવામાં આવ્યું નથી. જોકે હવે રવિવાર અને સોમવાર એમ બે દિવસમાં ત્રણ રાજ્યોના નવા CMને લઈને એલાન કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. ત્રણેય રાજ્યોમાં સૌથી વધુ સસ્પેન્સ રાજસ્થાનને લઈને જામ્યું છે, કારણ કે અહીં દિગ્ગજ નેતા વસુંધરા રાજેનો દાવો ધીમે ધીમે નબળો પડી રહ્યો છે. 

આજે રાજસ્થાનના તમામ ધારાસભ્યોને જયપુર પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો હતો જે બાદ મોટા ભાગના ધારાસભ્યો રાજધાનીમાં આવી ગયા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડડા ધારાસભ્યોને વીડિયોના માધ્યમથી સંબોધન પણ કરી શકે છે. રવિવાર સાંજ અથવા તો સોમવાર સુધીમાં રાજસ્થાનના નવા મુખ્યમંત્રીના નામનું એલાન કરી દેવામાં આવશે. નવા નામનું એલાન કરતાં પહેલા રાજનાથ સિંઘ રાજ્યના ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠકો પણ કરી શકે છે. 

મધ્ય પ્રદેશમાં સોમવાર સાંજે જ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે, તેથી સ્પષ્ટ છે કે એમપીમાં સોમવાર પહેલા કોઈ નામનું એલાન થશે નહીં. હરિયાણા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને ભાજપે મધ્ય પ્રદેશ ઑબ્ઝર્વર બનાવ્યા છે. ખટ્ટર ભોપાલમાં ધારાસભ્યો સાથે બેઠક કરશે અને તેમના મનમાં શું છે તે જાણવા પ્રયાસ કરશે. 

છત્તીસગઢ માટે ભાજપે અર્જુન મુંડા, સર્વાનંદ સોનોવાલ તથા દુષ્યંત કુમાર ગૌતમને ઑબ્ઝર્વર તરીકે મોકલ્યા છે, જે બાદ રાયપુરમાં નેતાઓની હલચલ વધી ગઈ છે. 10 ડિસેમ્બરે જ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે જેથી અહીં મધ્ય પ્રદેશની પહેલા જ નવા CMનું એલાન કરવામાં આવશે. 

શું મહારાણીને નહીં મળે રાજગાદી? 
ખાસ વાત એ છે કે કેન્દ્રના દિગ્ગજ નેતા રાજનાથ સિંહને રાજસ્થાનમાં ધારાસભ્યોના મનને જાણવાની જવાબદારી આપવામાં આવી છે. જ્યારે આટલા મોટા નેતાને રાજ્યમાં જવાબદારી આપવામાં આવે ત્યારે સમજી શકાય છે કે પેચ કેવો ફસાયો હશે. આ સિવાય મધ્ય પ્રદેશમાં હરિયાણા મુખ્યમંત્રી ખટ્ટર તથા છત્તીસગઢમાં કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાને જવાબદારી આપવામાં આવી છે. 

રાજકીય પંડિતો માની રહ્યા છે કે રાજનાથ સિંહને રાજસ્થાનમાં ઉતારવામાં આવ્યા છે તેનો સીધો અર્થ એ છે કે વસુંધરા રાજેને મુખ્યમંત્રી બનાવવાના નથી, અને એટલે જ ધારાસભ્યો તથા વસુંધરા રાજેને મનાવવા માટે રાજનાથ સિંહને મોકલવામાં આવ્યા છે. 

વસુંધરા રાજેને સાઈડલાઇન કરવા સરળ નથી
રાજનાથ સિંહેને રાજસ્થાન મોકલવા પાછળ મોટું કારણ એ પણ છે કે વસુંધરા રાજેને અચાનક જ કિનારે કરી દેવા સરળ નથી. રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ તથા ધારાસભ્યો વસુંધરા રાજેને સમર્થન કરે છે. આટલું જ નહીં ધારાસભ્યો માને છે કે વસુંધરાની રાજસ્થાનના અધિકારીઓ પર મજબૂત પકડ છે. રાજસ્થાનમાં વસુંધરા રાજેના કદનો કોઈ મોટો નેતા ભારતીય જનતા પાર્ટી પાસે નથી. 

2024ની ચૂંટણી પણ માત્ર ચારથી પાંચ મહિનામાં જ આવી રહી છે, એવામાં જો વસુંધરાને CM બનાવવામાં નહીં આવે તો રાજસ્થાનની એક ડઝનથી વધુ લોકસભા બેઠકો પર તેની સીધી અસર જોવા મળી શકે છે. આ જ કારણ છે કે જો વસુંધરા રાજેને CM બનાવવામાં આવે નહીં, તો જે પણ નવા CM બને તે નામ પર રાજેની સહમતી હોવી જોઈએ. 

ભારતીય જનતા પાર્ટી જો નવા ચહેરાને આગળ કરે તો હાલ રાજસ્થાનમાં બાબા બાલકનાથ, દિયા કુમારી, કિરોડી લાલ મીણા, અશ્વિની વૈષ્ણવનું નામ દોડ માં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ