ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Never make a minimum payment of a credit card bill

તમારા કામનું / ક્રેડિટ કાર્ડના બિલનું મિનિમમ પેમેન્ટ ક્યારેય ન કરતા, જાણી લો નુકસાન

Published By: ParthB

Last Updated: 03:45 PM, 11 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 9 વર્ષમાં ક્રેડિટ કાર્ડની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે.જો લોકો સાવચેતીથી ઉપયોગ કરે તો ક્રેડિટ કાર્ડ ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે.

ADVERTISEMENT

  • ક્રેડિટ કાર્ડના બિલનું મિનિમમ પેમેન્ટ ક્યારેય ન કરતા 
  • દરેક ક્રેડિટ કાર્ડની એક લિમિટ હોય છે 
  • ક્રેડિટ કાર્ડની સાવચેતીથી ઉપયોગ કરશો તે ખૂબ મદદગાર સાબિત થઈ શકે 

ઘણીવાર ક્રેડિટ કાર્ડ વડે ખરીદી કરતી વખતે ધ્યાન આપતા નથી કે કેટલો ખર્ચ થઇ ગયો છે અને ક્રેડિટ કાર્ડના સ્ટેટમેન્ટને જોઇને આપણા હોશ ઉડી જાય છે. સ્થિતિ ત્યારે ખરાબ થઇ જાય છે, જ્યારે તમારા બેંક એકાઉન્ટમાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટ માટે જરૂરી રકમ નથી. એવામાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટને આગામી મહિના માટે ટાળવામાં સમજદારી નથી. 

સૌથી પહેલાં સમજો કે Credit card પેમેન્ટને ટાળવાના શું નુકસાન છે. 

જો તમે ક્રેડિટ કાર્ડનું પેમેંટ સમયસર કર્યું નથી અને તેને આગામી મહિના માટે ટાળી દીધું, તો તેના બે નુકસાન છે.જેમાંનું પહેલું છે આગામી મહિને તમારે પુરા પેમેન્ટ સાથે જ વ્યાજ અને પેનલ્ટી પણ ચૂકવવી પડશે.અને બીજુ પુરા પૈસા, વ્યાજ અને પેનલ્ટી આપવા છતાં તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઇ શકે છે. એ પણ થઇ શકે છે કે આગામી મહિને બિલ એમાઉન્ટ વધી જશે

ક્રેડિટ કાર્ડનું બિલ વધુ આવી ગયું હોય તો મિનિમમ પેમેન્ટ કરશો તો CBIL નહીં બગડે

તેનાથી સારું છે કે તમે મિનિમમ ડ્યૂ પેમેન્ટ કરી દો. તમે તમારા ક્રેડિટ કાર્ડ બિલ પર ધ્યાન આપશો તો ટોટલ આઉટસ્ટેડિંગ બિલની સાથે મિનિમમ ડ્યૂ એમાઉન્ટ પણ લખેલી હોય છે. જો તમે મિનિમમ પેમેન્ટ કરી દેશો, તો બાકી રકમ પર આગામી મહિને વ્યાજ તો આપવું પડશે, પરંતુ કોઇ પેનલ્ટી લાગશે નહી. સાથે તમારી ક્રેડિટ હિસ્ટ્રી ખરાબ થશે નહી. એટલા માટે ક્રેડિટ કાર્ડનું બિલ વધુ આવી ગયું હોય તો મિનિમમ પેમેન્ટ કરીને આગામી મહિને ખર્ચ પર લગામ લગાવીને તમે પુરૂ પેમેન્ટ કરી શકો છો. 

દરેક ક્રેડિટ કાર્ડની એક લિમિટ હોય છે. 

આપણે મહિને એટલી રકમ ખર્ચ કરી શકો છો. પેમેન્ટ ડેટ પર ખર્ચ કરવામાં આવેલી રાશિ ચૂકવતાં તમારે કોઇ એક્સટ્રા ચાર્જ અથવા વ્યાજ ચૂકવવું નહી પડે. જોકે જો તમે ક્રેડિટ કાર્ડ લિમિટથી વધુ ખર્ચ કર્યો તો તમારે ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ લગભગ 600 થી 1000 રૂપિયા સુધી થઇ શકે છે. એટલા માટે સારું રહેશે કે તમે તમારી ક્રેડિટ લિમિટનું ધ્યાન રાખો, અને તેનાથી વધુ ખર્ચ ન કરો. તમે ક્રેડિટ કાર્ડ કંપની સાથે સંપર્ક કરીને તમારી ક્રેડિટ કાર્ડ લિમિટ વધારી શકો છો. 

મિનિમમ એમાઉન્ટ ડ્યુના ફાયદા

માની લો કે તમારે કોઈ EMI ચાલી રહ્યાં નથી. અને તમે મિનિમમ અમાઉન્ટ ભરો છોતો તમારે માત્ર 5 ટકા પેમેન્ટ કરવાનું છે. 95 ટકા પૈસા બચી ગયા. મિનિમમ અમાઉન્ટ ડ્યુ આપણે સમયસર ભરીએ તો આપણો સીબીલ સ્કોર બગડતો નથી

મિનિમમ એમાઉન્ટ ડ્યુ ભરવાના ગેર-ફાયદા

મિનિમમ એમાઉન્ટ ડ્યુ ભરો છો તે બાદ જેટલી રકમ ભરો છો તેની ઉપર તમારે ફાઈનાન્સ ચાર્જીસ ચુકવવા પડશે અને ફાઈનાન્સ ચાર્જીસ દરેક બેન્કના 38 થી લઈને 50 ટકા સુધી હોય છે. અને આ ચાર્જીસ તમારી ડ્યુ ડેટથી નહીં ગણાય તમારી વસ્તુની ખરીદી કરી હતી ત્યારથી ગણાશે  

સંકળાયેલા મુદ્દાઓ

Bill Cibil Score Credit card EkVaatKau Vtv Exclusive minimum payment ક્રેડિટ કાર્ડ બિલ મિનિમમ પેમેન્ટ credit card

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ