ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / nba star player dwight howard in varanasi ganga aarti

PHOTOS / અમેરિકાનો વર્લ્ડ ફેમસ ખેલાડી મહાદેવની નગરીમાં! ગંગા આરતી જોઈ કર્યું એવું કે લોકો થઈ ગયા ફેન

Published By: Khyati

Last Updated: 04:47 PM, 29 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના સ્ટાર ખેલાડી પહોંચ્યા વારાણસી, ગંગા આરતી જોઇને થયા અભિભૂત, પીએમ મોદીની કરી પ્રશંસા

ADVERTISEMENT

  • અમેરિકન ખેલાડીએ લીધી વારાણસીની મુલાકાત
  • સોશિયલ મીડિયામાં શેર કરી તસવીર
  • પીએમ મોદીનો માન્યો આભાર 

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય વિસ્તારમાં કાશી વિશ્વધામ કોરિડોરનું  લોકાર્પણ કર્યા બાદ કાશીની કાયાપલટ થઇ ગઇ. કાશીમાં આવનાર શિવભક્તોની સંખ્યા તો અપાર છે.   ઉત્તર પ્રદેશના વારાણસીને ભારતની સાંસ્કૃતિક રાજધાની ગણવામાં આવે છે. માત્ર દેશ જ નહીં પરંતુ દુનિયાભરમાંથી લોકો વારાણસીની મુલાકાતે આવે છે અને અહીંના અદભૂત નજારાનો આનંદ માણે છે. તેમાં પણ ખાસ કરીને ગંગા આરતી. ગંગા નદી કિનારે ગંગા આરતીનો લ્હાવો લેવો તે એક અલગ જ ક્ષણ છે. ત્યારે અમેરિકાના એક ખેલાડીએ પણ આ પાવન ભૂમિ પર આવીને  ધન્યતા અનુભવી.

વારાણસીની મુલાકાતે અમેરિકન ખેલાડી

અમેરિકાના સ્ટાર બાસ્કેટબોલ ખેલાડી ડ્વાઈટ હોવર્ડે વારાણસીની મુલાકાત લીધી હતી.ડ્વાઇટ આ દિવસોમાં વારાણસીમાં છે, જ્યાંથી તેણે તેની ઘણી તસવીરો શેર કરી છે. અહીં તેઓ ગંગા આરતીનો આનંદ લેતા જોવા મળે છે અને સ્થાનિક લોકોને પણ મળ્યા હતા. મહત્વનું છે કે  ડ્વાઇટ હોવર્ડ બાસ્કેટબોલ જગતનું એક મોટું નામ છે અને એનબીએમાં પોતાની ખ્યાતિ બતાવી રહ્યો છે. 

NBAના આ સ્ટારે પીએમ મોદીની કરી પ્રશંસા

આ NBA સ્ટારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ વખાણ કર્યા છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે વારાણસી પહોંચ્યા બાદ તેણે ખૂબ જ શાંતિનો અનુભવ કર્યો છે. આ એક આધ્યાત્મિક યાત્રા છે, જે તમારા આત્માને સ્પર્શે છે. તેમણે લખ્યું કે આ શહેરનું અદ્ભુત પરિવર્તન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન.

ગંગા આરતીનો લીધો લ્હાવો

વારાણસીની પાવન ધરતી આવીને ડ્વાઇટે અનેક ફોટા શેર કર્યા છે. જેમાં તેઓ ભારતીય પોશાકમાં જોવા મળી રહ્યા છે. માથે તિલક અને ખભે કેસરી કલરનો ખેસ પણ પહેરેલો જોવા મળે છે. 

 

મિત્રો સાથે વારાણસી પહોંચ્યા

ડ્વાઇટે ગંગા આરતી વખતના કેટલાક ફોટો શેર કર્યા છે. આ તસવીરમાં તેઓ પોતાના મિત્રો સાથે એન્જોય કરતા જોવા મળી રહ્યા છે.  વળી એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેઓ માથે તિલક લગાવતા જોવા મળી રહ્યા છે.  ગંગા નદીમાં હોડીમાં બેસીને વારાણસીના ઘાટનો અદભૂત નજારો માણી રહ્યા છે. આ પ્રવાસમાં તેમની સાથે સાથી મિત્રો તથા સાથી ખેલાડીઓ પણ પહોંચ્યા હતા. 

 

પોલીસકર્મી સાથે શેર કરી તસવીર

ડ્વાઇટે ગંગા કિનારે આવી શાંતિનો અહેસાસ કર્યો હતો. તેઓએ સ્થાનિક પોલીસકર્મી સાથેની તસવીર પણ પોઝ આપી અને શેર કરી. ડ્વાઈટની સાથે તેના અન્ય કેટલાક મિત્રો અને સાથી ખેલાડીઓ પણ વારાણસી આવ્યા છે.

કોણ છે  ડ્વાઇટ હોવર્ડ  ?

ડ્વાઇટ હોવર્ડ એનબીએમાં લોસ એન્જલસ લેકર્સ માટે રમે છે. તે એનબીએનો ચેમ્પિયન રહી ચૂક્યો છે. આઠ વખત એનબીએ સ્ટાર બન્યો છે અને તેના નામે અન્ય ઘણા રેકોર્ડ છે. ડ્વાઇટ હોવર્ડની ગણતરી એનબીએના સૌથી મોંઘા ખેલાડીઓમાં પણ થાય છે. જો તેની નેટવર્થની વાત કરીએ તો તે 140 મિલિયન ડોલરના માલિક છે. તેનો વાર્ષિક પગાર પણ 23 મિલિયન ડોલર છે. ડ્વાઈટ હોવર્ડની ઊંચાઈ 6 ફૂટ 10 ઈંચ છે, તેના નામે ગોલ્ડ મેડલ પણ છે. અમેરિકન ટીમે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. યુપી ટુરિઝમે પણ ડ્વાઈટ હોવર્ડ વિશે ટ્વિટ કર્યું છે અને વારાણસીમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Dwight Howard PM modi ગંગા આરતી ડ્વાઇટ હોવર્ડ વારાણસી varanasi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ