બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આજનું કામ આવતીકાલ પર ન છોડતા, 25,00,00,000 કર્મચારીઓ ઉતરશે રજા પર, કારણ હેરાનીભર્યું

મોટી અપડેટ / આજનું કામ આવતીકાલ પર ન છોડતા, 25,00,00,000 કર્મચારીઓ ઉતરશે રજા પર, કારણ હેરાનીભર્યું

Priykant Shrimali

Last Updated: 12:34 PM, 8 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bharat Bandh : જો તમે 9 જુલાઈ બુધવારના રોજ બેંક-પોસ્ટ ઓફિસ કે વીમા સંબંધિત કોઈપણ કામ માટે ઘરની બહાર જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર વાંચી લેજો...

Bharat Bandh : આવતીકાલે ભારતભરમાં દેશભરના 30 કરોડથી વધુ કર્મચારીઓ રાષ્ટ્રવ્યાપી હડતાળ પર છે. આ સ્થિતિમાં જો તમે 9 જુલાઈ બુધવારના રોજ બેંક-પોસ્ટ ઓફિસ કે વીમા સંબંધિત કોઈપણ કામ માટે ઘરની બહાર જવાનું વિચારી રહ્યા છો તો થોડી રાહ જુઓ. 9 જુલાઈએ દેશભરની બેંકો બંધ રહેશે. વીમા ઓફિસોમાં પણ કામ બંધ રહેશે. કર્મચારીઓ પોસ્ટ ઓફિસમાં કામ કરશે નહીં.

9 જુલાઈના રોજ ભારત બંધ

9 જુલાઈના રોજ દેશભરની બેંકોમાં કોઈ કામકાજ નહીં થાય. 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો તેમના સહયોગી સંગઠનો, બેંકિંગ, વીમા, પોસ્ટલ, કોલસા ખાણકામ, હાઇવે, બાંધકામ, રાજ્ય પરિવહન, બધા હડતાળ પર છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન, બંગાળ પ્રોવિન્સિયલ બેંક એમ્પ્લોઇઝ યુનિયન, બેંક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BEFI), AITUC, HMS, CITU, INTUC, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF અને UTUC આ હડતાળમાં સામેલ છે.

9 જુલાઈએ ભારત બંધ કેમ ?

યુનિયનોએ સરકારી નીતિઓ વિરુદ્ધ હડતાળનું એલાન આપ્યું છે. બેંક કર્મચારી યુનિયને કહ્યું કે, તેઓ કેન્દ્ર સરકારની મજૂર વિરોધી નીતિઓ અને કોર્પોરેટ-તરફી આર્થિક સુધારાઓ વિરુદ્ધ હડતાળ પર જશે.

યુનિયનનું કહેવું છે કે, સરકાર તેમની માંગણીઓને અવગણીને કોર્પોરેટ્સને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. યુનિયન ફોરમ અનુસાર આ હડતાળમાં 25 થી 30 કરોડ કર્મચારીઓ ભાગ લેશે. તેમના સિવાય ખેડૂતો અને મજૂરો પણ આ દેશવ્યાપી હડતાળનો ભાગ છે. કર્મચારી યુનિયનો કહે છે કે, સરકાર દ્વારા તેમની 17-મુદ્દાની માંગણીઓને સતત અવગણવામાં આવી રહી છે.

હવે જાણીએ કયા ક્ષેત્રોને અસર થશે ?

કાલની હડતાળમાં ઘણા ક્ષેત્રોમાં કામકાજ પ્રભાવિત થશે. કર્મચારીઓની હડતાળને કારણે ઓફિસોમાં કામકાજ ઠપ્પ રહેશે. 9 જુલાઈએ આ ક્ષેત્રોમાં કામકાજ ઠપ્પ રહેશે.

  • બેંકિંગ અને નાણાકીય ક્ષેત્ર
  • પોસ્ટલ વિભાગ
  • કોલસા સહી અને ફેક્ટરી
  • રાજ્ય પરિવહન
  • જાહેર ક્ષેત્રના સાહસો
  • સરકારી અને ખાનગી ક્ષેત્રના ઘણા કર્મચારીઓનો સમાવેશ

એનો અર્થ એ કે, આવતીકાલે તમને બેંકમાંથી પૈસા ઉપાડવા, ચેક ક્લિયરન્સ અને ગ્રાહક સેવા જેવી સુવિધાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. બીજી તરફ વીમા કંપનીઓની ઓફિસો બંધ રહેશે.

આવી સ્થિતિમાં જો તમારી પાસે રોકડ ઉપાડ, ચેક ડિપોઝિટ અથવા કોઈપણ દસ્તાવેજીકરણ પ્રક્રિયા જેવા મહત્વપૂર્ણ બેંકિંગ કામ હોય તો તેને 9 જુલાઈ પહેલા પૂર્ણ કરો. જોકે ડિજિટલ સેવાઓ પહેલાની જેમ ચાલુ રહેશે.

આ પણ વાંચો : પેટ્રોલ 52 રૂપિયાનું, તો 94માં કેમ વહેંચવામાં આવે છે? વિગતવાર સમજો સંપૂર્ણ કેલ્ક્યુલેશન

શું ખુલ્લું રહેશે ?

અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, શાળા, કોલેજ, સરકારી ઓફિસ, બસ, રેલ્વે, એરપોર્ટ, બજાર, હોસ્પિટલ જેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. બીજી તરફ ખાનગી ઓફિસો, મોલ, બજારો વગેરે બધા ખુલ્લા રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Trade Unions Strike Bharat Bandh
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ