બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / My Mother Sacrificed Her Mangalsutra For India": Priyanka Gandhi Amid Row

લોકસભા ચૂંટણી / 'મારી માનું મંગળસૂત્ર દેશને કુર્બાન થયું, દાદીએ યુદ્ધમાં સોનું આપ્યું' પ્રિયંકા ગાંધીનો પલટવાર

Hiralal

Last Updated: 10:24 PM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળસૂત્રવાળા પીએમ મોદીના વાર પર પલટવાર કર્યો છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને તેમના મંગળસૂત્રવાળા નિવેદન પર જવાબ આપ્યો છે.  કર્ણાટકના બેંગ્લુરુમાં એક જનસભાને સંબોધિત કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મારી માનું મંગળસૂત્ર (રાજીવ ગાંધીની હત્યા) આ દેશને કુર્બાન થયું છે. દેશની આઝાદી બાદથી 55 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી તેમ છતાં પણ ક્યારેય પણ કોઈનું  સોનું, મંગળસૂત્ર ઝૂંટવી લેવાયું નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે છેલ્લા 2 દિવસથી કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી તમારું મંગળસૂત્ર અને તમારું સોનું તમારી પાસેથી છીનવી લેવા માંગે છે. દેશને આઝાદ થયાને 70 વર્ષ થયા છે અને 55 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર સત્તામાં હતી. કોઈએ તારું સોનું, મંગળસૂત્ર ઝૂંટવી લીધું? યુદ્ધ દરમિયાન ઈન્દિરા ગાંધીએ દેશને પોતાનું સોનું આપ્યું હતું. આ દેશ માટે મારી માતાનું મંગળસૂત્ર બલિદાન આપવામાં આવ્યું. 

વધુ વાંચો : '400 પાર જશે જા..' ભૂવાજીની ભવિષ્યવાણીથી ચૂંટણી જીતી શકાય? ડૉ.સી.જે.ચાવડાનો વેણ-વધાવો ચર્ચામાં

પીએમ મોદી શું બોલ્યાં હતા 
યુપીના અલીગઢ અને હાથરસમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ એવું કહ્યું હતું કે દેશની સંપત્તિને લૂંટવાનો પોતાનો જન્મસિદ્ધ અધિકાર માનનારી કોંગ્રેસની નજર હવે મહિલાઓના મંગળસૂત્ર પર છે. કોંગ્રેસ અને ઈન્ડીયા ગઠબંધનની નજર હવે તમારી કમાણી અને તમારી સંપત્તિ પર છે. કોંગ્રેસના રાજકુમાર (રાહુલ ગાંધી)નું કહેવું છે કે જો તેમની સરકાર આવશે તો કોણ કેટલું કમાય છે, કોની પાસે કેટલી સંપત્તિ છે, પૈસા છે, ઘર છે તેની તપાસ કરવામાં આવશે. એટલું જ નહીં, સરકાર આ મિલકતોનો કબજો લઈને દરેકને વહેંચશે. આ જ તેમનો મેનિફેસ્ટો કહી રહ્યો છે. આપણી માતાઓ અને બહેનો પાસે સોનું છે. તેની નજર મંગળસૂત્ર પર પણ છે. 

પીએમ મોદી પર સાધ્યું નિશાન 
આ પહેલા ચિત્રદુર્ગમાં પ્રિયંકા ગાંધીએ એવું કહ્યું હતું કે દેશના સૌથી મોટા નેતાએ નૈતિકતાનો ત્યાગ કર્યો છે, તે લોકોની સામે ઢોંગ કરે છે અને સત્યના માર્ગ પર ચાલતો નથી." તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષનો અવાજ દબાવીને, તેમના બેંક ખાતાઓને ફ્રીઝ કરીને અને બે મુખ્યમંત્રીઓને જેલમાં નાખીને વિપક્ષને નબળો પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ