બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mukesh Ambani's Reliance bought this Gujarat company before Diwali

બિઝનેસ / દિવાળી પહેલા મુકેશ અંબાણીની રિલાયન્સે ખરીદી ગુજરાતની આ કંપની, બ્યુટી સેગમેન્ટમાં છે મોટું નામ

Priyakant

Last Updated: 08:58 AM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mukesh Ambani News : રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ રિટેલ તેના પોર્ટફોલિયોમાં એક પછી એક કંપનીઓ ઉમેરી રહી છે, ગુજરાતની એક કંપનીના બ્યુટી બ્રાન્ડ ડિવિઝનને ખરીદવાની ડીલ પર મહોર

  • એશિયાના સૌથી ધનિ મુકેશ અંબાણી રિટેલ સેક્ટરમાં  સતત વધારી રહ્યા છે પોતાનો બિઝનેસ  
  • ગુજરાતની એક કંપનીના બ્યુટી બ્રાન્ડ ડિવિઝનને ખરીદવાની ડીલ પર મહોર 
  • લાલભાઈ પરિવારની પ્રમોટ કરેલી કંપની અરવિંદ ફેશને શુક્રવારે તેના સ્ટોક એક્સચેન્જમાં આપી માહિતી 

Mukesh Ambani News : એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી રિટેલ સેક્ટરમાં પોતાનો બિઝનેસ સતત વધારી રહ્યા છે. રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ રિટેલ તેના પોર્ટફોલિયોમાં એક પછી એક કંપનીઓ ઉમેરી રહી છે. વાત જાણે એમ છે કે, હવે આ ક્રમમાં ગુજરાતની એક કંપનીના બ્યુટી બ્રાન્ડ ડિવિઝનને ખરીદવાની ડીલ પર મહોર મારવામાં આવી છે. અમદાવાદ સ્થિત લાલભાઈ પરિવારની પ્રમોટ કરેલી કંપની અરવિંદ ફેશને શુક્રવારે તેના સ્ટોક એક્સચેન્જમાં આ અંગેની માહિતી શેર કરી છે. 

અરવિંદ ફેશન દ્વારા શું કહેવામાં આવ્યું ? 
અરવિંદ ફેશન દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં એવું કહેવામાં આવ્યું છે કે, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની  સેફોરાએ તેનો સંપૂર્ણ હિસ્સો વેચવા અને ટ્રાન્સફર કરવા માટે સંમતિ દર્શાવી છે. કંપનીના બ્યુટી પ્રોડક્ટ્સ વિભાગ રિલાયન્સ બ્યુટી એન્ડ પર્સનલ કેર લિમિટેડ સાથે કરાર કરવામાં આવ્યો છે. આ કરાર વિશે માહિતી શેર કરતી વખતેફેશન કંપનીએ કહ્યું છે કે, આ ડીલની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થયા પછી અરવિંદ બ્યુટી બ્રાન્ડ્સ રિટેલ હવે તેની સહાયક કંપની રહેશે નહીં. 

આ ડીલ રૂ.99 કરોડમાં પૂર્ણ થશે 
એક અહેવાલ મુજબ કંપની દ્વારા ફાઇલિંગમાં આ ડીલની રકમનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. અરવિંદ ફેશનના જણાવ્યા અનુસાર કંપનીના બ્યુટી પ્રોડક્ટ્સ વિભાગનો સમગ્ર ઇક્વિટી હિસ્સો મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ રૂ. 99.02 કરોડ અથવા $11.89 મિલિયનમાં ખરીદવામાં આવશે. નાણાકીય વર્ષ 2022-23માં અરવિંદ બ્યુટી બ્રાન્ડ્સ રિટેલનું ટર્નઓવર રૂ. 336.70 કરોડ હતું. અરવિંદ ફેશનની સંકલિત આવકમાં બ્યુટી સેગમેન્ટ બિઝનેસનો ફાળો 7.60 ટકા હતો.

ખરીદીના સમાચારને કારણે શેરમાં ઉછાળો
ભારતીય શેરબજાર શુક્રવારે તેજી સાથે બંધ થયું હતું. BSE નો 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ 282.88 પોઈન્ટ વધીને 64,363.78 ના સ્તર પર બંધ થયા છે, જ્યારે NSE નો નિફ્ટી 97.35 પોઈન્ટ વધીને 19,230.60 ના સ્તર પર બંધ થયો છે. બજારની તેજી વચ્ચે મુકેશ અંબાણીની રિલાયન્સ સાથેની આ ડીલના સમાચારની અસર અરવિંદ ફેશનના શેર પર પણ જોવા મળી હતી અને તેઓ તોફાની ગતિએ દોડ્યા હતા. દિવસના ટ્રેડિંગ દરમિયાન અરવિંદ ફેશન શેર લગભગ 10 ટકા વધીને રૂ. 362.20 પર પહોંચી ગયો. જોકે ટ્રેડિંગના અંત સુધીમાં તેમાં ઘટાડો થયો હતો તેમ છતાં તે 5.85 ટકાના વધારા સાથે રૂ. 344 પર બંધ થયો હતો. 

ઈશા અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ રિટેલનો બિઝનેસ વધ્યો 
નોંધનીય છે કે, મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી રિલાયન્સ રિટેલની ડિરેક્ટર છે અને તેમના નેતૃત્વમાં કંપનીનો બિઝનેસ સતત વધી રહ્યો છે. એક પછી એક ડીલ સાથે રિલાયન્સ રિટેલનો પોર્ટફોલિયો મજબૂત થઈ રહ્યો છે. અરવિંદ ફેશન સાથેના તાજેતરના સોદા પહેલા રિલાયન્સ રિટેલે તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની કંપની એડ-એ-મમ્મામાં 51 ટકાનો બહુમતી હિસ્સો હસ્તગત કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ