બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / mukesh ambani firm reliance jio could get big investments through 3 middle east companies
ADVERTISEMENT
બ્લૂમબર્ગની રિપોર્ટ મુજબ, અબૂધાબીની Mubadala Investment કંપની રિલાયન્સ જિયોમાં 1 અરબ ડૉલરનું રોકાણ કરી શકે છે. આ ઉપરાંત અબૂધાબી ઇન્વેસ્ટમેન્ટ ઑથોરિટી અને સાઉદી અરબની ધ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફન્ડની તરફથી પણ રિલાયન્સ જિયોમાં રોકાણ કરવામાં આવી શકે છે.

ADVERTISEMENT
અત્યાર સુધીમાં રિલાયન્સ જિયોમાં ફેસબુક, વિસ્ટા, જનરલ અટલાન્ટિક સહિત કેટલીક કંપનીઓએ 10 અરબ ડોલરનું રોકાણ કરી ચૂકી છે. આ સાથે જ કંપની વિદેશોમાં લિસ્ટિંગની તૈયારીમાં પણ છે. રિટેલ, એજ્યુકેશનથી લઇને પેમેન્ટ્સ સુધીના બિઝનેસમાં દખલ કરનારી કંપની રિલાયન્સ જિયોમાં મોટા રોકાણ દ્વારા મુકેશ અંબાણી પોતાના બિઝનેસ સમૂહને પૂર્ણ રીતે દેવા મુક્ત કરવાની રણનીતિ પર કામ કરી રહી છે. આટલું જ નહી બહારથી રોકાણ મળવાને પગલે કંપનીની વેલ્યૂએશનમાં પણ વધારો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ 31 માર્ચ, 2020 સુધી ગ્રુપને પૂર્ણ રીતે દેવા મુક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

ADVERTISEMENT
આ પહેલા રિલાયન્સ જિયોમાં સાઉદી અરબની દિગ્ગજ તેલ કંપની અરામકોએ પણ રોકાણની ઇચ્છા દર્શાવી હતી, પરંતુ કોરોનો મહામારીને પગલે વેપારી માહોલ બગડતા ડીલ અટકી જતી નજરે પડી રહી છે.
જોકે, માર્કેટના જાણકારોનું કહેવું છે કે રાઇટ્સ ઇશ્યૂ અને ફેસબુક સહિત ઘણી કંપનીઓથી રોકાણ મેળવનાર રિલાયન્સ જિયો દેવા મૂક્ત બનવાના માર્ગે આગળ વધી શકે છે. મધ્ય-પૂર્વ દેશોના રોકાણકારોની તરફથી રોકાણના સમાચારો પર રિલાયન્સ જિયોએ અત્યાર સુધીમાં કોઇ સત્તાવાર ટિપ્પણી કરી નથી. ફેસબુકે 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ વિશેની જાણકારી આપતા રિલાયન્સ જિયોએ કહ્યું હતું કે હાલ ઘણી ગ્લોબલ પ્લેયર કંપનીમાં રોકાણ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.