ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ટેક અને ઓટો / Mukesh ambani bought a car that isn't being sold in India also president of US uses it.

બિઝનેસ / અંબાણીએ એવી કાર ખરીદી જેમાં USના પ્રેસિડેન્ટ સહિતની હસ્તીઓ કરે છે સફર, ભારતમાં તો વેચાતી જ નથી

Published By: Jaydeep Shah

Last Updated: 12:53 PM, 3 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાભરમાં મશહૂર મુકેશ અંબાણીએ પોતાના લકઝરી કાર ગરાજમાં Cadillac ની શાનદાર SUV શામેલ કરી છે, જેનો ઉપયોગ અમેરિકી રાષ્ટ્રપતિ પણ કરે છે.

ADVERTISEMENT

  • મુકેશ અંબાણીએ ખરીદી કેડિલેક SUV
  • અમેરિકન પ્રેસિડેન્ટ પણ આ કારનો ઉપયોગ કરે છે. 
  • મુકેશ અંબાણી પાસે છે કઈ કઈ મોંઘી તથા શાનદાર કાર? 

મુકેશ અંબાણી પાસે ધન સંપત્તિ સાથે જ એક શાનદાર તથા લકઝરી કાર કલેક્શન પણ છે. એકથી વધીને એક શાનદાર કાર્સનો તેમને શોખ છે તથા હવે તેમણે એક એવી  SUV ખરીદી છે જેના વિશે જાણીને તમે એ વિચારશો કે કાશ આમારી પાસે પણ આટલો પૈસો હોત. પહેલા જ લકઝરી કાર્સથી ભરેલ પોતાના ગરાજમાં મુકેશ અંબાણીએ હવે કેડિલેકની એસ્કેલેડ SUV શામેલ કરી છે. હાલમાં, આ SUVનો માત્ર એક ફોટો ઈન્ટરનેટ પર જોવા મળે છે જે કાર ક્રેઝી ઈન્ડિયા નામના ઇંસ્ટાગ્રામ અકાઉન્ટ પર મૂકવામાં આવ્યો છે. 

કેડિલેક ભારતમાં પોતાના વાહનો નથી વહેંચતી
અંબાણીની આ કેડિલેક એસ્કેલેડ સિલ્વર કલર ફિનિશમાં આવી છે. જણાવી દઈએ કે આધિકારિક રૂપથી કેડિલેક ભારતમાં પોતાના વાહનો વહેંચતી નથી, જોનો અર્થ મુકેશ અંબાણીએ આ SUV પર્સનલી આયાત કરી છે. દુનિભારની સૌથી મોટી તથા ગજબના લુકવાલી SUVમાં એક એસ્કેલેડ પણ છે. જેની સાઇઝ તથા ડિઝાઇન જોવાવાળાની આંખોની ચમક વધારી દે છે. આ SUV જ્યાંથી પસાર થાય છે, લોકોની નજર તે તરફ ફરી જાય છે. મોટી સાઇઝની ગ્રિલથી માંડીને એલઇડી હેડલેમ્પસ સુધી બધું જ આલીશાન છે. 

અમેરિકનાં પ્રેસિડન્ટ પણ કેડિલેક એસ્કેલેડમાં મુસાફરી કરે છે 
હોલિવુડમાં પણ આ SUVને ઘણા સુપરસ્ટાર્સ વપરાશમાં લે છે, એટલે સુધી  કે અમેરિકના પ્રેસિડન્ટ પણ કેડિલેક એસ્કેલેડમાં મુસાફરી કરે છે. ભારતમાં પણ આ SUV માત્ર મુકેશ અંબાણીની પાસે જ નથી, બીજા પણ અમુક લોકો છે જેઓ આને ખરીદીને ભારત લાવ્યા છે. સાઇઝમાં આટલી મોટી હોવાને નાતે આ કારને એન્જિન પણ જોરદાર આપવામાં આવ્યું છે. એસ્કેલેડની સાથે 6.2 લિટરનું વી8 એન્જિન આપવામાં આવ્યું છે જે 420 બિએચપીની તાકાત તથા 624 એનએમ પિક ટોર્ક બનાવે છે. 

મુકેશ અંબાણીનું લકઝરી કાર કલેક્શન
મુકેશ અંબાણીના ગરાજમાં નવી SUV સિવાય પહેલાથી જ કાર્સ શામેલ છે જેમાં લેડ રોવર ડિફેન્ડર 110, લેક્સસ એલએક્સ570, બેંટલે બેંટાયગા ડબલ્યુ12, બેંટલે બેંટાયગા વી8, રોલ્સ રોયલ કલિનન, લેડ રોવર રેન્જ રોવર, લેંબર્ગિની ઉરુસ, મર્સિડીઝ-બેંજ જી63, લેડ રોવર ડિસ્કવરી તથા આવી ઘણી અન્ય કાર્સ શામેલ છે. મુકેશ અંબાણીનું આ ગજબ લકઝરી કાર કલેક્શન દુનિયાભરની બેહદ મોંઘી તથા શાનદાર કાર્સથી ભરેલ છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

America Mukesh Ambani cadillac SUV અમેરિકા કેડિલેક SUV મુકેશ અંબાણી business

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ