બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / MS Dhoni will make an entry in the film world: Alan will have to work with this superstar, fans will be happy
ParthB
Last Updated: 03:31 PM, 22 June 2022
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ થી દૂર થઈ ચૂક્યા છે. M.S ધોની ઈન્ડિયન પ્રિમિયર લીગમાં દેખાઈ છે. જ્યાં તે ચેન્નાઈ સુપર કિંગ્સનાના કેપ્ટન છે. પરંતુ ક્રિકેટ સિવાય M.S ધોની ઘણી નવી ફિલ્ડમાં પોતાનો હાથ અઝમાવી રહ્યાં છે. આ વખતે M.S ધોની ફિલ્મી દુનિયામાં એન્ટ્રી લેવા જઈ રહ્યાં છે.
ADVERTISEMENT
M.S ધોની ફિલ્મ પ્રોડ્યુસર બનવા જઈ રહ્યો છે
M.S ધોની ફિલ્મ પ્રોડ્યુસર બનવા જઈ રહ્યો છે. અને તેઓ સાઉથના સુપર સ્ટાર થાલાપી વિજયની સાથે ફિલ્મ કરવા જઈ રહ્યાં છે. એક રિપોર્ટ્સ અનુસાર દાવો કરવામાં આવ્યો છે. કે, કોલીવુડમાં M.S ધોની ની જોરદાર એન્ટ્રી થઈ રહી છે. એટલું જ નહી આશા કરવામાં આવી રહી છે કે, આ ફિલ્મમાં ધોની કૈમિયો પણ કરી શકે છે
M.S ધોનીએ જાતે જ સાઉથ સુપરસ્ટાર વિજયને ફોન કરીને ફિલ્મ કરવા કહ્યું
M.S ધોનીએ જાતે જ સાઉથ સુપરસ્ટાર વિજયને ફોન કરીને તેમને આ ફિલ્મ કરવા માટે કહ્યું છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, હવે વિજય આ ફિલ્મ પાક્કી કરશે. ચેન્નાઈ સુપર કિંગ્સથી M.S ધોનીનો સંબંધ એક દશક જુનો છે. એવામાં તે તમિલનાડુંમાં ઘણા પોપ્યુલર છે. આજ કારણ છે કે, M.S ધોનીને થાલા એટલે કે, લીડર કહેવામાં આવે છે. આ પહેલા M.S ધોનીની જીવન પર બનેલી ફિલ્મ MS Dhoni The Untiold Storyમાં M S ધોનીના જ પૈસા લગાવવામાં આવ્યાં હતાં.
ધોનીએ 2022માં કહ્યું હતું કે, તે તેની છેલ્લી મેચ ચેન્નાઈમાં જ રમશે
જો ક્રિકેટની વાત કરીએ તો માનવામાં આવી રહ્યું છે કે, M S ધોની વર્ષ 2023માં છેલ્લી વાર આઈપીએલ રમશે. આઈપીએલ 2022ના વખતે તેમને પુછવામાં આવ્યું હતું કે, કે તેઓ ક્યારે છેલ્લી મેચ રમશે.ત્યારે તેમણે કહ્યું હતું કે, તેમની છેલ્લી મેચ ચેન્નાઈમાં જ રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.