ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / movie ticket prices and food prices in theatre will be reduced

મનોરંજન / રૂ.100માં મૂવી ટિકિટ, નાસ્તો-પાણીમાં પણ અપાઈ શકે છે છૂટ: જાણો તમારા માટે શું છે ગુડ ન્યૂઝ

Published By: Jaydeep Shah

Last Updated: 01:38 PM, 5 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ ફિલ્મોની સતત નિષ્ફળતાને કારણે હવે મૂવી ટીકીટની કિંમત તથા સિનેમાઘરોમાં ફૂડની કિંમતોમાં ઘટાડો થઇ શકે છે.

ADVERTISEMENT

  • આગામી ફિલ્મો માટે મૂવી ટિકિટ પર મળશે 50% છૂટ 
  • ફૂડ્સની કિંમતોમાં પણ થઈ શકે છે ઘટાડો 
  • બૉલીવુડની એક પછી એક ફ્લોપ ફિલ્મને કારણે લેવાયો નિર્ણય 

આગામી ફિલ્મો માટે મૂવી ટિકિટ પર મળશે 50% છૂટ 

આ વર્ષે બોલિવૂડ ફિલ્મોની સતત નિષ્ફળતાએ થિયેટર માલિકો, ફિલ્મ નિર્માતાઓ અને ડિસ્ટ્રિબ્યુટર્સની ચિંતા વધારી છે. ફિલ્મો ફ્લોપ થવાને કારણે મોટી સંખ્યામાં દર્શકો સિનેમા હોલમાં પહોંચ્યા ન હતા.  જેના કારણે થિયેટર સંચાલકો હવે સસ્તી ટિકિટો આપીને દર્શકોને અકર્ષવાની યોજના પર વિચાર કરી રહ્યા છે. ગયા મહિને નેશનલ સિનેમા ડે પર ટિકિટની કિંમત 75 રૂપિયા હતી અને 60 લાખથી વધુ લોકો સિનેમા હોલમાં પહોંચ્યા હતા. આ સફળતાને ધ્યાનમાં રાખીને ફિલ્મની સસ્તી ટિકિટો આપવાનું આયોજન ચાલી રહ્યું છે.

મલ્ટીપ્લેક્સમાં મૂવી ટિકિટની કિંમત હવે ₹350-450 કે તેથી વધુ છે, જે શોના સમય અને અન્ય ફેક્ટર્સ પર આધારિત છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ્સનું કહેવું છે કે સામાન્ય ગ્રાહક માટે આટલી મોંઘી ટિકિટ ખરીદવી ખૂબ જ મુશ્કેલ છે.

આગામી ફિલ્મો માંટે સસ્તી થઈ શકે છે ટિકિટ 
થિયેટર ઓપરેટરો અને ડિસ્ટ્રિબ્યુટર્સ આગામી મૂવીઝ માટે ઓછા અને મીડીયમ બજેટની મૂવી ટિકિટ સસ્તી કરી શકે છે. તેમજ ઈવનિંગ અને નાઈટ શો માટે સસ્તા દરે ટિકિટ ઉપલબ્ધ કરાવવાની યોજના છે. મોટાભાગના યુવાનોને આકર્ષવા માટે, અઠવાડિયાના  અંતે પણ આવી ઓફરો આપવાની યોજના છે.

મલ્ટિપ્લેક્સમાં ફૂડ્સની કિંમત પણ ઓછી હશે
સિનેમાઘરોમાં મોંઘા ફૂડ્સ ને લઈને ફરિયાદો બાદ ખાદ્ય એન પેય પદાર્થોની કિંમતોમાં પણ સંશોધનની આશા છે. એક પ્રયોગ તરીકે ગયા અઠવાડિયે બ્રહ્માસ્ત્ર અને ચૂપ જેવી ફિલ્મોની ટિકિટ 100 રૂપિયામાં વેચાઈ હતી. હવે અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 2 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે અને તેના માટે 2 ઓક્ટોબરથી ઓપનિંગ ડેની ટિકિટ પર 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ગુડબાય આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે અને શરૂઆતના દિવસે ફિલ્મને 150 રૂપિયાની ટિકિટ મળી રહી છે.

Inox Leisure ના ચીફ પ્રોગ્રામિંગ ઓફિસર રાજેન્દ્ર સિંહ જ્યાલાએ જણાવ્યું હતું કે, “અમે થોડો સમય લઈશું અને વિશ્લેષણ કરીશું કે ટિકિટના ભાવ ઘટવા પર દર્શકોની સંખ્યા ખરેખર વધે છે કે કેમ. જો કે, મોટા બજેટની ફિલ્મો માટે આવું કરવું શક્ય નથી, કારણ કે જ્યારે ટિકિટના ભાવ ખૂબ ઓછા હોય છે ત્યારે તેઓ તેમની કિંમત વસૂલવામાં અસમર્થ હોય છે. જો કે, ઓક્ટોબરમાં આવનારી નાની ફિલ્મોને ટિકિટના નીચા ભાવથી ચોક્કસપણે ફાયદો થઈ શકે છે."
 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment Gujarati News મનોરંજન entertainment

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ