ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Monkeypox is a sexually transmitted disease, one Research claims that

ચોંકાવનારું / પુરુષોમાં સજાતીય સંબંધોનાં કારણે ફેલાય છે મંકીપોક્સ? રિસર્ચમાં 95 ટકા દર્દીઓમાં યૌન સંપર્ક જવાબદાર હોવાનો દાવો

Published By: ParthB

Last Updated: 11:32 AM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંકીપોક્સ રોગ વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. 72 દેશોમાં તેના પુષ્ટિ થયેલા દર્દીઓની સંખ્યા વધીને લગભગ 15 હજાર થઈ ગઈ છે.

ADVERTISEMENT

  • મંકીપોક્સના દર્દીના સંપર્કમાં આવનાર કોઈપણ વ્યક્તિને પણ થઈ શકે છે આ રોગ 
  • આ રોગ જાતીય સંબંધો દ્વારા પણ ફેલાય છે
  • મંકીપોક્સના 95 ટકા કેસ જાતીય સંબંધો દ્વારા ફેલાય છે

ભારતમાં પણ ચાર કેસ મળી આવ્યા છે. તેના મોટાભાગના દર્દીઓ પુરૂષ અને સમલૈંગિક છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શું મંકીપોક્સ સેક્સ દ્વારા ફેલાતો રોગ છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) કહે છે કે તે અત્યારે નિશ્ચિતપણે કહી શકાય નહીં. જો કે, લંડનમાં એક નવા અભ્યાસનો અંદાજ છે કે મંકીપોક્સના 95 ટકા કેસ જાતીય સંબંધો દ્વારા ફેલાય છે.

હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મંકીપોક્સ રોગ જાતીય સંબંધોથી ફેલાય છે કે કેમ -WHO

WHOના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ કહે છે કે મંકીપોક્સનો પ્રકોપ એવા પુરૂષોમાં વધુ જોવા મળે છે જેઓ પુરુષ સાથે સેક્સ કરે છે. તેમાં પણ આ રોગ ખાસ કરીને એવા પુરૂષોમાં વધુ ફેલાય છે જેમના ઘણા સેક્સ પાર્ટનર હોય છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ રોગ જાતીય સંબંધોથી ફેલાય છે કે કેમ.WHOના મહાનિર્દેશક સાથે, ઘણા આરોગ્ય નિષ્ણાતો અને ચેપી રોગના નિષ્ણાતો પણ મંકીપોક્સને એસટીડી એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ માનવા માટે સંપૂર્ણપણે તૈયાર નથી.

મંકીપોક્સ સેક્સ દ્વારા ફેલાતો રોગ છે તેવા પૂરતા પુરાવ અમારી પાસે નથી- નિષ્ણાંત

એક મીડિયા રિપોર્ટ અનુસાર, એઈમ્સમાં કોમ્યુનિટી મેડિસિનનાં પ્રોફેસર ડૉ. સંજય રાય કહે છે કે મંકીપોક્સ એ STD છે કે સેક્સ દ્વારા ફેલાતો રોગ છે તે કહી શકાય તેવા પૂરતા પુરાવા અમારી પાસે નથી. જ્યારે પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના લાઈફ કોર્સ એપિડેમિઓલોજીના વડા પ્રોફેસર ડૉ. ગિરધર બાબુ કહે છે કે જે પુરુષો પુરુષો સાથે સેક્સ કરે છે તેઓ મંકીપોક્સના ઉચ્ચ જોખમવાળા દર્દીઓમાં સામેલ છે. પરંતુ આ એકમાત્ર કેસ નથી.મંકીપોક્સના દર્દીઓના નજીકના સંપર્કમાં રહેતા અને તેમના ઘાને સ્પર્શ કરતા લોકોને પણ આ રોગ થઈ શકે છે.

પરંતુ લંડનમાં હાથ ધરાયેલા નવા અભ્યાસમાં અલગ જ દાવો કરવામાં આવ્યો છે

ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં 27 એપ્રિલથી 24 એપ્રિલની વચ્ચે 16 દેશોના 528 પુષ્ટિ થયેલા દર્દીઓ પર સંશોધન કરવામાં આવ્યું હતું. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે 95 ટકા દર્દીઓમાં આ રોગ જાતીય સંપર્કને કારણે પહોંચ્યો હતો.આ દર્દીઓમાંથી, 98 ટકા ગે અથવા બાયસેક્સ્યુઅલ પુરુષો છે. 41 ટકાને HIV છે, જે જાતીય સંપર્ક દ્વારા પણ ફેલાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Who monkeypox virus sexual relations study જાતીય સંબંધો ડબ્લ્યુએચઓ મંકીપોક્સ રિસર્ચ monkeypox virus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ