ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / આરોગ્ય / Monkeypox does not need to be taken lightly. it has increased anxiety of WHO

ચિંતા / મંકીપોક્સને સરળતાથી લેતા હોવ તો ચેતી જજો, WHOના નિવેદને દુનિયા આખીનું વધાર્યું ટૅન્શન

Published By: Khyati

Last Updated: 06:18 PM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંકી પોક્સના વધતા કેસે WHOની વધારી ચિંતા, શું મંકીપોક્સને મહામારી જાહેર કરવી જોઇએ કે નહી ? યુરોપમાં વધુ નોંધાઇ રહ્યા છે કેસ

ADVERTISEMENT

 

  • વિશ્વમાં મંકીપોક્સના વધી રહ્યા છે કેસ
  • વધતા કેસને લઇને WHOએ વ્યક્ત કરી ચિંતા
  • શું મંકીપોક્સ બની શકે છે મહામારી ?

કોરોનાની સાથે સાથે મંકી પોક્સના કેસ પણ નોંધાઇ રહ્યા છે.  વધતા કેસને લઇને WHOએ ચિંતા વ્યક્ત કરી છે. આ બીમારીને લઇને કડકમાં કકડ પગલા લેવા પર ભાર આપીને જણાવ્યું કે મંકીપોક્સને નાની બીમારી ગણવી ભૂલભરેલી છે.  આ અંગે WHOના મહામારી અને નિવારણ વિભાગના વડા સિલ્વીએ બ્રાયન્ડે  વિશ્વભરમાં મંકીપોક્સના કેસોની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મને નથી આપણે આને કેમ નાની બીમારી તરીકે કેમ જોઇ રહ્યા છીએ. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ કહ્યું કે તેઓ આ વાત પર વિચાર કરી રહી છે કે તે અમે આ બીમારીને આંતરરાષ્ટ્રીય પબ્લિક હેલ્થ ઇમરજન્સી કે PHEIC તરીકે જોવી જોઇએ કે નહી.

યૂરોપમાં ફેલાઇ છે આ બીમારી 

સંપર્કથી ફેલાવનારી બીમારી મંકીપોક્સમાં સામાન્ય તાવ આવે છે. જેમાં ફ્લૂ જેવા લક્ષણો હોય છે.  સ્કીન પર ચાઠા પડી જાય છે. ત્યારબાદ તેમાંથી પરુ નીકળે છે. હવે આ રોગ સમગ્ર યુરોપમાં ફેલાયો છે. WHO એ બે ડઝન દેશોમાં લગભગ 400 શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસો શોધી કાઢ્યા છે. બ્રિટનમાં પ્રથમ પુષ્ટિ થયેલ કેસ 7 મેના રોજ પ્રકાશમાં આવ્યો હતો.

શું મંકીપોક્સ રોગચાળો બની શકે છે?

જ્યારે પૂછવામાં આવ્યું કે શું મંકીપોક્સ રોગચાળો બની શકે છે, ત્યારે ડબ્લ્યુએચઓ હેલ્થ ઇમરજન્સી પ્રોગ્રામના ટેકનિકલ વડા રોસામંડ લેવિસે કહ્યું, " અમે જાણતા નથી પરંતુ અમને એવું લાગતુ પણ નથી." હાલ, અમે વૈશ્વિક રોગચાળા વિશે ચિંતિત નથી તેમણે વધુમાં જણાવ્યું કે મને અત્યારે ખબર નથી કે મંકીપોક્સનું એસિમ્પટમેટિક ટ્રાન્સમિશન છે કે નહીં. ભૂતકાળમાં એવા સંકેતો મળ્યા છે કે આ એક અગ્રણી લક્ષણ નથી. પરંતુ તે નક્કી કરવાનું બાકી છે. મંકીપોક્સ શીતળા સાથે સંબંધિત છે, જેણે 1980માં આ રોગની નાબૂદી પહેલા દર વર્ષે વિશ્વભરમાં લાખો લોકો માર્યા ગયા હતા. પરંતુ મંકીપોક્સ ઘણું ઓછું ગંભીર છે, અને મોટાભાગના લોકો ત્રણથી ચાર અઠવાડિયામાં સ્વસ્થ થઈ જાય છે.


 

સંકળાયેલા મુદ્દાઓ

Who whoનું નિવેદન કોરોના મંકી પોક્સ મહામારી યુરોપ World

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ