ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Monak Patel, captain of the American cricket team, is a native Gujarati.

ક્રિકેટ / મૂળ ગુજરાતી છે અમેરિકાની ક્રિકેટ ટીમનો કેપ્ટન મોનાંક પટેલ, ભારત આવીને કર્યું આ મોટું એલાન

Published By: ParthB

Last Updated: 12:35 PM, 17 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના જાણીતા સ્થાનિક ખેલાડીઓ હવે અમેરિકા ગયા છે અને પટેલ માને છે કે નજીકના ભવિષ્યમાં તેઓ રાષ્ટ્રીય ટીમની જર્સી પહેરશે કે કેમ તે ક્રિકેટ બોર્ડ પર નિર્ભર રહેશે.

ADVERTISEMENT

 

  • હું બાળકોને રમતગમતની સાથે અઠવાડિયામાં ત્રણ વખત કોચિંગ આપું છું.-મોનાંક પટેલ
  • મોનાંકને આશા છે કે 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી લોકપ્રિયતા વધારવામાં મદદ કરશે 
  • મોનાંકે 2018માં ડેબ્યૂ કર્યા બાદ 19 ODI અને 16 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે

 

મોનાંકને આશા છે કે 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીથી લોકપ્રિયતા વધારવામાં મદદ મળશે. 

અમેરિકા ક્રિકેટ ટીમના કેપ્ટન ભારતીય મૂળના મોનાંક પટેલને આશા છે કે 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીની સહ-આયોજનથી ત્યાંની રમતની લોકપ્રિયતા વધારવામાં મદદ મળશે. અમેરિકામાં આવી રમતોમાં સંપૂર્ણ સમય વ્યાવસાયિક થવું તે સહેલું નથી જેમના પ્રવાસી ભારતીયો સિવાય વધારે પ્રશંસક નહીં. ગુજરાતના ભૂતપૂર્વ અંડર-19 ખેલાડી મોનાંક પટેલ એક સંપૂર્ણ વ્યાવસાયિક ક્રિકેટર છે અને તેઓ જીવનનિર્વાહ માટે બાળકોને કોચિંગ પણ આપે છે. તાજેતરમાં મુંબઈ આવેલા પટેલે પીટીઆઈ ભાષાને કહ્યું, 'ક્રિકેટ મારી ફુલ ટાઈમ કારકિર્દી છે. જીવનનિર્વાહ માટે, હું બાળકોને રમતગમતની સાથે અઠવાડિયામાં ત્રણ વખત કોચિંગ આપું છું.

મોનાંકે  2018માં ડેબ્યૂ કર્યા બાદ 19 ODI અને 16 T20 ઈન્ટરનેશનલ મેચ રમી

મોનાંકે વિકેટ કીપર બેટ્સમેને 2018માં ડેબ્યૂ કર્યા બાદ અત્યાર સુધીમાં 19 ODI અને 16 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેણે કહ્યું, 'મારો જન્મ ભારતમાં થયો હતો. મને 2010માં ગ્રીન કાર્ડ મળ્યું હતું. હું 2016 માં સંપૂર્ણપણે યુએસમાં સ્થાયી થયો હતો. હું ન્યુ જર્સીમાં રહું છું.'તેમણે કહ્યું કે, અમેરિકાની ટીમ મોટી ટીમો સામે પ્રતિસ્પર્ધા કરવાની ઘણી સંભાવના છે. અમે પાછલા ત્રણ વર્ષો કરતાં ઘણું સારુ ક્રિકેટ રમી રહ્યાં છે. અને અમે સ્કોટલેન્ડ અને યુએઈ જેવી ટીમોની સામે પણ રમી ચૂક્યાં છે.  મને લાગે છે કે, આવનારા સમયમાં અમે મજબૂત ટીમો સાથે મુકાબલો કરીશું.  

મોનાંકે કહ્યું કે, ભવિષ્યમાં તે રાષ્ટ્રીય ટીમની જર્સી પહેરશે કે નહીં  તે બોર્ડ નક્કી કરશે 

ઉન્મુક્ત ચંદ, મનન શર્મા જેવા જાણીતા ભારતીય સ્થાનિક ખેલાડીઓ હવે અમેરિકા ગયા છે અને પટેલ માને છે કે નજીકના ભવિષ્યમાં તેઓ રાષ્ટ્રીય ટીમની જર્સી પહેરશે કે કેમ તે ક્રિકેટ બોર્ડ પર નિર્ભર રહેશે. અમેરિકા માટે ટીમમાં સ્થાન મેળવવાના સંદર્ભમાં ગુણવત્તામાં સુધારો થયો છે. ઘણા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની હાજરીએ ટીમને મજબૂત બનાવી છે. અમારી પસંદગી પ્રક્રિયા સંપૂર્ણપણે પસંદગી સમિતિ અને ક્રિકેટ બોર્ડ પર નિર્ભર છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Monank Patel USA sport ક્રિકેટ મોનાંક પટેલ સ્પોર્ટ cricket news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ