બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / mla ashwin kotwal will join bjp tomorrow

કોંગ્રેસમાં ભૂકંપ / આ નારાજ ધારાસભ્ય ધારણ કરશે કેસરિયો, સાથે 100થી વધુ કાર્યકરો પણ જોડાશે ભાજપમાં

Khyati

Last Updated: 04:19 PM, 2 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા અશ્વિન કોટવાલ ભાજપનો પકડશે છેડો, અખાત્રીજના દિવસે કેસરિયો કરશે ધારણ

  • ખેડબ્રહ્માના MLA અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે
  • અશ્વિન કોટવાલ આવતીકાલે ભાજપમાં જોડાશે
  • સવારે 9 વાગે કમલમ પહોચશે અશ્વિન કોટવાલ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર શરૂ થવાના એંધાણ પૂરેપૂરા વર્તાઇ ચૂક્યા છે. જેની વચ્ચે કોંગ્રસ પાર્ટીથી નારાજ થયેલા ધારાસભ્યોના રિસામણા મનામણા ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં વધુ એકવાર ભંગાણ સર્જાયું છે. ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અશ્વિન કોટવાલ આગામી અક્ષય તૃતીયા દિવસે ભાજપમાં જોડાશે.

3મેના રોજ ભાજપમાં જોડાશે કોટવાલ

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલ ગુજરાત કોંગ્રેસને પડશે વધુ એક ફટકો પડ્યો છે. ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ આવતી કાલે ભાજપમાં જોડાશે. સવારે 9 વાગે કમલમ ખાતે અશ્વિન કોટવાલ પહોંચશે. જ્યાં 100થી વધારે કાર્યકરો સાથે તેઓ ભાજપમાં જોડાશે.  તાલુકા સભ્યો સાથે અશ્વિન કોટવાલ કેસરિયો ધારણ કરશે. આ પ્રસંગે સાબરકાંઠાના જિલ્લા ભાજપના હોદ્દેદારો પણ હાજરી આપશે. 

કોંગ્રેસથી નારાજગીનું કારણ શું?

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના કાર્યક્રમોમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી જોવા મળી રહી છે. પાર્ટીએ વિપક્ષના નેતા ન બનાવતા નારાજ થયેલા અશ્વિન કોટવાલે ભાજપનો છેડો પકડ્યો હોય તેવી ચર્ચાઓએ જોર પડક્યુ છે.  સમગ્ર વિધાનસભા સત્રમાં કોટવાલ નિષ્ક્રિય રહ્યા હતા. જે જોતા લાગી રહ્યુ છે અશ્વિન કોટવાલ કોંગ્રેસથી નારાજ છે. 

 

કોંગ્રેસ માટે ચિંતાનો વિષય

મહત્વનુ છે કે ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં કોંગ્રેસ 3-4 ટર્મથી જીતતી આવી છે. અશ્વિન કોટવાલ થકી  કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સારુ પ્રભૂત્વ મેળવી રહી છે. આવા સમયમાં કોંગ્રેસ  આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા માટેના જે  કાર્યક્રમો કરી રહી છે તેમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. જે આવનાર ચૂંટણીને લઇને આદિવાસી મતવિસ્તારોનો આકર્ષવા કોંગ્રેસ માટે ઘણી ચિંતાજનક સાબિત થઇ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ