ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / law garden khau gali popular food street
ADVERTISEMENT
ADVERTISEMENT
અમદવાદમાં લો ગાર્ડન પાસે આવેલું ખાણીપીણી માર્કેટ સ્વાદ રસિયા અમદવાદીઓ માટે ખૂબ જાણીતું સ્થળ રહ્યું છે. હાલ આ માર્કેટમાં નવા રંગરૂપ સાથે આકાર પામી રહ્યું છે. નવા આકાર પામી રહેલું માર્કેટ હવે હેપ્પી સ્ટ્રીટ તરીકે ઓળખાશે. આ હેપ્પી સ્ટ્રીટની ડીઝાઇન NID દ્વારા તૈયાર કરવામાં આવી છે. 300 મીટરની પરિધિમાં આકાર પામી રહેલાં હેપ્પી સ્ટ્રીટમાં 42 ફૂડ કોર્ટ ઊભા કરવામાં આવશે. જે માટે કોર્પોરેશને ટેન્ડર બહાર પડવાની તજવીજ હાથ ધરી છે.

ADVERTISEMENT
હેપ્પી સ્ટ્રીટમાં ટેન્ડરમાં AMC દ્વારા એવી જોગવાઈ કરી છે કે, સાંજે 6 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી ફૂડ ઓન વ્હીકલ ઊભા રાખી શકાશે. આખો દિવસ વાહનો માટે પાર્કિગ સુવિધા ઊભી કરી શકાશે. આ વ્યવસ્થાથી હેપ્પી સ્ટ્રીટની જગ્યા દિવસે પાર્કિંગ તરીકે ઉપયોગ થશે. જયારે સાંજે 6 વાગ્યાથી રાત્રે1 વાગ્યા સુધી તેનો ઉપયોગ પાર્કિંગ અને ફૂડ કોર્ટ તરીકે થશે. રાત્રે હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝામાં 402 ટૂ વ્હીલર અને 61 જેટલા ફોર વ્હીલર પાર્કિંગની જગ્યા મળી રહે તેવી ડિઝાઇન કરવામાં આવી છે.
આ પણ જાણો
ADVERTISEMENT

ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે, નવા રંગરૂપ સાથે આકાર પામી રહેલાં હેપ્પી સ્ટ્રીટના નિર્માણ પહેલા લોગાર્ડન ખાણીપીણી બજારના 39 વેપારીઓએ તે સમયે હાઇકોર્ટમાં મ્યુનિ. સામે પિટિશન કરી હતી. આ કેસમાં હાઇકોર્ટે પોતાના આદેશમાં લોગાર્ડનના ડેવલપ બાદ જગ્યાની ફાળવણી કરતી વખતે આ અરજદારોને પ્રાથમિકતા આપવાનું સૂચન કર્યું હતું. ત્યારે હાલ AMC દ્વારા અગામી દિવસોમાં ટેન્ડર માટે તેયારી શરૂ કરવામા આવી છે. ત્યારે શહેરીજનો હવે હેપ્પી સ્ટ્રીટમાં દિવસે પાર્કિગ અને રાત્રીના સમયે ખાણીપીણીની મજા માણી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ