ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આજે ફરીએકવાર ડોલર સામે રૂપિયો ગગડ્યો જેની આંતરાષ્ટ્રીય બજારમાં પણ અસર જોવા મળી. ડોમેસ્ટિક માર્કેટમાં સોનું 61 રૂપિયાના ઘટાડા સાથે ખૂલ્યું. ઓગષ્ટ ડિલિવરી વાળુ સોનું સવારે 11 વાગ્યે MCX પર 101 રૂપિયાના ઘટાડા સાથે 50260 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો. ઓક્ટોબર ડિલિવરી માટે સોનું હાલમાં રૂ. 72ના ઘટાડા સાથે રૂ. 50515 પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. ચાંદીની વાત કરીએ તો આજે સવારે સ્થાનિક બજારમાં તે 410 રૂપિયા સસ્તુ થઈને ખુલ્યો હતો. સપ્ટેમ્બર ડિલિવરી માટે ચાંદી આ સમયે 503 રૂપિયાના ઘટાડા સાથે 55588 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી હતી. ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદી 472 રૂપિયાના ઘટાડા સાથે 56570 રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે.
આજે સોનાના કેટલા ભાવ ?
ADVERTISEMENT
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર,
ADVERTISEMENT
| 999 શુદ્ધતાના સોનાનો ભાવ | 50493 રૂપિયા પ્રતિ દસ ગ્રામ |
| 995 શુદ્ધતાના સોનાની ભાવ | 995 શુદ્ધતાના સોનાની ભાવ |
| 916 શુદ્ધતાના સોનાનો ભાવ | 46252 રૂપિયાપ્રતિ દસ ગ્રામ |
| 750 શુદ્ધતાના સોનાની કિંમત | 37870 રૂપિયાપ્રતિ દસ ગ્રામ |
| 585 શુદ્ધતાના સોનાની કિંમત | 29538 રૂપિયા પ્રતિ દસ ગ્રામ |

ADVERTISEMENT
ચાંદીનો કેટલો છે ભાવ ?
999 શુદ્ધતાની ચાંદીની કિંમત 55204 રૂપિયા પ્રતિ કિલો. સોમવાર, જુલાઈ 18 ના રોજ, 999 શુદ્ધતાના સોનાનો બંધ ભાવ 50,667 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. 995 શુદ્ધતાના સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂપિયા 50464, 916 શુદ્ધતાના સોનાનો ભાવ રૂપિયા 46411, 750 શુદ્ધતાના સોનાનો ભાવ રૂપિયા 38000, 585 શુદ્ધતાના સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂપિયા 29640 હતો. 999 શુદ્ધતાની ચાંદીનો ભાવ 55614 રૂપિયા પ્રતિ કિલો હતો.
ADVERTISEMENT
24 કેરેટ સોનાની કિંમત
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આજે 24 કેરેટ સોનાની કિંમત 5049 રૂપિયા પ્રતિ ગ્રામ છે. 22 કેરેટની કિંમત 4928 રૂપિયા, 20 કેરેટની કિંમત 4494 રૂપિયા, 18 કેરેટની કિંમત 4090 રૂપિયા, 14 કેરેટની કિંમત 3257 રૂપિયા પ્રતિ ગ્રામ છે.
ADVERTISEMENT

યુરોપિયન સેન્ટ્રલ બેંકની મહત્વપૂર્ણ બેઠક
કહેવામાં આવી રહ્યું છે કે યુરોપિયન સેન્ટ્રલ બેંક મોંઘવારી પર કાબૂ લાવવા માટે વ્યાજ દરમાં 75 બેસિસ પોઇન્ટ સુધીનો વધારો કરી શકે છે. બે દાયકામાં આ પ્રથમ વધારો હશે. વ્યાજ દરમાં વધારાની શક્યતાને કારણે ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં તે 0.10 ટકાના ઘટાડા સાથે 107.125ના સ્તરે છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનથી ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. ગયા સપ્તાહે આ ઇન્ડેક્સ 109.14 પર પહોંચ્યો હતો. જો ડોલર નબળો પડશે તો સોનું વધશે. મહત્વનું છે કે યુરોપિયન સેન્ટ્રલ બેંકની મહત્વની બેઠક યોજાવાની છે.
અત્યારે સોના પરનું આઉટલૂક નબળું રહેશે
કોટક સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ, કોમોડિટી રવિન્દ્ર રાવે જણાવ્યું હતું કે કોમેક્સ પર સોનું $1707ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી યુએસ ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એવી ચર્ચા છે કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં વધારો કરવામાં આક્રમક નહીં હોય. આ કારણે ડૉલર ઇન્ડેક્સ પર દબાણ જોવા મળી રહ્યું છે. ઓછી કિંમત હોવા છતાં, ગોલ્ડ ETFમાં રોકાણકારોનો રસ પણ ઓછો થઇ રહ્યો છે. સોનું અત્યારે $1700ની રેન્જમાં છે. આઉટલૂક હજુ મજબૂત નથી કારણ કે યુએસ ડોલર મજબૂત રહેવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો