ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Large scale change in gold and silver prices, know the latest rate

તમારા કામનું / સોના ચાંદીનાં ભાવમાં મોટા પાયે ફેરફાર, શેરબજારમાં રોનક આવતા મચી ઊથલપાથલ, જાણો લેટેસ્ટ રેટ

Published By: ParthB

Last Updated: 02:12 PM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનું રૂ. 121ના ઉછાળા સાથે રૂ. 51,425 પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. આ ભાવ ઓગસ્ટના વાયદા માટે છે.

ADVERTISEMENT

  • શેરબજારમાં રોનક આવતા સોના-ચાંદીનાં ભાવમાં ફેરફાર 
  • MCX પર આજે સોનું રૂ. 121ના ઉછાળા સાથે 51,425 ટ્રેડ થયું
  • જ્યારે ચાંદીના ભાવમાં પણ 58,000 રૂપિયાના સ્તરને પાર કર્યો

સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓ હવે સતત ઉપરની રેન્જમાં ટ્રેડ થઈ રહી છે. આજે પણ સોનું 870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે. ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને તે 58,000 રૂપિયાના સ્તરને પાર કરી ગયો છે.
 
MCX પર સોના અને ચાંદીના ભાવ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનું રૂ. 121ના ઉછાળા સાથે રૂ. 51,425 પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. આ ભાવ ઓગસ્ટ વાયદા માટે છે. બીજી તરફ સપ્ટેમ્બર વાયદા માટે ચાંદીનો ભાવ આજે રૂ. 531 વધીને રૂ. 58,150 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે.

દિલ્હીમાં કેટલા વધ્યા સોનાનો ભાવ

દિલ્હીના બુલિયન માર્કેટમાં આજે 22 કેરેટ શુદ્ધ સોનું 800 રૂપિયાના ઉછાળા સાથે 47,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ, 24 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ. 870ના ઉછાળા સાથે રૂ. 51550 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે.

મુંબઈના ઝવેરી માર્કેટમાં સોનું કેટલું મોંઘુ છે 

મુંબઈના ઝવેરી માર્કેટમાં 22 કેરેટ શુદ્ધ સોનું 650 રૂપિયાના વધારા સાથે 47,100 રૂપિયા ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે 24 કેરેટ શુદ્ધ સોનું 700 રૂપિયાના ઉછાળા સાથે 51380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે  

બેંગ્લોરના બુલિયન માર્કેટમાં સોનું કેટલું મોંઘુ છે

બેંગ્લોરના બુલિયન માર્કેટમાં 22 કેરેટ શુદ્ધ સોનું 650 રૂપિયાના વધારા સાથે 47,150 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ, 24 કેરેટ શુદ્ધતા સોનું રૂ. 710ના ઉછાળા સાથે રૂ. 51,440 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.

કોલકાતાના બુલિયન માર્કેટમાં સોનું કેટલું મોંઘુ છે

કોલકાતામાં 22 કેરેટ શુદ્ધ સોનું 650 રૂપિયાના વધારા સાથે રૂપિયા 47,100 પર ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ 24 કેરેટ શુદ્ધતાનું સોનું 700 રૂપિયાના વધારા બાદ 51380 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે ટ્રેડ થઈ રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price latest rate mcx trading sliver એમસીએક્સ ચાંદી ભાવ સોનું gold and silver price

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ