ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / lalit modi shared a post on instagram ahead of relation with sushmita sen

કટાક્ષ / તમને ગેસના ભાવ, ગગડતો રૂપિયો કે ફુગાવો એ કશાથી નહીં, મારા અને સુષ્મિતાનાં સંબંધથી જ તકલીફ છે: લલીત મોદીનો ટોણો

Published By: ParthB

Last Updated: 02:31 PM, 26 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન અને પ્રખ્યાત બિઝનેસમેન લલિત મોદી તેમના સંબંધોની જાહેરાત બાદથી સતત હેડલાઇન્સમાં રહે છે.

ADVERTISEMENT

  • લલિત મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી
  • લલિત મોદીએ પોતાના રિલેશનશીપ પર ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ
  • આ પહેલા પણ સુષ્મિતા અને લલિતે તેમના સંબંધો બાદ એક લાંબી પોસ્ટ કરી 

જ્યારથી તેમના સંબંધોને સોશિયલ મીડિયા દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવ્યા છે, ત્યારથી બંને કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે.જ્યાં સુષ્મિતા અને લલિત મોદીના સંબંધોના સમાચાર સાંભળીને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા, તો ઘણા લોકો માટે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો.આવી સ્થિતિમાં બંનેના ડેટિંગના સમાચાર સામે આવ્યા બાદ લોકોની અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે. સોશિયલ મીડિયા પર પણ બંનેને ટ્રોલ્સ થવા લાગ્યા.પરંતુ હવે આ કપલ સતત ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપતા જોવા મળે છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lalit Modi (@lalitkmodi)

લલિત મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી

આ ઘટના ક્રમ અંતર્ગત તાજેતરમાં લલિત મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ શેર કરીને લલિતે ન માત્ર ટ્રોલને જડબાતોડ જવાબ આપ્યો પરંતુ મીડિયા પર પણ નિશાન સાધ્યું. થોડીવાર પહેલા શેર કરેલી આ પોસ્ટમાં લલિત મોદીએ એક કાર્ટૂન શેર કર્યું છે. જેમાં ચાર અલગ-અલગ સમાચાર બતાવવામાં આવ્યા છે. આ ચારમાંથી એક સમાચાર લલિત અને સુષ્મિતાના સંબંધો વિશે પણ છે. કાર્ટૂનમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે લોકો દેશની મોટી સમસ્યાઓને નજર અંદાજ કરે છે, પરંતુ દરેકને તેમના સંબંધોના સમાચારમાં રસ હોય છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lalit Modi (@lalitkmodi)

ટ્રોલ થયા બાદ લલિત અને સુષ્મિતા ટ્રોલર્સને આપી રહ્યાં છે જડબાતોડ જવાબ 

આ પોસ્ટને શેર કરવાની સાથે તેણે તેને એક ફની કેપ્શન પણ આપ્યું છે. આ પહેલીવાર નથી જ્યારે લલિત મોદીએ ટ્રોલને આ રીતે જવાબ આપ્યો હોય. સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થયા બાદ હવે લલિત અને સુષ્મિતા સેન સતત ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. હાલમાં જ ટ્રોલર્સ પર ગુસ્સો કાઢતા લલિતે એક પોસ્ટ દ્વારા તેમની ટીકા કરનારાઓને કડક સૂચના આપી હતી. તેણે પોસ્ટ દ્વારા એક ક્વોટ શેર કર્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે, જેઓ આ કરી શકતા નથી તેઓએ જેઓ આ કરે છે તેમને હેરાન ન કરવા જોઈએ.

આ પહેલા પણ સુષ્મિતા અને લલિતે તેમના સંબંધો બાદ એક લાંબી પોસ્ટ કરી 

જો કે, હવે બંનેએ બધાને કહ્યું છે કે તેઓ આ બધાની પરવા નથી કરતા, કારણ કે બંને તેમના જીવનમાં ખૂબ જ ખુશ છે. નોંધનીય છે કે 14 જુલાઈના રોજ લલિત મોદીએ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા સુષ્મિતા સેન સાથેના સંબંધોની જાહેરાત કરી હતી. તેણે ટ્વિટ કરીને અભિનેત્રીને પોતાનો બેટર હાફ ગણાવ્યો હતો.જે બાદ લોકો અનુમાન લગાવવા લાગ્યા કે બંનેએ લગ્ન કરી લીધા છે. જો કે, પાછળથી બીજી પોસ્ટમાં મોદીએ સ્પષ્ટ કર્યું કે બંને હાલમાં એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને ટૂંક સમયમાં લગ્ન કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

Instagram Sushmita sen lalit Modi post relationship ઈન્સ્ટાગ્રામ પોસ્ટ લલિત મોદી સુષ્મિતા સેન Lalit Modi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ