બ્રેકિંગ ન્યુઝ
આ રીતે મળશે LPGની સબ્સિડી
આધાર સાથે લિંક કરાવી લો તમારું LPG કનેક્શન
જાણો ઓનલાઈન પ્રોસેસના સરળ સ્ટેપ્સ
ADVERTISEMENT
ગેસ સબ્સિડી મેળવવા આધાર કાર્ડ હોવું જરૂરી

ADVERTISEMENT
પીએમ ઉજ્જવલા યોજનાના આધારે ગેસ સિલિન્ડર પર સબ્સિડી મેળવવા માટે તમારું આધાર કાર્ડ આ યોજના સાથે લિંક હોવું જરૂરી છે. જો એવું નથી તો સબ્સિડીની રકમ તમારા ખાતામાં આવશે નહીં. આધાર કાર્ડની મદદથી એલપીજી સબ્સિડી મેળવવા માટે આધાર કાર્ડને બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવવો જરૂરી છે અને સાથે મોબાઈલ નંબર ગેસ એજન્સી સાથે રજિસ્ટર્ડ હોવો જરૂરી છે. જો આધાર લિંક નહીં હોય કે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ નથી તો આ સુવિધા મળશે નહીં.
કેટલી મળે છે સબ્સિડી?
ગેસના એક સિલિન્ડર પર ગ્રાહકોને 153.86 રૂપિયા આપવામાં આવે છે, જેને કેન્દ્ર સરકારે વધારીને 291.48 રૂપિયા કરી દીધા છે. જ્યારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ પહેલાં 174.86 રૂપિયા સબ્સિડી આપવામાં આવતી હતી, જેને વધારીને 312.48 રૂપિયા કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT

સબ્સિડી મળી રહી છે કે નહીં? ઘરે બેઠા કરો ચેક
ADVERTISEMENT
આ નંબર પર કરી શકો છો સંપર્ક
સબ્સિડી ન મળવાનું મોટું કારણ એલપીજી આઇડીનું એકાઉન્ટ નંબર સાથે લિંક ન હોવું હોઈ શકે છે. તેના માટે તમે પોતાના નજીકના ડિસ્ટ્રીબ્યૂટરનો સંપર્ક કરીને પોતાની સમસ્યા જણાવો. આ ઉપરાંત ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ તમે પોતાની ફરિયાદ નોંધાવી શકો છો.
ADVERTISEMENT

આધાર કાર્ડ કેવી રીતે લિંક કરાવવું
ADVERTISEMENT
જો તમે ઇન્ડેન ગેસના ગ્રાહક છો તો તમે પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી SMS મોકલીને લિંક કરી શકો છો. તેના માટે તમારે પોતાના મેસેજ બોક્સમાં IOC ટાઇપ કરવાનું છે. પછી એજન્સીના ટેલીફોન નંબરનો STD કોડ અને ગ્રાહક સંખ્યા ટાઇપ કરીને કસ્ટમર કેરમાં મોકલી દો. એકવાર તમારો મોબાઇલ નંબર રજિસ્ટર થઈ જાય તો UID <આધાર નંબર> ટાઇપ કરીને એજન્સીના નંબરમાં આપો. તેનાથી પણ તમારો આધાર નંબર ગેસ કનેક્શશન સાથે લિંક થઈ જશે. જેવું લિંક થઈ જશે તો તમને કન્ફર્મેશનનો નંબર આવશે.
----------
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.