બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / know everything about vidhava sahay yojana gujarat

તમારા કામનું / વિધવા બહેનો માટે સહાય યોજનામાં કઈ રીતે ભરી શકાય છે ફૉર્મ? કયા ડોક્યુમેન્ટ જરૂરી, જાણો

Jaydeep Shah

Last Updated: 01:33 PM, 25 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિરાધાર વિધવા બહેનો સમાજમાં સમ્માનથી જીવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદેશ્ય સાથે ગંગા સ્વરૂપા યોજના અમલમાં મુકવામાં આવી છે.

  • ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો હેતુ 
  • વિધવા સહાય યોજનાની પાત્રતા 
  • વિધવા સહાય યોજનાના ડોક્યુમેન્ટ

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો હેતુ 

નિરાધાર વિધવા બહેનો સમાજમાં સમ્માનથી જીવી શકે તે માટે ગુજરાત સરકારના woman and child development department(WCD) દ્વારા વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદેશ્ય સાથે ગંગા સ્વરૂપા યોજના અમલમાં મુકવામાં આવી છે. વિધવા સહાય યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કરવામાં આવ્યું છે જેમાં વિધવા બહેનોને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે. વિધવા સહાય યોજના ગુજરાત રાજ્ય દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ચલાવવામાં આવે છે તથા કેંદ્ર સરકાર દ્વારા અને ગુજરાત રાજ્ય સંયુક્ત રીતે 'ઇન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શન સ્કીમ' ચલાવવામાં આવે છે. 

યોજનામાં સહાયની રકમ 
વિધવા વિદ્યાર્થીને દર મહીને લાભાર્થીના પોસ્ટ/બેંક ખાતામાં સીધા DBT  મારફતે 1250 રૂપિયા જમા કરવામાં આવે છે. 
વિધવા સહાય મેળવતા લાભાર્થીનું અકસ્માતે મૃત્યુ થતા સરકારશ્રીની ગુજરાત સામુહિક જૂથ સહાય અકસ્માત વવિમા યોજના અંતર્ગત વારસદારની રૂપિયા 1,00,000 મળવાપાત્ર છે. 
વિધવા સહાય મેળવનાર 18 થી 40 વર્ષની તમામ મહિલાઓને ફરજીયાતપણે 2 વર્ષમાં સરકારમાન્ય કોઈપણ ટ્રેડની તાલીમ મેળવવાની રહેશે. 

વિધવા સહાય યોજનાની પાત્રતા 
1. 18 વર્ષ કે તેથી વધારે ઉંમરની કોઈપણ નિરાધાર વિધવા મૃત્યુ પર્યંત લાભ મેળવી શકે છે. 
2. national social assistance programme હેઠળ  indira gandhi national widow pension scheme અંતર્ગત BPL લાભાર્થી જેમની 40 વર્ષથી વધારે વાય હોય તેવી વિધવા સ્ત્રીઓને આ યોજનાનો  લાભ મળી શકે છે. 
3. ગુજરાત સરકારની નિરાધાર વિધવા પેન્શન યોજના અંતર્ગત લાભાર્થી જેમની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોય તથા 40 થી વધુ વર્ષના BPL ન ધરાવતા હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. 
4. વિધવા સહાય મેળવવા માટે ગ્રામ્ય સ્તરે કુટુંબની વાર્ષિક આવક 1,20,000 તથા શહેરી વિસ્તાર માટે 1,50,000ની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે. 

વિધવા સહાય યોજનાના ડોક્યુમેન્ટ

  • પતિના મરણનો દાખલો 
  • આધારકાર્ડ 
  • રાશનકાર્ડની નકલ 
  • આવક અંગેનો દાખલો 
  • વિધવા હોવા અંગેનો દાખલો 
  • પુનઃ લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીનું પ્રમાણપત્ર 
  • અરજદારની ઉંમર અંગેના પુરાવા 
  • પાસપોર્ટ સાઈઝના બે ફોટા 
  • બેંક અથવા પોસ્ટ પાસબુક 

અરજી ફોર્મ ક્યા તથા કેવી રીતે ભરવું 


 ગુજરાત સરકાર દ્વારા વિધવા સહાય યોજના અન્વયે ઓનલાઈન અરજીઓ બાબતની કામગીરી ગ્રામપંચાયત ખાતે dijital gujarat portal પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. 

ગામ પંચાયત ખાતે VCE પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. 

1. સૌ પ્રથમ Vidhva Sahay Yojana Formની નકલ મેળવીને અરજી પર ગ્રામ પંચાયતના તલાટી પાસે સહી તથા સિક્કા કરાવીને VCEને આપવું. 
2. ગ્રામ પંચાયતના VCE દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન એંટ્રી કરવામાં આવશે. 

વિધવા સહાય યોજના હેલ્પલાઈન 
નંબર: 18002 335500 

યોજના ચાલુ રાખવા માટેની શરતો 
1. વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુનઃ લગ્ન કર્યા નથી તે અંગેનું તલાટીનું પ્રમાણપત્ર સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે. 
2. વિધવા સહાય યોજનાનો લાભ ચાલુ રાખવા હેતુથી લાભાર્થીઓએ કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં જમા કરાવવાનું રહેશે. 

યોજનાની અરજીનું સ્ટેટસ કેવી રીતે જાણવું?

  • સૌ પ્રથમ લાભાર્થી https://nsap.nic.in/  આ વેબસાઈટ ઓપન કરે. 
  • NSAP વેબસાઈટ ખોલ્યા બાદ REPORT માં જવું 
  • REPORTમાં beneficiary search, track and pay માં જવું. 
  • ત્યારબાદ pension payment details માં જવું. 
  • લાભાર્થી 3 રીતે પોતાની online application નું સ્ટેટસ જાણી શકશે. 
  • sanction order no/application no 
  • application name 
  • mobile no. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News gujarat ગુજરાત વિધવા સહાય યોજના Gujarat Government scheme
Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ