ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:35 PM, 9 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
રૂપિયાનું મુલ્ય ઘટવાને કારણે અમેરિકામાં ખર્ચમાં લગભગ 1.5- 2 લાખનો વધારો
રૂપિયાનું મુલ્ય ઘટવાને કારણે અમેરિકા માટે સરેરાશ વધારાના ખર્ચમાં વાર્ષિક 1.5 થી 2 લાખ રૂપિયાનો વધારો થયો છે. વિદેશોમાં મોંઘા થઇ રહેલા ભણતરનું કારણ ઇંગ્લેન્ડ, અમેરિકા અને ઓસ્ટ્રેલીયા જેવાં પ્રમુખ દેશો માટે ટ્યુશન ફીસમાં 10થી 20 ટકાનો વધારો થયો છે. સાથે જ ફ્લાઈટનાં ભાડા જેવા અન્ય ખર્ચમાં હાલના દિવસોમાં વધારો થયો છે.
ADVERTISEMENT
વિદેશોમાં ભણતર મોંઘુ થવા છતાં પણ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા જેવા ઘણા દેશોમાં લાખો ભારતીય વિદ્યાર્થીઓનાં વિઝા સ્વીકારવામાં આવ્યા નથી. વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા મળવામાં ખૂબ જ સમય લાગી રહ્યો છે, પણ જે વિદ્યાર્થીઓના વિઝાને સ્વીકૃતિ મળી ચુકી છે, તેમણે રૂપિયાના મુલ્ય ઘટવાને કારણે મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. વિદેશોમાં ભારતીય વિદ્યાર્થીઓને પી.જી. અને હોમ સ્ટેની કિંમતોમાં વધારાને કારણે રહેવાની જગ્યા શોધવામાં તકલીફ પડી રહી છે. સાથે જ મહામારી બાદ આ દેશોમાં મોટી સંખ્યામાં લોકોનાં આવવાને કારને મોંઘવારી પણ વધી છે.

ADVERTISEMENT
જર્મનીમાં ભણતર થયું સસ્તું
યૂકે, અમેરિકા અને કેનેડા જેવા લોકપ્રિય દેશોમાં અભ્યાસનાં વિઝા મળવામાં લાગી રહેલા લાંબા સમયનો ફાયદો જર્મનીને મળતો જોવા મળે છે. આમાં ભારતીય વિદ્યાર્થીઓનું હીત છે. હાલમાં જ જર્મન એકેડમિક એક્સચેન્જ સર્વિસનાં રીપોર્ટ અનુસાર, જર્મનીમાં અભ્યાસ માટે આવેલા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 2017માં 17,570થી 2021માં 34,134 થઇ ગઈ હતી.
ADVERTISEMENT
જર્મન સરકાર દ્વારા શિક્ષા પર સબસીડી આપવામાં આવે છે. અહીં રાજ્ય દ્વારા વિત્તપોષિત વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કરતા બધા જ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ટ્યુશન ફીસ નથી આપવી પડતી. આ વાત જર્મનીનાં ભારતીય વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા લાભોમાંથી એક છે. વિદેશોમાં મોંઘા થઇ રહેલા ભણતર વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ માટે આ એક રાહતની વાત છે.
.jpg)
ADVERTISEMENT
ઇંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલીયા જેવાં દેશો માટે ટ્યુશન ફીસમાં 10થી 20 ટકાનો વધારો
જર્મની જેવા દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે અલગ અલગ સિલેબસ પણ ઉપલબ્ધ છે, છતાં પણ વિદ્યાર્થીઓ ભણતર માટે અલગ અલગ દેશની પસંદગી કરે છે. વિદેશ અભ્યાસ માટે ભારતના સૌથી મોટા સમુદાય આધારિત પ્લેટફોર્મ યોકેટના સહ-સ્થાપક સુમિત જૈનના જણાવ્યા અનુસાર, રૂપિયામાં ઘટાડાને કારણે યુએસ માટે સરેરાશ વધારાના ખર્ચમાં વાર્ષિક રૂ. 1.5-2 લાખનો વધારો થયો છે. આમ છતાં વિદ્યાર્થીઓ વિચાર્યા વગર નિર્ણય લેતા નથી. કેટલીકવાર જ્યારે વિદ્યાર્થીઓ કેનેડિયન શાળાઓમાં જ અરજી કરે છે, ત્યારે તેઓ દેશો બદલતા નથી. તેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષણ પછી PR લેવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અન્ય દેશો તરફ ધ્યાન આપવાનો કોઈ અર્થ નથી. ઘણા વિદ્યાર્થીઓ વિકલ્પો ખુલ્લા રાખે છે અને શિક્ષણ પર વધુ ધ્યાન આપે છે. તેઓ અન્ય વિકલ્પો પણ ધ્યાનમાં લે છે. અમેરિકાએ STEM સિલેબસમાં ખૂબ સારું કર્યું છે. નોન STEM માટે શકીએ કે યુકે અને ઓસ્ટ્રેલિયા વધુ વિદ્યાર્થીઓ મેળવશે.
ADVERTISEMENT

ઘણા દેશોએ કોવિડ પ્રતિબંધો હટાવી દીધા છે. ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ અનુસાર, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા, યૂકે, આયરલેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 2022ની શરૂઆતમાં એક મિલિયન હતી, જે મહામારી પહેલાના સ્તરોથી લગભગ બમણી છે. પહેલાની સરખામણીમાં આવેદનોની સંખ્યા ઘણી વધી ગઈ છ, જે કારણે હવે વિઝા મળવામાં પણ સમય લાગી રહ્યો છે. કોલકાતાનાં નિવાસી એક વિદ્યાર્થી ઘોષે કહ્યું કે અહીંથી વિઝા મળવામાં લગભગ 440 દિવસ લાગી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો