ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
રણબીર અને આલિયા સ્ટારિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું સોન્ગ કેસરિયા રિલીઝ થઇ ગયુ છે. 17 જુલાઇએ રિલીઝ થયેલા આ સોંગને 24 કલાકમાં જ 18 મિલિયનથી વધારે વ્યૂ મળી ગયા છે. આ સોન્ગ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યુ છે. પરંતુ જનતાની પીન આ સોન્ગના એક વર્ડ પર અટકી ગઇ છે અને તે છે લવ સ્ટોરિયા.. હાલમાં આ ગીતને સોશિયલ મી઼ડિયામાં જબરદસ્ત ટ્રોલ કરવામાં આવી રહ્યુ છે અને તેના ફની મિમ્સ બની રહ્યા છે. મહત્વનુ છે કે અરિજીત સિંહે 'કેસરિયા' ગીત ગાયું છે. લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્યના છે અને પ્રિતમે કમ્પોઝ કર્યું છે.
ADVERTISEMENT
twitter users after listening to kesariya pic.twitter.com/g2PNw3UAsb
— αdil (@ixadilx) July 17, 2022
ADVERTISEMENT
નવીન કુકરેજા નામના ટ્વિટર યુઝરે લખ્યું, તમારું જીવન 'કેસરિયા તેરા ઈશ્ક હૈ પિયા' ખૂબ જ સુંદર છે, કોઈ પણ 'લવ સ્ટોરી' તેને બગાડવા ન દો.
Your life is as beautiful as “Kesariya Tera Ishq Hai Piya”, don’t let any “Love Storiya” ruin it for you.
— Naveen Kukreja (@NaveenRKukreja) July 17, 2022
ADVERTISEMENT
કોઈએ વિમલ ઈલાઈચીની જાહેરાત શેર કરી અને તેને 'કેસરિયા'નું શ્રેષ્ઠ વર્ઝન જણાવ્યુ.
ADVERTISEMENT
the best version of kesariya.. pic.twitter.com/2WcOi4PQdw
— αdil (@ixadilx) July 17, 2022
ADVERTISEMENT
પુલકિત કોચર નામના યુઝરે 'લવ સ્ટોરી'ને રાજીવ મસંદના એક્ટર્સ રાઉન્ડટેબલ સાથે જોડી છે. તેણે રાજકુમાર રાવ, અક્ષય કુમાર, ઈરફાન અને આયુષ્માનની વચ્ચે બેઠેલા વરુણ ધવનને આ ઈન્ટરવ્યુની 'લવ સ્ટોરી' તરીકે ગણાવ્યો.
Rest of the lyrics v/s Love Storiya in Kesariya pic.twitter.com/jztaAIdsDz
— Pulkit Kochar (@kocharpulkit) July 17, 2022
ADVERTISEMENT
'જગ્યા ક્યાં છે'ના મેમમાં કોઈએ ગીતને ફિટ કરી દીધું.
Love Storiya Trying To Get A Place In Kesariya Song: pic.twitter.com/Qkro1UvaJj
— Puru (@puru69) July 17, 2022
એક યુઝરે પંચાયતના મીમનો ઉપયોગ કરીને લખ્યું,.
#Kesariya love storiya 🙄
— SURYA (@Suryasaharan) July 17, 2022
Public to lyricist pic.twitter.com/l4L6JbV5gV
એક યુઝરે લખ્યું,કેસરિયા પહેલી કેસરી વસ્તુ નથી જેણે લોકોને નિરાશ કર્યા હોય.
Kesariya isn't the first saffron thing that failed to meet people's expectations.
— Kanhaiya West (@_IamSHK__) July 17, 2022
અમિતાભ ભટ્ટાચાર્ય આવા પ્રયોગો કરવા જાણીતા
કેસરિયા સોન્ગમાં હિંદી અને ઉર્દૂ વચ્ચે ઇંગ્લિશ વર્ડ લવસ્ટોરીયા લોકોને ખટકી રહ્યો છે. લોકોનુ એમ માનવુ છે કે પ્રેમ કહાનિયા કે ઇશ્કેદારિયા જેવો કોઇ શબ્દ હોત તો સારુ રહેત. જો કે અમિતાભ ભટ્ટચાર્યએ આ પ્રકારનો અખતરો પહેલીવાર નથી કર્યો. તેઓ આવા પ્રયોગો કરવા માટે જાણીતા છે. તેમના દ્વારા લખાયેલા ઘણા ગીતો આ કારણે યાદગાર બની ગયા. 'એ દિલ હૈ મુશ્કિલ'નું 'ધ બ્રેકઅપ સોંગ' જેવું. ફિલ્મ 'દેવ ડી'નું 'ઈમોશનલ અત્યાચાર' તેમની કારકિર્દીના સૌથી ચર્ચિત ગીતોમાંથી એક છે. હિન્દી ગીતોમાં અંગ્રેજી શબ્દોનું ફ્યુઝન નવું નથી. તે ઘણા પ્રસંગોએ ગીતોનો આકર્ષક ભાગ પણ બની ગયો છે. વરુણ ગ્રોવરની 'ઓ વુમનિયા' યાદ કરો. અથવા Do me a favour let's play holi વિના તો હોળી પુરી ન થાય. પરંતુ આ ગીતોમાં અંગ્રેજી વર્ડ મિક્સ થઇ જાય છે જ્યારે કેસરિયામાં તેમ થઇ ન શક્યું.
અન્ય ભાષામાં કેસરિયા સોન્ગ લવસ્ટોરી ફ્રી
'કેસરિયા' હિન્દી ઉપરાંત તેલુગુ, કન્નડ, મલયાલમ અને તમિલ ભાષામાં પણ રિલીઝ થઈ હતી. આ તમામ વર્ઝન સિડ શ્રીરામ દ્વારા ગાયા છે. 'કેસરિયા' કરતાં સિડ દ્વારા ગાયેલા ગીતોની વધુ પ્રશંસા થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે આ ગીતો 'લવ સ્ટોરીઝ' ફ્રી છે. તમે સિડ શ્રીરામના ગીતો પણ સાંભળ્યા જ હશે. તેણે 'પુષ્પા'ના હિટ ગીત 'શ્રીવલ્લી'નું ઓરિજિનલ વર્ઝન ગાયું હતું. આ સાથે મલયાલમ ફિલ્મ 'ઈશ્કઃ નોટ અ લવ સ્ટોરી' માટે રેકોર્ડ કરાયેલ તેનું ગીત 'પરયુવન' પણ ઘણું સાંભળવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ