ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / katch banni grassland birds

ઋતુ / કચ્છના ઘાસિયા મેદાનોની મહેમાનગતિ માણશે લાખો યાયાવર પક્ષીઓ, શરૂ કર્યું સ્થળાંતર

Published By: Mehul

Last Updated: 09:58 PM, 13 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે શિયાળાની ઋતુ શરૂ થવાની તૈયારીમાં છે. ત્યારે રાજ્યમાં જ્યાં સૌથી મોટા પ્રમાણમાં યાયાવર પક્ષીઓ મહેમાન બને છે તે, કચ્છના બન્નીના ઘાસિયા મેદાનો પક્ષીઓને આવકારવા માટે બિલકુલ તૈયાર છે. આ વર્ષે વરસેલા પર્યાપ્ત વરસાદના કારણે કચ્છના ઘાસિયા મેદાનો પક્ષીઓ માટે સમૃદ્ધ બની ગયા છે. ત્યારે આ વખતે યાયાવર પક્ષીઓ કચ્છની ધરાની સારી રીતે મહેમાનગતિ માણી શકશે.

ADVERTISEMENT

  • કચ્છના બન્નીના ઘાસિયા મેદાનો પક્ષીઓને આવકારવા માટે બિલકુલ તૈયાર
  • કચ્છમાં રણ, દરિયો અને જંગલ વિસ્તાર એકી સાથે જોવા મળે છે
  • કચ્છ જિલ્લામાં દર વર્ષે લાખો યાયાવર પક્ષીઓ મહેમાન બનતા હોય છે

 

ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશાળ એવા કચ્છ જિલ્લામાં દર વર્ષે લાખો યાયાવર પક્ષીઓ મહેમાન બનતા હોય છે. કચ્છ એક એવો જિલ્લો છે જ્યાં રણ, દરિયો અને જંગલ વિસ્તાર એકી સાથે જોવા મળે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ કચ્છમાં આવતાં હોય છે. 

જો કે, છેલ્લા ચાર વર્ષથી નહીવત વરસાદને કારણે યાયાવર પક્ષીઓની સંખ્યામાં કચ્છમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ચાલુ વર્ષે સારા એવા વરસાદથી અહીં બન્નીના મેદાનો ઘાસથી લીલાછમ્મ થઇ ગયા છે. અને પાણીનો પણ વિપુલ પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. આવી સમૃદ્ધિ હોય તો પછી પક્ષીઓને બીજુ શું જોઇએ. આથી જ તો દર વર્ષે કચ્છના મહેમાન બનતા યાયાવર પક્ષીઓએ મોટા પ્રમાણમાં કચ્છ તરફ સ્થળાંતરણ શરૂ કરી દીધું છે.

 

હાલ કચ્છમાં સાઇબિરીયાથી કુંજ નામના પક્ષીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. અન્ય પક્ષીઓની વાત કરીએ તો સુરખાબ, પેલીકન, યુરોપિયન રોલર, સમડી, બાજ જેવા યાયાવર પક્ષીઓનું પણ કચ્છમાં આગમન શરૂ થઈ ચૂક્યું છે. ગત વર્ષે વરસાદનું પ્રમાણ નહિવત રહેતાં જળાશયો સુકાયા હતા જેના લીધે રૂપકડા પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. 

જો કે, જૈવિક પર્યાવરણ તંત્રની વાત ન્યારી છે. વિતેલા દુકાળના વર્ષોમાં છારીઢંઢ વિસ્તારમાં જલદીથી પાણી સુકાઈ જતાં ઊંદરોની સંખ્યા વધી ગઈ હતી. તેના લીધે શિકારીપક્ષીઓનું આગમન પ્રમાણમાં વધ્યું હતું. પરંતુ આ વર્ષ ઘાસના બીજ પર આધાર રાખનારા પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે અને તેમાં વધારો થશે તેવી આશા છે.

હજારો કિલોમીટર દૂરથી સ્થળાંતરણ કરીને આવતા યાયાવર પક્ષીઓનું કચ્છમાં આગમનની શરૂઆત સારી થઈ છે. તો આ તરફ છારીઢંઢ તેમજ વેકારીયાના રણ પણ જાણે પક્ષીઓને આવકારવા થનગની રહ્યા હોય તેવું લાગ છે. એ જોતાં કચ્છમાં પક્ષીઓની સંખ્યામાં અને પક્ષીપ્રેમીઓની સંખ્યામાં પણ ભારે ધસારો રહેશે જ તેમાં શંકાને કોઈ સ્થાન નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Banni Grassland Gujarati News Gujrati news katch કચ્છ ગુજરાતી ન્યૂઝ Season

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ