બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Politics / Karti Chidambaram hints change of guard at Finance Ministry

ગણગણાટ / કાર્તિ ચિદમ્બરમની ટ્વિટ બાદ દેશના નવા નાણામંત્રી તરીકે કે.વી કામથના નામની ચર્ચાએ જોર પકડ્યું

Hiren

Last Updated: 12:03 AM, 31 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના વાયરસના કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે અને આ દરમિયાન નિર્મલા સીતારમણની જગ્યાએ દેશના નાણામંત્રી તરીકે કે.વી કામથની નિમણૂક કરાય તેવી ચર્ચાએ જોર પકડ્યું.

  • લૉકડાઉન વચ્ચે નાણામંત્રી બદલાય તેવી ચર્ચા
  • કે.વી કામથની નવા નાણામંત્રી તરીકે નિમણૂંકની ચર્ચા
  • કાર્તિ ચિદમ્બરમે પણ સ્પષ્ટ સંકેત આપતી ટ્વિટ કરી

લૉકડાઉન અને કોરોના સંકટમાં જ્યાં દેશ આર્થિક ભીંસથી પસાર થઈ રહ્યો છે ત્યારે હાલમાં એક અફવાએ જોર પકડ્યું છે તેવું કહી શકાય. પરંતુ જો આ અફવાને સાચી માનવામાં આવે તો કે.વી કામથની નિર્મલા સીતારામણની જગ્યાએ દેશના નવા નાણામંત્રી તરીકે નિમણૂક કરી શકાય છે. આ ચર્ચાને વધુ જોર ત્યારે મળ્યું જ્યારે કોંગ્રેસ નેતા પી.ચિંદમ્બરમના પુત્ર અને સાંસદ કાર્તિ ચિદમ્બરમે પણ સ્પષ્ટ સંકેત આપતી ટ્વિટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક સમયથી આ વાતો સમયાંતરે ઉડતી રહી છે. આ અગાઉ મોદી સરકારના સામાન્ય બજેટ બાદ નિર્મલા સીતારામણની જગ્યાએ કે.વી કામથને નાણામંત્રી બનાવવાની વાત વહેતી થઈ ચૂકેલી છે. ત્યારે ફરી એક વખત દિલ્હીમાં આ ચર્ચાએ જોર પકડ્યું છે. 

મહત્વનું છે કે આ સપ્તાહની શરૂઆત સુધી 72 વર્ષીય કે.વી કામથ 2015માં BRICS દેશોની ન્યૂ ડેવલપમેન્ટ બૅંક (NDB)ના ચૅરમેનપદે કાર્યરત હતાં. તેમના સ્થાને હવે બ્રાઝિલના માર્કોસ પ્રાડો ત્રોજ્યો ચેરમેનપદે નિયુક્ત થયાં છે. 

ચર્ચાએ જોર કેમ પકડ્યું

આ ચર્ચાઓનું જોર પકડવાનું મુખ્ય કારણ કે.વી કામથની PM મોદી સાથેની મુલાકાત છે. તેમણે તાજેતરમાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે પણ આ જ વાતનો સંકેત આપતી એક ટ્વિટ કરી હતી. જેના બાદ ચર્ચાએ દિલ્હીમાં વધુ જોર પકડ્યું હતું.

કોણ છે કે.વી કામથ?

કે.વી કામથ એક જાણીતા બૅન્કર છે અને તેઓ BRICS બૅંકના ચેરમેન બન્યાં તે અગાઉ ઈન્ફોસીસના ચૅરમેનપદે પણ રહી ચૂક્યાં છે. તેમણે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ બ્રિક્સના પાંચ સભ્યોના નેતૃત્વ હેઠળની નેશનલ ડેવલપમેન્ટ બૅંક (NDB)ના અધ્યક્ષપદેથી ગત બુધવારે પદ છોડ્યું હતું. બ્રિક્સ દેશોની નવી બૅંકોનું એકીકરણ કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. કામથને સ્ક્રૅચથી બહુપક્ષીય લોન આપનારી સંસ્થાના નિર્માણ કરવાનો મુખ્ય શ્રેય આપવામાં આવે છે. 

જો મોદી સરકાર દેશમાં ચાલી રહેલી આર્થિક કટોકટીની વચ્ચે હાલમાં કે.વી કામથને નાણામંત્રી તરીકે લાવે છે તો સ્ટોક માર્કેટમાં ચોક્કસપણે હકારાત્મક અસર જોવા મળશે તેમ પણ કહેવામાં આવી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ