ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / kangana ranaut film dhaakad hd print gets leak

નુકસાન / બોલિવુડની ધાકડ ગર્લની ફિલ્મ રિલીઝના દિવસે જ થઇ ગઇ લીક, કેટલીક વેબસાઇટ પર HD પ્રિન્ટ વાયરલ

Published By: Khyati

Last Updated: 05:51 PM, 20 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગના રનૌત છેલ્લે ફિલ્મ 'થલાઈવી'માં જોવા મળી હતી. તેના શાનદાર અભિનય છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ બતાવી શકી નથી. હવે કંગનાને ફિલ્મ 'ધાકડ'થી ઘણી આશાઓ છે.

ADVERTISEMENT

  • કંગનાની મૂવી ધાકડ થઇ લીક
  • કેટલીક વેબસાઇટ પર થઇ લીક
  • HD પ્રિન્ટમાં લીક થઇ ફિલ્મ, મેકર્સને થશે નુકસાન

બોલિવુડની ધાકડ ગર્લની ધાકડ ફિલ્મ આજે રિલીઝ થઇ ચૂકી છે.  ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ વખાણી રહ્યા છે. પરંતુ ફિલ્મને લઇને એક  ખરાબ સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ કંગના રનૌતની ફિલ્મ ધાકડ લીક થઇ ગઇ છે અને તેને કારણે મેકર્સને ઘણુ નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. 

કંગના રનૌતની 'ધાકડ' લીક થઈ

કંગના રનૌતની ફિલ્મ 'ધાકડ' ઘણી વેબસાઈટ દ્વારા એચડી પ્રિન્ટમાં લીક કરવામાં આવી છે. ત્યારે સ્વાભાવિક છે કે ફિલ્મના વ્યવસાયને નુકસાન થઈ શકે છે, કારણ કે લોકો આ ફિલ્મને થિયેટરોમાં જોવાને બદલે તેને ઑનલાઇન ડાઉનલોડ કરીને જોવાનું શરૂ કરશે. જો કે, આ ફિલ્મ એટલા મોટા લેવલ પર બનાવવામાં આવી છે કે તેને લેપટોપ કે મોબાઈલ પર નહીં પરંતુ થિયેટરમાં જોવાની મજા આવશે.

આ ફિલ્મો પણ પહેલા દિવસે જ થઇ હતી લીક

બોલિવૂડમાં એવી ઘણી ફિલ્મો છે જે રિલીઝના પ્રથમ દિવસે જ લીક થઇ ગઇ હોય. ધાકડ સિવાય પણ અગાઉ 'ભૂલ ભુલૈયા 2', 'હીરોપંતી 2', 'રનવે 34', 'અર્ચયા' અને રણવીર સિંહની 83 જેવી ફિલ્મો પણ રિલીઝના દિવસે ઓનલાઈન લીક થઈ ગઈ હતી..

 

ધાકડમાં આ સ્ટાર્સે કર્યું છે કામ

કંગના રનૌતની 'ધાકડ' એક સ્પાય-થ્રિલર ફિલ્મ છે, જેનું નિર્દેશન રજનીશ ઘાઈએ કર્યું છે. તે દીપક મુકુટ અને સોહેલ મકલાઈ દ્વારા નિર્મિત છે. કંગના રનૌતની આ પહેલી એક્શન ફિલ્મ છે, જેમાં તેણે ખતરનાક સ્ટંટ કર્યા છે. આ ફિલ્મમાં કંગના ઉપરાંત અર્જુન રામપાલ અને દિવ્યા દત્તાએ કામ કર્યું છે, જેઓ નેગેટિવ રોલમાં છે. મહત્વનું છે કે કંગના છેલ્લે થલાઇવીમાં જોવા મળી હતી. પરંતુ આ ફિલ્મ જોઇએ એવુ સારું પ્રદર્શન કરી શકી નહી. ત્યારે હવે ધાકડ ફિલ્મ લીક થતા આ ફિલ્મને કેવી અસર પહોંચે છે તે જોવુ રહ્યું.

કંગનાએ કર્યા ખતરનાક એક્શન સીન 

જણાવી દઈએ કે, કંગના રનૌતની ફિલ્મ 'ધાકડ' આજે એટલે કે 20 મે ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને ક્રિટિક્સથી સારા રિવ્યુઝ મળી રહ્યા છે. આ ફિલ્મમાં કંગના રનૌતે 'એજેન્ટ અગ્નીનો' રોલ પ્લે કર્યો છે.અને ખાસ વાત આ છે કે, તે પહેલી વાર ખતરનાક સ્ટંટ કરતી નજરે પડશે.આ ફિલ્મમાં એક્શન ફિલ્મ માટે તેઓએ કેટલાય મહિનાઓ સુધી ટ્રેનિંગ લીધી હતી. જેની ઝલક તે દરરોજ સોશ્યિલ મીડિયા પર જોવા મળે છે. 

ભુલભુલૈયા-2  સાથે  ક્લેશ થઈ ધાકડ

આ ફિલ્મમાં કંગના રનૌત, અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ છે. આ મૂવી બોક્સ ઓફિસ પર, કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની 'ભૂલ ભુલૈયા 2' સાથે ટકરાઈ રહી છે. બંને ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ છે. જો કે બંને ફિલ્મો અલગ અલગ ઝોનરની છે. કંગનાની 'ધાકડ' એક્શન ફિલ્મ છે તો, કાર્તિકની 'ભૂલ ભુલૈયા 2' હોરર કોમેડી. છેલ્લા સમયે કંગના રનૌત 'થલાઈવી' ફિલ્મમાં જોવા મળી હતી. જોકે આ મુવીને બોક્સ ઓફિસ પર કોઈ ખાસ રિસ્પોન્સ  મળ્યો ન હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Dhaakad kangna ranaut કંગના રનૌત ફિલ્મ લીક Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ