ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આપણે સોશિયલ મીડિયામાં રોજબરોજ અનેક વીડિયો જોઇએ છીએ તેમાંથી ઘણા એવા વીડિયો હોય કે હસી હસીને આપણે લોટપોટ થઇ જઇએ. તો ઘણા વીડિયો એવા પણ હોય છે કે જે વારંવાર જોવાનું મન થાય. ત્યારે સોશિયલ મીડિયામાં આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક ડ્રમર માતાજીના જાગરણના કાર્યક્રમમાં વિચિત્ર રીતે ડ્રમ વગાડી રહ્યો છે. જેને કારણે લોકો તેની મજાક ઉઠાવી રહ્યા છે. આ વીડિયોએ કેનેડિયન પોપ સિંગર જસ્ટિન બીબરનું પણ ધ્યાન ખેંચ્યું. વીડિયોમાં દેખાતો વ્યક્તિ વિચિત્ર રીતે ડ્રમ વગાડે છે. આ વીડિયોને તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો.
જસ્ટિન બીબરે ભારતીય ડ્રમરનો વીડિયો કર્યો શેર
ADVERTISEMENT
ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બીબરે તેના મિત્ર અને ડ્રમર ડેવોન ટેલરને ટેગ કર્યો છે. આ વીડિયોને 8 જુલાઈના રોજ રંગીલે હરિયાણવી નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી હતી. ટેલરને ટેગ કરતાં, બીબરે લખ્યું, "@stixxtaylor, હું આગામી શો કરવા માટે તમારી રાહ જોઈ રહ્યો છું." વીડિયોમાં જોઇ શકાય છે કે ઘણા માઇભક્તો માતાજીની ભક્તિમાં લીન થયા છે તો ઘણા લોકો ભક્તિરંગ કાર્યક્રમને માણી રહ્યા છે. આ દરમિયાન ડ્રમ વગાડતા એક વ્યક્તિએ લોકોનું ધ્યાન દોર્યું. કારણ કે તે ડ્રમ વગાડતા વગાડતા કૂદી રહ્યો હતો. આવો ડ્રમર તો આપણે કદાચ પહેલી વાર જોયો હશે કે જે ડ્રમ વગાડવાની સાથે પોતે પણ આનંદ માણી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઇન્સ્ટાગ્રામ યુઝર્સે આ પ્રકારની કેટલીક પ્રતિક્રિયાઓ આપી હતી
વીડિયોના કોમેન્ટ સેક્શનમાં પણ ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. બીબરની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જોયા પછી, ઘણા યુઝર્સ વિડિઓ પર રીડાયરેક્ટ કરવામાં આવ્યા હતા. એક યુઝરે લખ્યું, 'જસ્ટિન બીબરે પણ આવું કંઈક કરવું જોઈએ.' અન્ય યુઝરે લખ્યું, 'આ રીતે તમારા કામનો આનંદ લો.' એક વ્યક્તિએ તો મજાકમાં લખ્યું હતું કે, 'પાપાનું જિન.' તે જ સમયે, ઘણા લોકોએ કોમેન્ટ બોક્સમાં લખ્યું છે કે જસ્ટિસ બીબરે આ વીડિયો તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મૂક્યો હતો.
ADVERTISEMENT
આ વર્ષના જૂનમાં, બીબરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને ચાહકોને જાણ કરી હતી કે તેને રૈમસે હંટ સિન્ડ્રોમ હોવાનું નિદાન થયું છે. આ એક એવી સ્થિતિ છે જે ચહેરાના આંશિક લકવોનું કારણ બને છે. વીડિયોમાં સિંગરે કહ્યું કે તે ચહેરાની કસરત કરી રહ્યો હતો અને ત્યારે જ આવું થયું.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT