ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / junagadh ghed flood gujarati news
ADVERTISEMENT
ADVERTISEMENT
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં જળ અને માત્ર જળ નજરે પડી રહ્યું છે. ઓઝત નદીના ધસમસતા પાણી ઘેડ પંથકના લાંગડ, ઓસા, બાલગામ અને પાદરડી ગામ, તથા ભાથરોડ ગામમાં ઘૂસી ગયા છે જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ટ્રેક્ટર જેવા વાહનો, ઊંટ ગાડીઓ, મકાનો અને ખેતી બધા પર પાણી ફરી વળ્યા છે.
ADVERTISEMENT
લાંગડ ગામમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો ક્યાંક મકાનો પણ જમીન દોસ્ત થઈ ગયા છે. સામાન્ય વ્યવહાર માટે પણ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. ઘેડ પંથકના ઓસા ગામમાં જાણે દરિયો ફરી વળ્યો હોય તેવા દ્રશ્યો નજરે ચડતા હતા. શું ખેતર કે શું ગામ જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. ખેતી તો જાણે લીલા દુકાળમા નષ્ટ થઈ ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.
ADVERTISEMENT
ઓસમ ગામે ખેતરમાં પાણી ફરી વળતા મગફળીનો મોટાભાગનો પાક નષ્ટ થઈ ગયો છે. જો હજુ પણ થોડા દિવસોમા પાણી નહી ઊતરે તો બાકી રહી ગયેલો પાક પણ ખેડૂતોના હાથમાંથી છીનવાઈ જશે તેવું ખૂડૂતોનું કહેવું છે.
સંકળાયેલા મુદ્દાઓ