ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
તારકમહેતા કા ઉલ્ટા ચશ્મા આ કોઇ સિરીયલ નહી પરંતુ ઇમોશન છે આવુ ઘણા લોકોથી સાંભળ્યુ છે.ઘરે સાંજે જમવા બેઠા હોઇએ ત્યારે તારક મહેતા શો ચાલતો જ હોય. પરંતુ દિવસ જાય તેમ શોમાંથી મૂળ પાત્રો ગાયબ થતા જાય છે. દયાભાભી, રોશનસિંગ સોઢી, અંજલિ ભાભી આ બધા કેરેક્ટર બદલાઇ ગયા છે. ત્યારે હવે તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા આશો છોડી રહ્યા છે તેવુ સામે આવતા જ સોશિયલ મીડિયામાં જેઠાલાલ પર મિમ્સ વાયરલ થઇ રહ્યા છે. જેઠાલાલ એકલા પડી ગયા હોવા પર કોઇએ દુઃખ વ્યક્ત કર્યુ તો કોઇ મજાકિયા અંદાજમાં કમેન્ટ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર
ADVERTISEMENT
હાલમાં, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મુખ્ય પાત્ર જેઠાલાલને લઈને સોશિયલ મીડિયા પર રમૂજી ટિપ્પણીઓનો ભરપૂર થઇ રહી છે.. લોકો હવે ઘણા ફની મીમ્સ શેર કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું - 'જેઠાલાલ ધીમે ધીમે એકલા પડી રહ્યા છે'.
#TaarakMehtaKaOoltahChashmah
— Aao kabhi Chai Pe ☕ (@TrivediSamarpit) May 17, 2022
At the end ye prove ho gya ki "sab koi chhod ke chala jaata hai , hum akele reh jaate hain".
Pehle beta, fir biwi, fir param mitra!💔
I'm with you Jethiya bro🥺❤️#jethalal #SaileshLodha #TMKOC pic.twitter.com/3vUb6zBhKW
ADVERTISEMENT
તો બીજા યુઝરે પણ ફની કોમેન્ટ કરી. જેઠાલાલની ઉદાસી તસવીર સાથે તેણે લખ્યું - 'પહેલા પુત્ર, પછી પત્ની, અને હવે શ્રેષ્ઠ મિત્ર. હું તમારી સાથે છું જેઠિયા ભાઈ.’
ADVERTISEMENT
Jethalal right now: #TaarakMehtaKaOoltahChashmah #ShaileshLodha pic.twitter.com/jSnpF7F2ZA
— Andy (@iamandy1987) May 17, 2022
ADVERTISEMENT
આ સાથે જ એક યુઝરે જેઠાલાલની અલગ-અલગ પ્રતિક્રિયાઓની તસવીરોનો કોલાજ બનાવ્યો અને લખ્યું- 'જેઠાલાલની હાલત'
ADVERTISEMENT
Fans of #tarakmehtakaultachashma after seeing #news of #ShaileshLodha quitting the show pic.twitter.com/SBm2onTu6e
— Arunabh Jha (@arunabh_jha2) May 17, 2022
શું ખરેખર શૈલેષ લોઢાએ શૉ છોડ્યો ?
મળતી માહિતી મુજબ છેલ્લા એક મહિનાથી શૈલેષ લોઢા આ શૉનું શૂટિંગ કરી રહ્યા નથી. તેઓ શૉ માટે સાઈન કરેલી નવી ડીલથી તે બહુ ખુશ નથી, તેથી તેમણે હવે નારાજગી વ્યક્ત કરીને શો છોડવાનો નિર્ણય લીધો છે તેવું સામે આવ્યું છે. શૈલેષ લોઢા છેલ્લા 14 વર્ષથી આ શોનો ભાગ છે. અને આ પાત્રમાં તેમને ખૂબ પસંદ પણ કરવામાં આવે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તે જ સમયે, શોના મેકર્સ અને શૈલેષ લોઢાએ પણ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
સંકળાયેલા મુદ્દાઓ