ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / અજબ ગજબ / બોલિવૂડ / japanese girls dance video on kala chashma song is getting viral

વાયરલ / બોલીવુડ સોંગ કાલા ચશ્માં પર જાપાની છોકરીઓએ કર્યો શાનદાર ડાન્સ , વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ

Published By: Jaydeep Shah

Last Updated: 12:57 PM, 5 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ સોંગ કાલા ચશ્માં પર જાપાની છોકરીઓનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ADVERTISEMENT

  • કાલા ચશ્માં પર જાપાની છોકરીઓનો વિડીયો વાયરલ 
  • બોલીવુડ સોંગ પર જાપાની છોકરીઓએ કર્યો ડાન્સ 
  • સોશિયલ મીડિયા યુઝર્સે આપી જાતજાતની પ્રતિક્રિયા 

કાલા ચશ્માં પર જાપાની છોકરીઓનો વિડીયો વાયરલ 

બોલીવુડ ફિલ્મ  બાર બાર દેખોનાં ગીત કાલા ચશ્માંનો નશો હજુ પણ લોકોના માથા પર સવાર છે. આ સુપરહિટ ગીત પર રોજ કંઈકને કંઈક વાયરલ થતું જ  રહે છે.હવે જાપાનની છોકરીઓનું એક ગ્રુપ આ ગીત પર જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળ્યું. આ છોકરીઓનો એક મજેદાર ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Quick Style (@thequickstyle)

દસ છોકરીઓએ કર્યો કાલા ચશ્માં પર ડાન્સ 
આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર ક્વિક સ્ટાઈલ નામના હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. વિડીયોમાં લગભગ 10 છોકરીઓનું ગ્રુપ જોવા મળે છે, જે કાલા ચશ્માં પર ડાન્સ કરતુ જોવા મળે છે. ખાસ વાત એ છે કે આ છોકરીઓ સ્કૂલની લાગી રહી છે કેમકે સૌના કપડા એકસમાન જ છે અને હેરસ્ટાઈલ પણ સમાન છે. 

એક એક ધમાકેદાર સ્ટેપ 
આ ડાન્સની વધુ એક ખાસ વાત એ પણ છે કે તેમણે આ ગીતનાં એક એક સ્ટેપને શાનદાર અંદાજમાં કર્યો છે. પહેલા એક છોકરી ફ્લોર પર સ્ટેપ કરતી જોવા મળી, જ્યાર બાદ બધી સાથી છોકરીઓએ તેનો સાથ આપ્યો અને પછી અન્ય છોકરીએ આગળનો સ્ટેપ બતાવ્યો. છેલ્લે બધી છોકરીઓએ એકસાથે સ્ટેપ કરીને શાનદાર ડાન્સ બતાવ્યો. 

કાલા ચશ્માં પર વાયરલ વિડીયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વિડીયો પર લોકોના જાતજાતના રીએક્શન પણ સામે આવ્યા છે.  
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News viral video વાયરલ વીડિયો Viral Video

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ