ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'ગિફ્ટ આપવાના બહાને વડતાલના આ સ્વામીએ મારી સાથે..' યુવતીના ગંભીર આરોપથી હડકંપ

VIDEO / 'ગિફ્ટ આપવાના બહાને વડતાલના આ સ્વામીએ મારી સાથે..' યુવતીના ગંભીર આરોપથી હડકંપ

Last Updated: 06:27 PM, 8 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jagat Pawan Swami: જગત પાવન સ્વામી સામે એક યુવતીએ ગંભીર આક્ષેપ કર્યા છે કે, તેની સાથે ફોન પર અભદ્ર વાતચીત કરી તેમજ 2016માં ગિફ્ટ આપવાના બહાને રૂમમાં બોલાવી હતી

ADVERTISEMENT

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામી વિવાદોમાં ઘેરાયા છે. જગત પાવન સ્વામી સામે એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા મુદ્દો ચર્ચિત બન્યો છે. વાડી પોલીસ સ્ટેશને યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી સ્વામીને શોભે ન તેવા ગંભીર આક્ષેપો કર્યા છે.

જગત પાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના 3 સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે. પીડિત સગીર અવસ્થામાં હતી ત્યારે તેની સાથે સ્વામીએ દુષ્કર્મ આચર્યું હતું. વડતાલના સ્વામિનારાયણના કોઠારી સ્વામી તરીકે ફરજ બજાવતા જગત પવન સ્વામી સામે યુવતીએ આક્ષેપ કર્યા છે. 2016માં 14 વર્ષની સગીર સ્વામિનારાયણ મંદિર ખાતે રહેવા ગઇ હતી. જગતપવન સ્વામી સગીરીના પિતાને જાણતા હતા. વિદેશમાં ગયા ત્યારે સગીર માટે જગતપાવન સ્વામી ગિફ્ટ લાવવાની વાતો કરતા હોવાનું ફરિયાદમાં પીડીતે જણાવ્યું છે.

વાંચવા જેવું: કોણ મૂકી ગયું? દ્વારકામાં 16 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત! હર્ષ સંઘવીએ કામગીરી વખાણી

સત્સંગીઓમાં રોષ

પીડિત સાથે ફોન પર અભદ્ર વાતો કર્યાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. આ મામલે એચ પી સ્વામી, કેપી સ્વામીએ મદદ કરી હોવાનું પણ યુવતીએ કહ્યું છે. ત્યારે પીડીતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દુષ્કર્મની ફરિયાદ નોંધાતા વડતાલ તાબાના સ્વામિનારાયણ સત્સંગીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Crime , Vadtal Swaminarayan Sampraday
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ