બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / irrfan khan steve jobs and other celebrities died due to neuroendocrine tumour cancer

નિધન / જે બીમારીથી ઇરફાન ખાનનું થયું મૃત્યુ, તેના કારણે આ પ્રખ્યાત હસ્તીઓએ પણ ગુમાવ્યા જીવ

Published By: Mehul

Last Updated: 09:00 PM, 29 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાભરમાં પ્રખ્યાત અભિનેતા ઇરફાન ખાનનું નિધન થઇ ગયું. તેઓેને એક ખુબજ દુર્લભ બીમારી હતી, જેનુ નામ છે ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર. આ એક ટ્યૂમર છે જે આપના શરીરમાં પેટ, ડૂયોડેનમ (ગ્રહણી), એપેન્ડિક્સ, કોલોન અને રેક્ટમ, પેન્ક્રિયાઝ જેવા ભાગોમાં થઇ શકે છે. શરીરના આ ભાગોમાં થનારા કેન્સરને ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમરની કેટેગરીમાં રાખવામાં આવ્યું છે.

  • પ્રખ્યાત અભિનેતા ઇરફાન ખાનનું ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર કેન્સર નામની બીમારીથી નિધન થયું
  • આ એક ટ્યૂમર છે, તે શરીરના પેટ, ડૂયોડેનમ (ગ્રહણી), એપેન્ડિક્સ, કોલોન અને રેક્ટમ, પેન્ક્રિયાઝ ભાગોમાં થાય છે

દુનિયાભરમાં પ્રખ્યાત અભિનેતા ઇરફાન ખાનનું નિધન થઇ ગયું. તેઓેને એક ખુબજ દુર્લભ બીમારી હતી, જેનુ નામ છે ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર. આ એક ટ્યૂમર છે જે આપના શરીરમાં પેટ, ડૂયોડેનમ (ગ્રહણી), એપેન્ડિક્સ, કોલોન અને રેક્ટમ, પેન્ક્રિયાઝ જેવા ભાગોમાં થઇ શકે છે. શરીરના આ ભાગોમાં થનારા કેન્સરને ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમરની કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. 

તેના કારણે ન માત્ર ઇરફાન ખાનનું નિધન થયું, પરંતુ એપલના સીઇઓ સ્ટીવ જૉબ્સ, હોલીવુડ અભિનેતા જૉન હર્ટ અને અમેરિકાની પહેલી મહિલા એસ્ટ્રોનૉટ સૈલી રાઇડ સહિત ઘણી સેલિબ્રિટિઝના મોત પણ આ બીમારીને કારણે થયા છે. 

અહીં જાણીએ કે કઇ-કઇ સેલેબ્રિટિઝના આ ટ્યૂમર હેઠળ આવતી બીમારીએ જીવ લીધા છે. 

સ્ટીવ જૉબ્સ

2003માં ડૉક્ટરોએ એપલના સીઇઓ સ્ટીવ જૉબ્સને જણાવ્યું છે કે તેઓને ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર છે. આ દૂર્લભ પ્રકારનું પેન્ક્રયાટિક કેન્સર હતું. ડૉક્ટરોએ ઘણી વાર તેને હટાવાની કોશિશ કરી પરંતુ વારંવાર તે લિવરમાં ફેલાઇ જઇ રહ્યું હતું. 2011માં સીઇઓ પદથી હટ્યાના કેટલાક મહીના બાદ 5 ઓક્ટોબરે એ વર્ષે જ સ્ટીવ જૉબ્સનું નિધન થયું હતું. 

અરેથા ફ્રેન્કલિન

પ્રખ્યાત સિંગર અને એક્ટર પણ સ્ટીવ જૉબ્સની જેમ ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમરને કારણે થયેલા પેન્ક્રિયાટિક કેન્સરથી મૃત્યુ પામ્યા હતા. તેઓને આ બીમારીએ ઘણા વર્ષો સુધી હેરાન કર્યા. 2 નવેમ્બર 2017માં તેઓએ એલ્ટન જૉન એડ્સ ફાઉન્ડેશન માટે ન્યૂયોર્કમાં પોતાની અંતિમ પર્ફોમન્સ આપી હતી. 26 ઓગસ્ટ 2018એ તેઓનું મોત થઇ ગયું. 

જૉન હર્ટ 

હોલીવુડના પ્રખ્યાત એક્ટર અને હેરી પૉટર, એલિયન અને ધ એલીફેન્ટ મેન જેવી ફિલ્મોમાં મુખ્ય પાત્ર ભજવનારા જૉન હર્ટનું મોત જાન્યુઆરી 2017માં પેન્ક્રિયાટિક કેન્સરને કારણે થયું હતું. તેઓને બે વર્ષ પહેલા એટલે કે 2015માં પોતાની આ બીમારી વિશે જાણવા મળ્યું હતું. પરંતુ તેઓ આ બાદ પણ કામ કરતા રહ્યા. 

અલેન રિકમેન

જૉન હર્ટ ઉપરાંત પ્રસિદ્ધ બ્રિટિશ અભિનેતા અલેન રિકમેનનું પણ આ બીમારીને કારણે 14 જાન્યુઆરી 2016માં મૃત્યુ થયું હતું. તેઓએ ડાઇ હાર્ડ, શેરિફ ઓફ નોટિંઘમ, રોબિન હુડ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓને હેરી પૉટર મુવીમાં સેવેરસ સ્નેપ નામથી ઓળખવામાં આવતા હતા. 

સૈલી રાઇડ

અમેરિકાની પહેલી મહિલા એસ્ટ્રોનોટ સેલી રાઇડ 23 જુલાઇ 2012એ 61 વર્ષની ઉંમરે ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમરને કારણે થતા પેન્ક્રિયાટિક કેન્સરને કારણે મૃત્યુ પામ્યા હતા. સેલી રાઇડ 1983માં ચેલેન્જર શટલથી અંતરિક્ષમાં જનારી પહેલી મહિલા અંતરિક્ષ યાત્રી હતી. 

પૈટ્રિક સ્વાઇજ

હોલીવુડ એક્ટર પૈટ્રિક સ્વાઇજ જેઓેએ ધ આઉટસાઇડર્સ, ડર્ટી ડાન્સિંગ અને ઘોસ્ટ જેવી સર્વોત્તમ ફિલ્મોમાં કામ કર્યું. તેઓએ વીસ મહીનાઓ સુધી આ બીમારીથી લડતા રહ્યા હતા. વર્ષ 2009માં 57 વર્ષની ઉંમરમાં તેમનું મોત થઇ ગયું. 

જોઆન ક્રૉફર્ડ

હોલીવુડની પ્રખ્યાત અને ઑસ્કાર વિજેતા અભિનેત્રી જોઆન ક્રોફર્ડની 1977માં હૃદયરોગને કારણે મૃત્યુ પામી હતી પરંતુ તેઓ પેન્ક્રિયાટિક કેન્સરથી પણ પીડિત હતા. તેઓેએ પોતાની 50 વર્ષની કરિયરમાં 80થી વધારે ફિલ્મોમાં કામ કર્યું. ફિલ્મ માઇલ્ડ્રેડ પિયર્સ માટે તેઓને ઑસ્કર મળ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Bollywood News Irrfan Khan Steve Jobs Death

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ