ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
જો તમે પોતાનું ઘર બનાવવા માંગતા હોવ તો આ સમય એકદમ સાચો છે. કારણ કે સરકારના પ્રયાસો અને કેટલાક સિઝનલ ફેક્ટર્સને કારણે બિલ્ડિંગ મટીરિયલ્સની કિંમતમાં રેકોર્ડબ્રેકઘટાડો નોંધાયો છે. ખાસ કરીને સળિયા. દિવસ જાય તેમ સળિયાના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. હમણા જ આ વર્ષના બે મહિના પહેલા રેકોર્ડ બનાવી રહેલા સળિયાના ભાવ અડધા થઇ ગયા છે. આ ઉપરાંત સિમેન્ટથી લઇને ઇંટ સુધીની કિંમતો ઘટી ગઇ છે.
બાંધકામમાં સળિયા સૌથી મોંઘા આવે
ADVERTISEMENT
તમે ઘર બનાવી રહ્યા હોવ કે અન્ય કોઈ બાંધકામ કરવા જઈ રહ્યા હોવ તેમાં લોખંડનો સળિયો મજબૂતી માટે સૌથી મહત્વની વસ્તુ છે. ઘરોની છત, બીમ અને કોલમ વગેરે બનાવવામાં સળિયાનો જ ઉપયોગ થાય છે. ત્યારે આ સળિયાની કિંમત બે મહિના પહેલા એટલે કે માર્ચ 2022માં આસમાને પહોંચી હતી. કેટલીક જગ્યાએ તો સળિયાની કિંમત 85 હજાર પ્રતિ ટન હતી પરંતુ અત્યારે આ ભાવ ઘટીને 45 હજાર રૂપિયા થઇ ગયો છે.
ADVERTISEMENT
સરકારે સ્ટીલ પર વધારી એક્સપોર્ટ ડ્યુટી
સરકારે હાલમાં જ સ્ટીલ પર એક્સોપોર્ટ ડ્યૂટી વધારી દીધી છે. આ કારણે ઘરેલુ બજારમાં સ્ટીલના ઉત્પાદનોમાં ભાવ વધવા લાગ્યા છે. સળિયાની કિંમતોમાં ઘટાડો થવા પાછળ આ મુખ્ય કારણ છે. માત્ર લોકલ જ નહીં પરંતુ બ્રાન્ડેડ સળિયાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં બ્રાન્ડેડ સળિયાના ભાવ ઘટીને 80થી 85 હજાર પ્રતિ ટન પર આવી ગયા છે જે માર્ચ 2022માં 1 લાખ હતો.
ADVERTISEMENT
સળિયાની સરેરાશ કિંમત (પ્રતિટન)
ADVERTISEMENT
| નવેમ્બર 2021 : 70000 |
| ડિસેમ્બર 2021 : 75000 |
| જાન્યુઆરી 2022 : 78000 |
| ફેબ્રુઆરી 2022 : 82000 |
| માર્ચ 2022 : 83000 |
| એપ્રિલ 2022 : 78000 |
| મે 2022 (શરૂઆત) : 71000 |
| મે 2022 (અંતિમ સપ્તાહ): 62-63000 |
| જૂન 2022 (શરૂઆત): 48-50000 |

ADVERTISEMENT
ભારતના મોટા શહેરોમાં સળિયાનો શું ભાવ (પ્રતિ ટન) ?
| દુર્ગાપુર (પ.બંગાળ) | 45,300 |
| કલકત્તા (પ.બંગાળ) | 45,800 |
| રાયગઢ (છત્તીસગઢ ) | 48,700 |
| રાઉરકેલા (ઓડિશા) | 50,000 |
| નાગપુર (મહારાષ્ટ્ર) | 51,000 |
| હૈદરાબાદ (તેલંગણા) | 52,000 |
| જયપુર (રાજસ્થાન ) | 52,200 |
| ભાવનગર (ગુજરાત) | 52,700 |
| મુઝફ્ફરનગર (યુપી) | 52,900 |
| ગાજિયાબાદ (યુપી) | 53,000 |
| ઇંદૌર (મધ્યપ્રદેશ) | 53,500 |
| ગોવા | 53,800 |
| જાલના (મહારાષ્ટ્ર) | 54,000 |
| મંડી ગોવિંદગઢ (પંજાબ) | 54,300 |
| ચેન્નાઇ (તમિલનાડુ) | 55,000 |
| દિલ્હી | 55,000 |
| મુંબઇ(મહારાષ્ટ્ર) | 55,200 |
| કાનપુર (યુપી) | 57,000 |
આ પરિબળો ભાવમાં કરી રહ્યા છે ઘટાડો
મોંઘવારી ઘટાડવા માટે સરકારે ડીઝલ અને પેટ્રોલ પરના ટેક્સમાં પણ ઘટાડો કર્યો છે. આ પછી, સ્થાનિક બજારમાં સ્ટીલની કિંમતોને નિયંત્રિત કરવા માટે, તેની નિકાસ પર ટેક્સ વધારવામાં આવ્યો છે. આ સિવાય કેટલાક પરિબળો પણ સાનુકૂળ છે. વરસાદની સિઝન શરૂ થતાં જ બાંધકામનું કામ ઓછું થવા લાગે છે, જેના કારણે બિલ્ડિંગ મટિરિયલની માંગ પણ ઘટવા લાગે છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રની ખરાબ સ્થિતિ પણ આ સમયે સહકાર આપી રહી છે. આ કારણોસર ઈંટો, સિમેન્ટ, બાર એટલે કે સળિયા, રેતી જેવી વસ્તુઓની માંગ નીચી સપાટીએ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો