ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / iran women bans after appearing in advertisements of ice cream

હોબાળો / આઇસક્રીમના વિજ્ઞાપન પર આ દેશમાં ભયંકર બબાલ, મહિલાઓના કામ પર જ લગાવી દીધી રોક

Published By: ParthB

Last Updated: 02:30 PM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાનમાં આઈસ્ક્રીમની જાહેરાતને લઈને ઈસ્લામિક દેશમાં હંગામો મચી ગયો છે. આ જાહેરાતને  શિષ્ટાચારની વિરુદ્ધ ગણાવવામાં આવી રહી છે.

ADVERTISEMENT

  • ઈરાનમાં આઈસ્ક્રીમની જાહેરાતને લઈને ભારે હોબાળો
  • જાહેરાત બાદ કટ્ટરપંથી ઈસ્લામિક નેતાઓએ લીધો મોટો નિર્ણય
  • દેશમાં હવે મહિલાઓને જાહેરાતોમાં કામ કરવા પર મૂક્યો પ્રતિબંધ 

ઈરાનમાં આઈસ્ક્રીમની જાહેરાતને લઈને ભારે હોબાળો મચી ગયો છે. આ જાહેરાત બાદ કટ્ટરપંથી ઈસ્લામિક નેતાઓએ દેશમાં મહિલાઓ માટેની જાહેરાતોમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.આ જાહેરાત એક જાહેરાત બાદ કરવામાં આવી હતી. જાહેરાતમાં એક મહિલા લૂઝ ફિટિંગ હિજાબમાં જોવા મળે છે. જેમાં તે મેગ્નમ આઇસક્રીમમાંથી ખાતી દેખાઈ હોય તેવું લાગે છે.

ઈરાનમાં આઈસ્ક્રીમની જાહેરાતને લઈને ભારે હોબાળો મચી ગયો

ઈરાની ધર્મગુરુઓએ આ જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો હતો અને અધિકારીઓને આઈસ્ક્રીમ બનાવતી કંપની ડોમિનો સામે પગલાં લેવાની માંગ કરી હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે આ જાહેરાત જાહેર શિષ્ટાચારની વિરુદ્ધ હતી અને સ્ત્રીઓના મૂલ્યો નું અપમાન કરતી હતી. એક રિપોર્ટ અનુસાર, હવે ઈરાનના સંસ્કૃતિ અને ઈસ્લામિક ગાઈડન્સ મંત્રાલયે દેશના હિજાબ અને ચેસ્ટિટી નિયમોને ટાંકીને એક પત્ર જાહેર કર્યો છે, જેમાં જાહેરાત કરવામાં આવી છે કે મહિલાઓ જાહેરાતમાં કામ નહીં કરે.

ઈરાની ધર્મગુરુઓએ આ જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો હતો 

આ નિર્ણય સુપ્રીમ કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિવોલ્યુશન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ઈરાનના નિયમો અનુસાર જાહેરાતમાં મહિલાઓ, બાળકો કે પુરૂષોને કોઈપણ ઓબ્જેક્ટ તરીકે દર્શાવી શકાય નહીં. જોકે, લોકો તેને અલગ-અલગ સંદર્ભમાં અલગ-અલગ રીતે રજૂ કરતા રહે છે. જાહેરાતમાં મહિલાઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાની મહિલાઓ રસ્તા પર હિજાબ પહેરવા સામે સોશિયલ મીડિયા પર ઉગ્ર વિરોધ કરી રહી છે.

ઇરાનમાં 1979માં ઇસ્લામિક ક્રાંતિ પછી જ રૂઢિચુસ્ત કાયદો લાગુ કરાયો

ઇરાનમાં 1979માં ઇસ્લામિક ક્રાંતિ પછી જ ધાર્મિક રૂઢિચુસ્ત કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારથી મહિલાઓ માટે હિજાબ ફરજીયાત કરવામાં આવ્યો હતો. જો કે હવે તેની સામે જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં એક ન્યૂઝ એજન્સીએ તેહરાન રિવોલ્યુશનરી કોર્ટને ટાંકીને કહ્યું હતું કે જે મહિલાઓ હિજાબ ઉતારીને પોતાનો વીડિયો બનાવે છે તેમને એકથી 10 વર્ષની જેલની સજા થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Advertisements Ban Women appearing iran ઈરાન જાહેરાત પ્રતિંબંધ મહિલા Iran

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ