બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Gautam Gambhir quarreled with the umpire KKR Vs RCB match is Virat Kohli reason

VIDEO / ગૌતમ ગંભીરે IPL ની મેચમાં અમ્પાયર સાથે કરી બબાલ, વિરાટ કોહલી તો કારણ નથી ને?

Megha

Last Updated: 08:56 AM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KKR અને RCBની મેચમાં વિવાદાસ્પદ નિર્ણયને કારણે વિરાટ કોહલીને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું, એ બાદ ગૌતમ ગંભીરનો અમ્પાયર સાથે ઝઘડો થયો હતો જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

IPL 2024માં 36મી મેચ KKR અને RCB વચ્ચે ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાઈ હતી. KKRએ આ મેચ એક રનથી જીતી લીધી હતી. આ હાર સાથે RCB માટે પ્લેઓફના રસ્તા પણ બંધ થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. આ મેચમાં વિરાટ કોહલીની વિકેટ પડવાથી નવો વિવાદ સર્જાઈ રહ્યો છે.

આ મેચમાં વિવાદાસ્પદ નિર્ણયને કારણે વિરાટ કોહલીને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. આ પછી વિરાટ અમ્પાયરથી ઘણો નારાજ દેખાઈ રહ્યો હતો. તેણે અમ્પાયર સાથે લાંબા સમય સુધી દલીલ કરી. એવામાં મેચ પુરી થતા પહેલા ગૌતમ ગંભીરની અમ્પાયર સાથે ઝઘડો થયો હતો જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં ગૌતમ ગંભીર ચોથા અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળી રહ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેની ઇનિંગ દરમિયાન 18 ઓવર રમી હતી અને 19મી ઓવર શરૂ થવાની હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઈનિંગની 19મી ઓવરની શરૂઆત પહેલા ગૌતમ ચોથા અમ્પાયર સાથે ગંભીર ચર્ચા કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ અનુમાન લગાવ્યું હતું કે તે વિરાટ કોહલીને આઉટ આપવાના નિર્ણયથી નારાજ છે અને ચોથા અમ્પાયર સાથે ઝઘડો કરી રહ્યો છે, પરંતુ સત્ય અલગ જ હતું.

તો હવે પ્રશ્ન એ છે કે ગૌતમ ગંભીર શા માટે અમ્પાયર સાથે દલીલ કરી રહ્યો હતો? મેચ જોઈને એવું લાગી રહ્યું હતું કે કેકેઆર સુનીલ નારાયણને બહાર લાવવા માંગતી હતી અને તેમની જગ્યાએ અનુકુલ રોયને મેદાનમાં મોકલવા માંગતી હતી. અનુકુલ એક સારો ફિલ્ડર છે પરંતુ તે પછી અમ્પાયરોએ તેનો ઇનકાર કર્યો હતો. આ અંગે ગંભીર અને ચંદ્રકાંત પંડિત ગુસ્સે થયા હતા. જોકે, તેનો કોઈ ફાયદો થયો ન હતો અને નારાયણને મેદાનમાં ઉતરવું પડ્યું હતું.

જો મેચની વાત કરીએ તો કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી IPL 2024ની 36મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતા 222/6 રન બનાવ્યા અને જીતવા માટે 223 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતી વખતે આરસીબીએ શરૂઆતની ઓવરોમાં વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની વિકેટો ગુમાવી દીધી હતી પરંતુ ત્યારબાદ વિલ જેક્સે 55 અને રજત પાટીદારે 52 રન બનાવી સદીની ભાગીદારી સાથે મેચમાં પોતાની ટીમને જાળવી રાખી હતી. 

વધુ વાંચો: RCB પ્લેઓફમાંથી બહાર થઈ? હવે વિરાટ કોહલીની ટીમને બચાવશે માત્ર એક ચમત્કાર

મામલો છેલ્લી ઓવરમાં ગયો, જેમાં બેંગલુરુની ટીમને જીતવા માટે 21 રન કરવાના હતા. આ ઓવરમાં કર્ણ શર્માએ મિચેલ સ્ટાર્ક સામે ત્રણ સિક્સર ફટકારીને પોતાની ટીમને મેચમાં રાખી હતી. જોકે, ઓવરના પાંચમા બોલ પર કર્ણ આઉટ થયો હતો અને છેલ્લા બોલે જીતવા માટે 3 રનની જરૂર હતી પરંતુ લોકી ફર્ગ્યુસન માત્ર એક રન બનાવી શક્યો હતો અને બીજા પ્રયાસે રનઆઉટ થયો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Gautam Gambhir IPL 2024 IPL 2024 Latest News IPL 2024 news KKR vs RCB વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ