ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / IPL-15 in Gujarati language will resound inside the stadium

આકર્ષણ / આઉટ છે ભાઈ...: હવે IPLમાં ગુજરાતીમાં સંભળાશે કૉમેન્ટ્રી, પૂર્વ RJ અને કોમેડિયન્સ સહિત જુઓ કોના-કોના નામ

Published By: ParthB

Last Updated: 12:27 PM, 26 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયન પ્રીમિયર લીગ-15ના ટેલિકાસ્ટમાં આ વખતે 7 પ્રાદેશિક ભાષામાં કૉમેન્ટરી સાંભળવા મળશે અને તેમાં ગુજરાતી નો પણ સમાવેશ થાય છે.

ADVERTISEMENT

  • IPLમાં નવું આકર્ષણ
  • 7 પ્રાદેશિક ભાષામાં થશે કોમેન્ટ્રી
  • ગુજરાતીમાં પણ કોમેન્ટ્રી થશે

આ વખતે IPLમાં ગુજરાતીમાં સાંભળવા મળશે કોમેન્ટ્રી

વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગમાંની એક એટલે ઇન્ડિયન પ્રિમીયર લીગ IPLને લોકપ્રિય બનાવવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ આ વખતે બ્રોડકાસ્ટર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અત્યાર સુધી આપણને ક્રિકેટ કોમેન્ટ્રી માત્ર અંગ્રેજી અને હિન્દીમાં સાંભળવા મળતી હતી પરંતુ આ વખતે ક્રિકેટ કોમેન્ટ્રી 7 પ્રાદેશિક ભાષામાં કરવામાં આવશે. 7 પ્રાદેશિક ભાષામાં ગુજરાતીને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

આ સિઝનમાં ગુજરાતના પૂર્વ ક્રિકેટરો, સ્ટેન્ડ અપ કોમેડિયન, રેડિયો જોકી પણ કોમેન્ટ્રીમાં જોડાશે 

IPLના ગુજરાતી દર્શકો હવે ગુજરાતી કોમેન્ટ્રીની મજા માણી શકશે. આ કોમેન્ટ્રી પેનલમાં ગુજરાતના પૂર્વ ક્રિકેટરો, રેડિયો જોકી, સ્ટેન્ડ અપ કોમેડિયન દ્વારા ક્રિકેટપ્રેમીઓ માટે ગુજરાતીમાં કોમેન્ટ્રી રજૂ કરવામાં આવશે. ગુજરાતી  કોમેન્ટેટર્સમાં કરણ મહેતા, મનન દેસાઈ (સ્ટેન્ડ અપ કોમેડિયન), ધ્વનિત ઠાકર (પૂર્વ પણ લોકપ્રિય RJ), આકાશ ત્રિવેદી, મનપ્રીત જુનેજા (પૂર્વ રણજી ક્રિકેટર), નયન મોંગિયા (પૂર્વ ટેસ્ટ ક્રિકેટર) સામેલ છે. ગુજરાતી માં કૉમેન્ટરી નો પ્રયોગ સફળ રહે છે કે કેમ તે જોવું રહ્યું..

હવે જોવું રહ્યું કે, IPLમાં ગુજરાતી ભાષામાં કોમેન્ટ્રીનો પ્રયોગ સફળ કેવો રહેશે

મહત્વનું છે કે, આજથી  IPLનો થશે ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે IPLની સિઝન ગુજરાત માટે ખાસ આકર્ષણ હશે કારણે આ વખતે IPLમાં 7 ભાષામાં થશે કોમેન્ટ્રી કરવામાં આવશે. જેમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે આ વખતે  IPLમાં પ્રથમ વખત ભાગ લઈ રહેલી અમદાવાદની  ગુજરાત ટાઇટન્સના નામ સાથે મેદાનમાં ઉતરશે. આ વખતે ગુજરાતના ક્રિકેટ રસીકોને આઈપીએલનો બેવડી મઝા એટકે ગુજરાતની પોતાની ટીમ અને ગુજરાતી ભાષા એમ બંને એક સાથે જોવા અને સાંભળવા મળશે  
 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Gujarati language IPL 2022 Stadium આઈપીએલ 2022 ક્રિકેટ ગુજરાતી ન્યૂઝ ગુજરાતી ભાષા સ્ટેડીયમ IPL 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ