બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / India's 17-run victory in 3rd T20, clean sweep of West Indies, 3-0 series win
ADVERTISEMENT
પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝ અને યજમાન ભારત કોકાતાના ઇડન ગાર્ડનમાં રમાઈ રહેલી T-20 સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ માં પણ ભારતે 17 રને વેસ્ટ ઇન્ડીઝ ને રગદોળી વિજય પતાકા લહેરાવી 'ક્લીન સ્વીપ' કર્યો છે. ભારતે આ T-20ની સીરીઝ પર સળંગ બે મેચ જીતીને કબજો તો કરી જ લીધો છે અને અંતિમ અને ભારત માટે ઔપચારિક મેચ પણ ભારતે જીતી લીધી હતી. યાદ રહે કે, આ અગાઉ ત્રણ એક દિવસીય મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાઈ હતી તેના પર પણ ભારતે કબજો જમાવ્યો હતો. ત્યારબાદ કોલકાતામાં ત્રણ T-20 મેચની સીરીઝની આ અંતિમ મેચ હતી. આજની મેચમાં જીત સાથે ભારતીય ટીમ ICC T20 રેન્કિંગમાં નંબર-1 રહી છે.
India complete a clean sweep 👏
— ICC (@ICC) February 20, 2022
They win the final T20I against West Indies in Kolkata by 17 runs to win the series 3-0 🙌#INDvWI | 📝 https://t.co/v4n2wgfk91 pic.twitter.com/q4OYX5lDAT
ADVERTISEMENT
ICC રેન્કિંગમાં નંબર-1 બની ટીમ ઇન્ડિયા
ADVERTISEMENT
ભારતીય ટીમ આ સીરીઝમાં જીતની સાથે આઈસીસીની રેન્કિંગમાં નંબર-1 બની ગઈ છે. સીરીઝની શરૂઆત પહેલા ભારતીય ટીમ 268 રેટિંગની સાથે નંબર 2 પર હતી, જ્યારે ઇંગ્લેન્ડ 269 રેટિંગની સાથે નંબર-1 પર હતી. હવે જ્યારે 3 મેચની સીરીઝ પૂર્ણ થઇ છે, ત્યારે ભારત નંબર વન બની ગઈ છે.
વેસ્ટ ઇન્ડીઝ તરફથી ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરાઈ હતી જેમાં ભારતે 184 રન પ્રવાસી ટીમને ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી સૌથી વધુ રન સૂર્ય કુમાર યાદવે 65 કર્યા હતા .તો વેંકટેશ ઐયરે 35 ,ઇશાન કિશને 34 રન કર્યા હતા.
ADVERTISEMENT
જેના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ તરફથી નિકોલસ પૂરને 61 અને પોવેલ 25, શેફર્ડ 29 સિવાય કોઈ જ ભારતીય બોલર્સની ઝીંક ઝીલી શક્યું નહતું. ભારત તરફથી હર્ષલ પટેલને 3 ઠાકુરને 2, દીપક ચહેર ને 2 અને વેંકટેશ ઐયરને 2 વિકેટ મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.