ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Indian men's team entered the final with a strong performance in the 4 x 400 meters relay

તિરંગો લહેરાયો / કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું દમદાર પ્રદર્શન: રિલેના ફાઇનલમાં પહોંચી પુરુષ ટીમ, ભાવિના પટેલનો મેડલ પાક્કો

Published By: Khyati

Last Updated: 06:27 PM, 5 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે અત્યાર સુધીમાં 20 મેડલ પોતાને નામ કર્યા ત્યારે વધુ બે ટીમ પહોંચી ફાઇનલમાં

ADVERTISEMENT

  • કોમનવેલ્થ ગેમ્સ-2022
  • ભારતીય પુરુષ ટીમનું જોરદાર પ્રદર્શન
  • 4 x 400 મીટર રિલેની ફાઇનલમાં પહોંચી ટીમ

એથલેટિક્સ- મેન્સ રિલે ટીમ ફાઇનલમાં

બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. 7મા દિવસે, ભારતે પેરા પાવરલિફ્ટિંગ અને લોંગ જમ્પમાં ગોલ્ડ અને સિલ્વર 2 ઐતિહાસિક મેડલ જીત્યા. આ સાથે ભારતના કુલ મેડલની સંખ્યા 20 થઈ ગઈ છે. જેમાં 6  ગોલ્ડનો સમાવેશ થાય છે.ત્યારે આજે ભારતીય મેન્સ ટીમે 4×400 મીટર ઇવેન્ટના ફાઈનલમાં જગ્યા બનાવી છે. ટીમે બીજા નંબર પર રહીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે.  આ રેસમાં મોહમ્મદ અનસ,  નોહ નિર્મલસ મોહમ્મદ અજમલ અને અમોજ જૈકબે 3.06.97 મિનિટમાં રિલે પૂરી કરી હતી.

પેરા ટેબલ ટેનિસ: ભાવિના પટેલ ફાઇનલમાં પહોંચી 

તો આ તરફ  પેરા ટેબલ ટેનિસમાં ભારતનો એક મેડલ પાકો થઇ ગયો છે. ભાવિના પટેલે ઇંગ્લેન્ડની સુઇ બેલેને 11-6, 11-6, 11-6થી હરાવી વિમેન્સ સિંગલ ક્લાસ 3-5ની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ સાથે તેણે મહિલા સિંગલ્સની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે તેણે ઓછામાં ઓછો સિલ્વર મેડલ સુનિશ્ચિત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાવિનાએ ગયા વર્ષે ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જે પેરાલિમ્પિક ઈતિહાસમાં પેરા ટેબલ ટેનિસમાં ભારતનો પ્રથમ મેડલ હતો. આ અગાઉ પણ ભાવિન પટેલે 2021ના ઓગસ્ટ મહિનામાં ટોક્યો પેરાઓલિમ્પિકના ફાઈનલમાં પહોંચી હતી. અગાઉ તેમણે ટોક્યોની રમતમાં મહિલા એકલ ક્લાસ 4ના સેમિફાઈનલમાં ચીનની ઝાંગ મયાઓને 7-11, 11-7, 11-4,9-11,11-8થી માત આપી હતી. 

ભારતને અત્યાર સુધી કેટલા મેડમ મળ્યા ? 

6 ગોલ્ડ: મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, વિમેન્સ લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર (પેરા-પાવરલિફ્ટિંગ)
7 સિલ્વર: સંકેત સરગરી, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર
7 બ્રોન્ઝ: ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિંદર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર

સંકળાયેલા મુદ્દાઓ

કોમનવેલ્થ ગેમ્સ 2022 બર્મિંગહામ ભાવિના પટેલ મેન્સ રિલે ટીમ ફાઇનલ CWG 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ