ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Indian cricketer harbhajnsinh get trolled on twitter

ટ્રોલિંગ / ખાલિસ્તાની જરનૈલ સિંહ ભિંડારાવાલાને 'શહિદ' કહેતા આ ક્રિકેટર થયો ટ્રોલ

Published By: ParthB

Last Updated: 07:32 PM, 7 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓપરેશન બ્લ્યુ સ્ટારની 37 મી વર્ષગાંઠ પર ગોલ્ડન ટેમ્પલમાં મનાવવામાં આવેલ જર્નલ સિંહ ભીંડારાવાલાને શ્રદ્ધાંજલિ આપી અને "શહિદ" બતાવવાની કોશિશ કરવામાં આવી

ADVERTISEMENT

  • ઓપરેશન બ્લ્યુ સ્ટારની 37 મી વર્ષગાંઠ માટે કરી હતી પોસ્ટ   
  • નામ ના લખ્યા વિના જ "શહિદ" ઘોષિત કર્યા 
  • આ પહેલા પણ સોનું સુદ પાસે મદદ માંગતા થયા હતા ટ્રોલ

ઓપરેશન બ્લ્યુ સ્ટારની 37 મી વર્ષગાંઠ માટે કરી હતી પોસ્ટ
સોશિયલ મીડિયાની માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર તેના બે જ કામ માટે પ્રચલિત છે. પહેલું એ કે દુનિયામાં શું નવું ચાલી રહ્યું છે એટલે કે કયા વિષય પર કથા થઈ રહી છે તે અને બીજું એ કે માહિતી ખોટી હોય તો તેવા લોકોને ટ્રોલ કરવા. ટ્રેન્ડ અને ટ્રોલની આ પોસ્ટમાં હવે ભારતીય ક્રિકેટર હરભજન સિંહ પણ ટ્રોલ થઈ ગયા છે. સ્પિનર પોતે જ પોતાની ટ્વિટ દ્વારા ટ્વિટર પર સ્પિન થઈ ગયા હતા. 

વાત મૂળ એમ છે કે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઓપરેશન બ્લ્યુ સ્ટારની 37 મી વર્ષગાંઠ પર ગોલ્ડન ટેમ્પલમાં મનાવવામાં આવેલ જર્નલ સિંહ ભીંડારાવાલાને શ્રદ્ધાંજલિ આપી અને "શહિદ" બતાવવાની કોશિશ કરવામાં આવી. પણ તેમણે આ પોસ્ટમાં  ભીંડારાવાલાનું નામ લીધું નહીં. તમને જણાવી દઈએ કે ઓપરેશન બ્લૂ સ્ટાર 1 જૂનથી 8 જૂન 1984માં ગોલ્ડન ટેમ્પલમાં આ ઓપરેશન થયું હતું. આ મિશન ભારતીય સેના દ્વારા કરવામાં આવ્યું હતું. 

 

 

નામ ના લખ્યા વિના જ "શહિદ" ઘોષિત કર્યા
બસ આ ઘટના બાદ  હરભજન સિંહ ટ્વિટર પર ટ્રોલ થવા લાગ્યા હતા. જ્યારે આ મિશન થયું ત્યારે ઇન્દિરા ગાંધી પ્રધાન મંત્રી પદ પર હતા. આ સમયે પંજાબમાં કાયદા કાનૂન વ્યવસ્થામાં સાવ બગડી ગઈ હતી, જેને ફરી પાટા પર લાવવા માટે આ મિશન કરવામાં આવ્યું હતું. 

 

 

આ પહેલા પણ સોનું સુદ પાસે મદદ માંગતા થયા હતા ટ્રોલ  
કોરોના વાયરસના કહેરે આખા દેશમાં હાહાકાર મચાવ્યો છે. આ મુશ્કેલ ઘડીમાં લોકો ખુબ પરેશાન છે તેવામાં સોનુએ હરભજનની પણ મદદ કરી હતી.દવા, ઇંજેક્શન, બેડ અને આઇસીયુ માટે લોકો પરેશાન છે. માત્ર સામાન્ય માણસ નહી પરંતુ સેલેબ્સ પણ પરેશાની ભોગવી રહ્યાં છે. ત્યારે ક્રિકેટર હરભજ સિંહે પણ ટ્વિટર પર મદદ માંગી હતી અને  સોનુએ રેમડેસિવિર ઇંજેક્શન માટે મદદ કરી હતી.બોલીવૂડ એક્ટર સોનૂ સૂદ લોકોની સતત મદદ કરવામાં લાગેલા છે ત્યારે ટ્વિટર પર ભજને મદદ માંગી તો તરત જ તેની મદદ કરી હતી. તેમણે કર્ણાટકના એક પેશન્ટ માટે મદદ માંગી હતી. હરભજને ટ્વિટ કરીને કહ્યું હતુ કે એક રેમડેસિવિર ઇંજેક્શનની જરૂર છે અને હોસ્પિટલનું નામ બસપ્પા છે. સોનુએ તેના પર રિએક્ટ કર્યુ હતુ કે ભજ્જી ઇંજ્કેશન પહોંચી જશે. 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Indian cricket team harbhajan singh ક્રિકેટ હરભજન સિંહ Twitter

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ