ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:07 AM, 11 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
UNGAમાં સોમવારે રશિયાની ગુપ્ત મતદાનની માંગ વિરુદ્ધ ભારતે કર્યું વોટીંગ
ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યુક્રેન સાથે જોડાયેલા એક મોટા મુદ્દા પર રશિયાને ઝટકો આપ્યો છે. યુક્રેનના ચાર ક્ષેત્રો પર ગેરકાયદેસર કબ્જાની નિંદા સાથે જોડાયેલા ડ્રાફ્ટ પર UNGAમાં ગુપ્ત મતદાન કરાવવાની રશિયાની માંગ વિરુદ્ધ ભારતે વોટીંગ કર્યું છે. ભારત સહીત 100થી વધારે દેશોએ સાર્વજનિક મતદાન માટે વોટીંગ કર્યું છે.
ADVERTISEMENT
UNGAમાં સોમવારે અલ્બાનિયાના એ પ્રસ્તાવ પર વોટીંગ થયું, જેમાં રશિયાના ગેરકાયદેસર જનમત સંગ્રહ અને દોનેસ્તક, ખેરસોન, લુહાન્સક અને જાપોરીજ્જિયા પર ગેરકાયદેસર રૂપથી કબજો કરવાની કોશિશની નિંદા કરનારા પ્રસ્તાવ પર સાર્વજનિક મતદાનની માંગ કરવામાં આવી હતી.
107 દેશોએ કર્યું વોટીંગ
જ્યારે રશિયાએ આ પ્રસ્તાવ પર ગુપ્ત મતદાનની માંગ કરી હતી, ત્યારે ભારત સહીત 107 સદસ્ય દેશોએ રેકોર્ડ વોટના પક્ષમાં યૂએનમાં વોટીંગ કર્યું છે, જેથી રશિયાની આ માંગ રદ્દ થઇ ગઈ. માત્ર ૧૩ દેશોએ ગુપ્ત મતદાનનાં પક્ષમાં વોટીંગ કર્યું, જ્યારે 39 દેશો મતદાનમાં સામેલ થયા નહીં, ચીને પણ વોટીંગમાં ભાગ ન લીધો.
ADVERTISEMENT
In UNGA, India voted in favour of a procedural vote called by Albania to have an open vote instead of Russia's demand for a secret ballot on a draft resolution on Ukraine
— ANI (@ANI) October 11, 2022
India voted 'Yes'. 24 countries (incl China, Iran and Russia) did not cast their vote. pic.twitter.com/QJqoAwmCaj
ADVERTISEMENT
રેકોર્ડ વોટના પ્રસ્તાવને મંજૂર કર્યા બાદ, રશિયાએ મહાસભાના અધ્યક્ષના નિર્ણય વિરુદ્ધ અપીલ કરી. રશિયાની અપીલ પર એક રેકોર્ડ વોટીંગ થયું અને ભારત સહીત 100 અન્ય દેશોએ રશિયાની અપીલ સામે વોટીંગ કર્યું. રશિયાએ ત્યાર બાદ અલ્બાનિયાના રેકોર્ડ વોટના પ્રસ્તાવને સ્વીકારવાના નિર્ણય પર ફરી વિચારણાની માંગ કરી.
જોકે, મહાસભાએ ભારત સહીત 104 દેશોનાં વિરોધમાં મતદાન કર્યા બાદ ફરીથી વિચાર ન કરવાનો નિર્ણય કર્યો. આ પ્રસ્તાવના પક્ષમાં 16 દેશોએ મતદાન કર્યું જ્યારે ૩૪ દેશોએ ભાગ ન લીધો.
ADVERTISEMENT
છેતરપીંડીનું સાક્ષી UN
સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના સ્થાયી પ્રતિનિધિ, વસિલી નેબેન્ઝિયાએ જણાવ્યું હતું કે યુએન એક છેતરપિંડીનું સાક્ષી છે જેમાં કમનસીબે જનરલ એસેમ્બલીના પ્રમુખે મુખ્ય ભૂમિકા ભજવી હતી. દરમિયાન, યુએનજીએએ સોમવારે રશિયાને ચાર યુક્રેનિયન પ્રદેશો પરનો કબજો પાછો ખેંચી લેવા માટે પૂછવું કે કેમ તે અંગે ચર્ચા શરૂ કરી.
રશિયાએ યુક્રેન પર કર્યા મિસાઈલ હુમલા
ચર્ચા એવા સમયે શરુ થઇ હતી, જ્યારે રશિયાએ સોમવારે યુક્રેનની રાજધાની કિવ સહીત ઘણા શહેરો પર મિસાઈલ હુમલાઓના માધ્યમથી નિશાનો સાધ્યો હતો. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે. રશિયાના રાજદૂતે આ ચર્ચાને રશિયા વિરોધી દ્રષ્ટિકોણને પ્રોત્સાહન આપવાનો એકતરફા પ્રયાસ જણાવ્યો અને આ દલીલોની નિંદા કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો