ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / India, the world's largest cargo plane carrying medical supplies, is helping the country

મહામારી / દુનિયાનું સૌથી મોટું કાર્ગો પ્લેન મેડિકલ સામાન લઈને આવી રહ્યું છે ભારત, આ દેશે કરી મદદ

Published By: ParthB

Last Updated: 06:16 PM, 8 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોનાની જંગ જીતવા આખું વિશ્વ મદદ કરી રહ્યું છે ત્યારે આ દેશ પણ કરી રહ્યો છે મદદ

ADVERTISEMENT

  • 18 ટનનાં ત્રણ ઓક્સિજન જનરેટર અને એક હજાર વેન્ટિલેટર
  • ઓક્સિજનની અછત હવે દૂર થશે 
  • રવિવારે આવી પહોંચશે વિમાન  

18 ટનનાં ત્રણ ઓક્સિજન જનરેટર અને એક હજાર વેન્ટિલેટર
દુનિયાનું સૌથી મોટું પ્લેન રવિવારે 8 વાગ્યે દિલ્હી આવી જશે તેવું અનુમાન છે. ભારતીય રેડક્રોસ સોસાયટીની મદદ લઈ તમામ મેડિકલ સંસાધનો હોસ્પિટલ લઈ જવામાં આવશે. આ પહેલા પણ બ્રિટને ભારતને 200 વેન્ટિલેટર અને 495 ઓક્સિજન કન્સેટ્રેટરની મદદ કરી હતી. 

કોરોનાનો સામનો કરવા હેતુ બ્રિટનથી મેડિકલ રાહત સામગ્રી લઈ દુનિયાનું સૌથી મોટું કાર્ગો વિમાન ઉડાન  ભરી ચૂક્યું છે. આ વિમાનમાં 18 ટનનાં ત્રણ ઓક્સિજન જનરેટર અને એક હજાર વેન્ટિલેટર છે. બ્રિટિશ સરકારે જાણકારી આપતા સ્પષ્ટ રીતે જણાવ્યું કે આ સંકટની ઘડીમાં અમે ભારત સાથે છે અને અમે પૂરતી મદદ કરીશું. આ વિમાને શુક્રવારે ઉત્તર આયર્લેન્ડથી ઉડાન ભરી હતી. 

ઓક્સિજનની અછત હવે દૂર થશે
18 ટનનાં દરેક ઑકિસજન જનરેટરમાં એક મિનિટમાં 500 લિટર ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. તેનાથી ભારતમાં સર્જાયેલી ઓક્સિજનની અછતને મહદ અંશે ઓછી થશે. વિદેશ, રાષ્ટ્રીય અને વિકાસ કાર્યાલયે જણાવ્યું કે અરેપોર્ટના કર્મચારીઓએ આખી રાત મહેનત કરીને વિશાળ એન્ટોનાવ -124 નામના કાર્ગો પલેનમાં જીવન રક્ષક સામાન મૂક્યો હતો. 

રવિવારે આવી પહોંચશે વિમાન 
આયર્લેન્ડનાં આરોગ્ય મંત્રી રોબિન સ્વાન પણ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. આ દરમ્યાન તેમણે કહ્યું કે "અમારી નૈતિક ફરજમાં આવે છે કે કોરોનાની આ લડાઈમાં અમે ભારતનો સાથ આપીએ અને અમે પૂરતી મદદ કરીશું." તમને જણાવી દઈએ કે ભારતની આ હાલત પર હાલ સમગ્ર દુનિયા ચિંતા વ્યક્ત કરી રહી છે. સાથે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને અમેરિકાનાં આરોગ્ય તથા માનવસેવા મંત્રી સાથે વાત કરી. બંને નેતાઓએ કોરોના મહામારીને કારણ ભારત-અમેરિકામાં આવી પડેલ મુશ્કેલી પર ચર્ચા કરી. વર્ચ્યુઅલી રીતે થઈ આ ચર્ચામાં અમેરિકાનાં આરોગ્ય તથા માનવસેવા મંત્રીએ હર્ષવર્ધનને ભારતની સ્થિતિ સંભાળવા બદલ શુભેચ્છા પાઠવી. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Britain Corona Virus Dr Harsh Vardhan Oxygen shortage ventilators કોરોના ભારત corono virus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ