ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / india lost against pakistan after 6 years in women asia cup

ક્રિકેટ / 6 વર્ષ બાદ મહિલા એશિયા કપમાં મોટો ઉલટફેર, પાકિસ્તાન સામે ભારતનો માત્ર 13 રનથી પરાજય

Published By: Jaydeep Shah

Last Updated: 05:08 PM, 7 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા એશિયા કપમાં 6 વર્ષ બાદ પાકિસ્તાન સામે ભારતને હાર મળી છે. જાણો વિગતવાર

ADVERTISEMENT

  • મહિલા એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતની હાર 
  • 6 વર્ષ બાદ જીત્યું પાકિસ્તાન 
  • 138 રનનું લક્ષ્ય ચેઝ ન કરી શક્યું ભારત

મહિલા એશિયા કપમાં પાકિસ્તાન સામએ ભારતની હાર 

મહિલા એશિયા કપ 2022માં ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમે પોતાના કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામે 13 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. બાંગ્લાદેશનાં સીલહટમાં શુક્રવારે 7 ઓકટોબરનાં રોજ રમવામાં આવેલા આ મુકાબલામાં અનુભવી ઓલરાઉન્ડર નિદા ડારની શાનદાર ઇનિંગ અને પછી ઘાતક બોલિંગના દમ પર પાકિસ્તાનને 6 વર્ષ બાદ ભારત સામે જીત મળી. 

6 વર્ષ બાદ જીત્યું પાકિસ્તાન 

ટૂર્નામેન્ટમા પોતાની ચોથી મેચ રમી રહેલી ભારતીય ટીમ સામે જીત માટે 138 રનનું લક્ષ્ય હતું, જેને મજબૂત બેટિંગ લાઇન ધરાવતી ભારતીય ટીમે સરળ સમજ્યું હતું. પાકિસ્તાની બોલર્સે ભારતને ખોટું સાબિત કરી દીધું અને શાનદાર બોલિંગના દમ પર ભારતનો ખેલ ખતમ કરી દીધો.  

138 રનનું લક્ષ્ય ચેઝ ન કરી શક્યું ભારત

મહિલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા આ મુકાબાલાની દર્શકોને આતુરતાથી રાહ હતી. પાકિસ્તાની ટીમે આ મેચમાં 20 ઓવરોમાં 6 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા. 

પાકિસ્તાની ટીમની બેટિંગ ખાસ રહી ન હતી અને કેપ્ટન બિસ્માહ મારુફ અને ડાર વચ્ચે થયેલી 76 રનની ભાગીદારી સિવાય કંઇપણ ખાસ રહ્યું નહીં. કેપ્ટન મારુફની ઇનિંગમાં પણ વધારે દમ હતો નહીં, પણ તેમણે ડારનો સારો સાથ નિભાવ્યો. 
 

 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Gujarati News women asia cup 2022 ક્રિકેટ Cricket

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ