ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:32 PM, 13 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીવાળી ભારતીય મહિલા ટીમે એશિયા કપ ફાઇનલમા પોતાની જગ્યા બનાવી લીધી છે. ટીમે ગુરુવારે સિલહટમાં રમવામાં આવેલ સેમીફાઇનલ મેચમા થાઈલેન્ડને 74 રનથી માત આપી છે. ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમા છ વિકેટ પર 148 રન બનાવ્યા છે. ત્યાર બાદ થાઈલેન્ડ ટીમ 9 વિકેટ પર 74 રન જ બનાવી શકી. ઓપનર શેફાલી વર્માએ બેટથી અને સ્પિનર દિપ્તી શર્માએ બોલથી કમાલ કરી બતાવી છે.
ADVERTISEMENT
4⃣2⃣ Runs
— BCCI Women (@BCCIWomen) October 13, 2022
1⃣ Wicket
1⃣ Catch@TheShafaliVerma bags the Player of the Match as #TeamIndia beat Thailand. 👍 👍
Scorecard ▶️ https://t.co/pmSDoClWJi #AsiaCup2022 | #INDvTHAI pic.twitter.com/Jidbc383eX
ADVERTISEMENT
સતત 8મી વાર ભારત ફાઇનલમાં
ભારતીય મહિલા ટીમે સતત 8મી વાર એશિયા કપના ફાઇનાલમાં પોતાની જગ્યા બનાવી છે. આ ટૂર્નામેન્ટની આ 8 મી સિઝન છે અને ભારતીય મહિલા ટીમ દરેક વખતે ફાઇનલમા પહોંચી છે. ગત સિઝનમા ભારતે બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ભારતીય મહિલા ટીમ છ વાર આ ટૂર્નામેન્ટનો ખિતાબ જીતી છે.
150નાં સ્ટ્રાઈક રેટથી શેફાલીએ બનાવ્યા રન
હરિયાણાની 18 વર્ષની શેફાલી વર્માએ તોફાની અંદાજમાં બેટિંગ કરી. તેણે 150નાં સ્ટ્રાઈક રેટથી 28 બોલ પર 42 રન બનાવ્યા. શેફાલીએ આ દરમિયાન પાંચ ચોક્કા અને એક સિક્સર પણ ફટકારી. તેમણે સ્મૃતિ માંધાના સાથે 38 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી. ત્યાર બાદ શેફાલી વર્મા અને જેમિમા રોડ્રીગ્ઝે 29 રન જોડ્યા. જેમિમાએ 26 બોલ પર ત્રણ ચોક્કાની મદદથી 27 રન બનાવ્યા. કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ શાનદાર પ્રદર્શન કર્યું અને 30 બોલ પર ચાર ચોક્કાને કારણે 36 રનનું યોગદાન પ્યુ. પૂજા વસ્ત્રાકરે અણનમ 13 બોલ પર 17 રન બનાવ્યા.
ADVERTISEMENT
𝐈𝐍𝐓𝐎 𝐓𝐇𝐄 𝐅𝐈𝐍𝐀𝐋 🙌 🙌
— BCCI Women (@BCCIWomen) October 13, 2022
A superb bowling performance from #TeamIndia to beat Thailand by 7️⃣4️⃣ runs in the #AsiaCup2022 Semi-Final 👏👏 #INDvTHAI
Scorecard ▶️ https://t.co/pmSDoClWJi
📸 Courtesy: Asian Cricket Council pic.twitter.com/NMTJanG1sc
ADVERTISEMENT
દિપ્તીએ જમાવ્યો રંગ
શરૂઆતમાં ઓફ સ્પિનર દીપ્તિ શર્માએ જાણે થાઈલેન્ડ ટીમની કમર તોડી નાખી હતી. 149 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમે 18 રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. વિકેટકીપર એન કોંચારોએંક (5), ચેન્થમ (4) અને સોરનારિન ટીપોચ (5)ને દીપ્તિએ પેવેલિયન મોકલ્યા હતા. આ પછી રેણુકા સિંહે ચાનિદા સુથિરુઆંગ (1)ને બોલ્ડ કરીને ટીમનો સ્કોર ચાર વિકેટે 21 રન બનાવી દીધો હતો. ભારત તરફથી દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 7 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ગાયકવાડે 10 રનમાં બે વિકેટ લીધી હતી. રેણુકા સિંહ, સ્નેહ રાણા અને શેફાલી વર્માને 1-1 વિકેટ મળી હતી.
Wicket No. 3⃣ for #TeamIndia & @Deepti_Sharma06! 👍 👍
— BCCI Women (@BCCIWomen) October 13, 2022
Follow the match ▶️ https://t.co/pmSDoClWJi #AsiaCup2022 | #INDvTHAI
📸 Courtesy: Asian Cricket Council pic.twitter.com/eKG96aHBVN
ADVERTISEMENT
ફાઇનલમાં ફરી ટકરાશે ભારત - પાકિસ્તાન?
આ ટૂર્નામેન્ટનાં ફાઇમલમાં ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ સામસામે આવી શકે છે. બીજા સેમીફાઇનલમાં પાકિસ્તાન અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે ટક્કર થશે. જો પાકિસ્તાનની ટીમ સેમીફાઇનલમાં શ્રીલંકાને માત આપે છે, તો ફાઇનલમા એક વાર ફરી ભારત - પાકિસ્તાન વચ્ચે રસ્સાકસ્સીની મેચ જોવા મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ