ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / India create history by winning third ODI, Whitewash Windies for first time on home soil
ADVERTISEMENT
ADVERTISEMENT
ઈન્ડિયાની જીતમાં ઓપનર શુભમન ગિલએ મહત્વની ભૂમિકા ભજવી
ટીમ ઈન્ડિયાએ પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી ત્રીજી ODI મેચમાં ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ વેસ્ટ ઈન્ડિઝને 119 રનથી હરાવ્યું હતું. આ જીતની સાથે જ શિખર ધવનની આગેવાની હેઠળની ભારતીય ટીમે વનડે શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું હતું. ભારતીય ટીમે પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને તેની ઘરઆંગણે વનડે શ્રેણીમાં પરાજય આપ્યો છે. ટીમ ઈન્ડિયાની જીતમાં ઓપનર શુભમન ગિલ (અણનમ 98)એ મહત્વની ભૂમિકા ભજવી હતી.
ADVERTISEMENT
𝗧𝗵𝗮𝘁 𝗪𝗶𝗻𝗻𝗶𝗻𝗴 𝗙𝗲𝗲𝗹𝗶𝗻𝗴! 🏆
— BCCI (@BCCI) July 27, 2022
Congratulations #TeamIndia on winning the #WIvIND ODI series! 👏 👏
Over to T20Is now! 👍 👍 pic.twitter.com/kpMx015pG1
ADVERTISEMENT
વેસ્ટ ઈન્ડિઝને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ટાર્ગેટ મળ્યો
ડકવર્થ લુઈસ નિયમ હેઠળ વેસ્ટ ઈન્ડિઝને 35 ઓવરમાં 257 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ તેના બેટ્સમેનો એક પછી એક આઉટ થતા રહ્યા. પરિણામે સમગ્ર ટીમ 26 ઓવરમાં 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે કેપ્ટન નિકોલસ પૂરન અને બ્રૈંડન કિંગ થોડો સમય વિકેટ પર ટકી શક્યા. કિંગ અને પૂરનએ 42-42 રનની ઇનિંગ રમી હતી.આ સિવાય માત્ર શાઈ હોપ (22) અને હેડન વોલ્શ જુનિયર જ બે આંકડા સુધી પહોંચી શક્યા હતા.
ADVERTISEMENT
3⃣ Matches
— BCCI (@BCCI) July 27, 2022
2⃣0⃣5⃣ Runs@ShubmanGill put on a fantastic show with the bat in the three ODIs to bag the Player of the Series award. 👏👏#TeamIndia | #WIvIND pic.twitter.com/srUrbhqOVn
ADVERTISEMENT
શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે જાહેર કરાયો
વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ્સનો આવો કિસ્સો હતો કે તેના ચાર ખેલાડીઓ શૂન્ય પર આઉટ થઈ ગયા હતા. ભારત તરફથી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. આ સાથે જ શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજને બે, બે સફળતા મળી હતી જ્યારે ક્રિષ્ના અને અક્ષર પટેલ પણ એક-એક વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ભારતની શરૂઆત શાનદાર રહી હતી
ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ઘણી સારી રહી હતી. કેપ્ટન શિખર ધવન અને શુભમન ગીલે પ્રથમ વિકેટ માટે 113 રનની ભાગીદારી નોંધાવી હતી. જ્યારે ધવને જેસન હોલ્ડરની બોલ પર ચોગ્ગા સાથે ખાતું ખોલાવ્યું હતું, તો ગિલે જેડન સીલ્સની બોલ પર ચોગ્ગા સાથે પોતાની ઇનિંગની શરૂઆત કરી હતી. શિખર ધવને પાછળથી જેડન સીલ્સ અને કીમો પોલની બોલીંગ પર ચોગ્ગા ફટકાર્યા અને પછી 12મી ઓવરમાં જેસન હોલ્ડર પાલે બે ચોગ્ગા સાથે ટીમનો સ્કોર 50 રનથી આગળ લઈ ગયો. બાદમાં, ધવને પણ કીમો પોલના બોલ પર બે રન બનાવીને 62 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.
3RD ODI. WICKET! 25.2: Hayden Walsh 10(8) ct Shikhar Dhawan b Yuzvendra Chahal, West Indies 137/9 https://t.co/tiE8sr3aCW #WIvIND
— BCCI (@BCCI) July 27, 2022
ધવને 58 રનની ઈનિંગમાં સાત ચોગ્ગા ફટકાર્યા
બીજી તરફ ભારતની રનની સદી 20મી ઓવરમાં પૂરી થઈ ગઈ હતી. આ પછી શુભમન ગિલે પણ સીલ્સની બોલ પર 60 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. થોડા સમય બાદ હેડન વોલ્શ જુનિયરે શિખર ધવનને પોતાની જાળમાં ફસાવી દીધો હતો. ધવને 58 રનની ઈનિંગમાં સાત ચોગ્ગા ફટકાર્યા હતા. ભારતની ઈનિંગની 24 ઓવર પૂરી થયા બાદ વરસાદને કારણે મેચ રોકી દેવામાં આવી હતી અને મેચ ફરીથી 40 ઓવરની કરવામાં આવી હતી.
વેસ્ટ ઈન્ડિઝનો શરમજનક રેકોર્ડ
આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝને ઘરઆંગણે સતત બીજી વનડે શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા બાંગ્લાદેશે વિન્ડીઝનો 3-0થી ક્લીન સ્વીપ કર્યો હતો. વિન્ડીઝ સતત નવમી વનડે હારી છે.
સંકળાયેલા મુદ્દાઓ