બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / india china tension news china says situation at india border is overall stable and controllable in ladakh along

નિવેદન / ભારત-ચીન વચ્ચે લદ્દાખ સીમા પર તણાવ, ચીનનું આવ્યું મોટુ નિવેદન

Published By: Mehul

Last Updated: 07:07 PM, 27 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સીમા વિવાદને લઇને તણાવ કાયમ છે. બંને દેશો વચ્ચે સીમા વિવાદને લઇને જારી તણાવ વચ્ચે ચીનનું મોટુ નિવેદન આવ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સત્તાવાર રીતે કહ્યું કે ભારતીય સીમા પર સ્થિતિ 'કુલ મળીને સ્થિર અને નિયંત્રણ' માં છે.

  • ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સીમા વિવાદને લઇને તણાવ
  • ભારતીય સીમા પર સ્થિતિ 'કુલ મળીને સ્થિર અને નિયંત્રણ' માં છે : ચીન

કોરોના વાયરસના સંકટ વચ્ચે છેલ્લા થોડા દિવસોમાં લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) ની પાસે ઘણા વિસ્તારોમાં ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે ટકરાવની સ્થિતિ છે, બંને તરફથી સેના તહેનાત છે.

ચીને કહ્યું- સ્થિતિ નિયંત્રણમાં

ચીને બુધવારે કહ્યું કે ભારતની સાથે સીમા પર સ્થિતિ 'કુલ મળીને સ્થિર અને નિયંત્રણ' માં છે અને બંને દેશો પાસે વાતચીત અને સૂચનના માધ્યમથી મુદ્દાઓના ઉકેલ લાવવા માટે યોગ્ય તંત્ર અને સંચાર માધ્યમ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ ટિપ્પણી વાસ્તવિક નિયંત્રમ રેખા (એલએસી) પર ભારત અને ચીની સૈનિકો વચ્ચે જારી તણાવની પૃષ્ઠભૂમિમાં આવી છે.

ચીની વિદેશ મંત્રાલયે શું કહ્યું

વિદેશ મંત્રાલયના પ્રવક્તા જ્ઞાઓ લિજિઆને અહીં એક પત્રકાર પરિષદમં કહ્યું કે સીમા સંબંધિત મુદ્દા પર ચીનનું વલણ સ્પષ્ટ અને સુસંગત છે. તેઓેએ કહ્યું કે અમે બંને નેતાઓ વચ્ચે બનેલી મહત્વપૂર્ણ સહમતિ અને બંને દેશો વચ્ચે થયેલી સમજૂતીનું કડક પાલન કરતા રહ્યા છીએ. તેઓ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને પીએમ મોદીની બે અનૌપચારિક બેઠકો બાદ તેમના એ નિર્દેશોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમા તેઓએ બંને દેશોની સેનાઓને પરસ્પર વિશ્વાસ પેદા કરવા તરફ પગલા ઉઠાવવા કહ્યું હતું. 

બીજી તરફ  ભારતે પૂર્વી લદ્દાખના વિવાદિત વિસ્તારમાં ચીન સાથે તણાવથી હવે પાછળ ન હટવાનો નિર્ણય લીધો છે. કારાકોરમ દર્રા અને આ ક્ષેત્રમાં તહેનાત ચીની સૈનિકોનો સામનો કરવા માટે ભારતે સૈનિકો તહેનાત કરી દીધા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

China India Ladakh National News indian army Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ