ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / india answered back to pakistan regarding kashmir issue

જવાબ / કાશ્મીર અભિન્ન અંગ છે અને રહેશે: ભારતે ફરી પાકિસ્તાનને UNમાં બરાબરની સંભળાવી

Published By: Jaydeep Shah

Last Updated: 11:35 AM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UNGAમાં રશિયાને લઈને ચાલી રહેલ દલીલો વચ્ચે કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાને ભારત વિરુદ્ધ બકવાસ શરૂ કરી, જેનો ભારતે કડક શબ્દોમાં જવાબ આપ્યો છે.

ADVERTISEMENT

  • UNGAમાં પાકિસ્તાને ફરી કાશ્મીર મુદ્દા પર ભારત વિરુદ્ધ કર્યો બકવાસ 
  • ભારતે જવાબ આપ્યો કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે 
  • રશિયા પર ચાલી રહેલ દલીલ વચ્ચે ઉઠ્યો મુદ્દો 

UNGAમાં પાકિસ્તાને ફરી કાશ્મીર મુદ્દા પર ભારત વિરુદ્ધ કર્યો બકવાસ 

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં બુધવારે રશિયા પર એક દલીલ દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠવા પર ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. રશિયા - યુક્રેન યુદ્ધના સંબંધમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મતદાન દરમિયાન પોતાના સ્પષ્ટીકરણમાં પાકિસ્તાની રાજદ્વારી મુનિર અકરમે કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો અને બંને વચ્ચે સમાનતાઓ દર્શાવવાની કોશિશ કરી. 

રશિયા પર ચાલી રહેલ દલીલ વચ્ચે ઉઠ્યો મુદ્દો 

ભારતે કડક શબ્દોમાં જવાબ આપ્યો. UNમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું - અમે જોયું છે, આશ્ચર્યજનક રૂપથી એક પ્રતિનિધિમંડળ દ્વારા આ મંચનો દુરુપયોગ કરવાની અને મારા દેશ વિરુદ્ધ બેકાર અને છિછોરી ટિપ્પણી કરવાની કોશિશ કરવામાં આવી છે. 

ભારતીય રાજદ્વારીએ કહ્યું કે આ પ્રકારના નિવેદન એ માનસિકતાને દર્શાવે છે, જે હેઠળ વારંવાર ખોટું બોલવામાં આવે છે અને સામૂહિક ધિક્કારપાત્ર છે. 

કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે - ભારત

કંબોજે હકીકત સામે રાખતા કહ્યું કે - જમ્મૂ અને કાશ્મીર પૂરો વિસ્તાર હંમેશાથી ભારતનું અભિન્ન અંગ રહ્યો છે.... પાકિસ્તાનને સીમા પાર આતંકવાદ રોકવાનું આહ્વાન કરીએ છીએ જેથી આમારા નાગરિક પોતાના જીવન અને સ્વતંત્રતાનાં અધિકારનો આનંદ લઈ શકે. 

આ પહેલા UNGAએ ચાર યુક્રેનનાં વિસ્તારો પર રશિયાના કબજાની નિંદા કરતાં એક પ્રસ્તાવ પેશ કર્યો હતો. 143 સદસ્યોએ આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું હતું, જ્યારે પાંચે આ પક્ષની વિરુદ્ધ વોટ આપ્યા હતા. ભારત સહિત કુલ 35 દેશોએ પ્રસ્તાવથી ખુદને દૂર રાખ્યા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News India UNGA જમ્મૂ અને કાશ્મીર UNGA

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ