ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / In America, a young woman along with her friends were caught robbing people by setting up a trap through Facebook

મોહજાળ / પુરુષોને જાતીય સુખની લાલચ આપી હોટલમાં લઈ જતી હતી યુવતી, પછી જે થતું તે જાણીને ધ્રુજી જશો

Published By: ParthB

Last Updated: 03:51 PM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના બ્રોન્કસમાંથી એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યાં છે. જ્યાં એક યુવતી પુરુષોને પોતાની જાળમાં ફસાવીને તેને લૂંટી લે છે

ADVERTISEMENT

  • મહિલા ફેસબુક દ્વારા અલગ અલગ પુરુષોને પોતાના જાળમાં ફસાવી
  • 1 મહિનામાં પાંચ લૂંટની ઘટનાઓ 
  • ગેંગમાં 3 લોકો છે સામેલ 

અમેરિકાની ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા  પ્રમાણે એક યુવતી તેના બે સાથીઓ સાથે હોટલમાં લૂંટ ચલાવે છે. જેમાં સૌ પ્રથમ 25 વર્ષીય યુવતી ફેસબુક પર પુરુષો સાથે વાત કર્યા પછી,  છોકરી તે પુરૂષોને  હોટલમાં બોલાવે છે. જે બાદ આ યુવતી પોતાની ટોળકી બે સાથીઓ સાથે તે શખ્સને લૂંટીને ભાગી જાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર લગભગ 1 મહિનામાં આ ટોળકીએ 5 ઘટનાઓને અંજામ આપ્યો છે.

મહિલા ફેસબુક દ્વારા અલગ અલગ પુરુષોને પોતાના જાળમાં ફસાવી છે

આ મામલો અમેરિકાના બ્રોન્ક્સનો છે. ન્યૂયોર્ક પોલીસે જણાવ્યું છે કે, એક મહિલા ફેસબુક દ્વારા અલગ અલગ પુરુષોને પોતાના જાળમાં ફસાવી છે. બાદ આ મહિલા તે શખ્સ સાથે હોટલના રૂમમાં જતી હોય છે. ત્યાં મહિલા પીડિતને સ્નાન કરીને આવવાનું કહેતી હોય છે. આ દરમિયાન, મહિલા તેના બે સાથીઓને (એક પુરુષ અને એક મહિલા) રૂમની અંદર બોલાવતી લે છે. જ્યારે પીડિત (શખ્સ) બાથરૂમમાંથી બહાર આવે છે.

અત્યાર સુધી તેઓએ પીડિતને કોઈ શારીરિક નુકસાન પહોંચાડ્યું નથી

ત્યારે મહિલાના બંને સાથીઓએ પીડિત(શખ્સ)ને બંદૂક બતાવી અને ગોળી મારી દેવાની ધમકી આપી છે.આ પછી ત્રણેય લોકો પીડિતને બાંધી દેતા હતા અને તેનો તમામ સામાન લઈ લેતા હતા. જો કે, અત્યાર સુધી તેઓએ પીડિતને કોઈ શારીરિક નુકસાન પહોંચાડ્યું નથી. પોલીસે જણાવ્યું કે આવી પ્રથમ ઘટના 7 જુલાઈના રોજ બની હતી, જ્યારે 31 વર્ષીય વ્યક્તિ લૂંટાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, 23 જુલાઈના રોજ પાંચમી વખત આવી જ લૂંટ કરવામાં આવી હતી. આ વખતે 45 વર્ષના એક વ્યક્તિને નિશાન બનાવાયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ફેસબુક દ્વારા લોકોને પોતાની જાળમાં ફસાવનાર યુવતીની ઉંમર લગભગ 25 વર્ષની છે. તે પુરુષોને સેક્સ માટે આમંત્રિત કરતી હતી.

પોલીસે આ ગેંગમાં સામેલ ત્રણ લોકોના ફોટા પણ જાહેર કર્યા

પોલીસનું કહેવું છે કે, મહિલા લગભગ 5.2 ફૂટ ઉંચી છે. તેણીના બંને હાથ પર ટેટૂ છે અને તે ચશ્મા પહેરે છે. આ ગેંગની બીજી મહિલા આશરે 40 વર્ષની છે. સાથે જ આ ગેંગમાં સામેલ એક માત્ર પુરૂષની ઉંમર આશરે 25 વર્ષ હોવાનું કહેવાય છે.પોલીસે આ ગેંગમાં સામેલ ત્રણ લોકોના ફોટા પણ જાહેર કર્યા છે. ત્રણેય ગુનેગારોની માહિતી લોકોને મળે તો તુરંત પોલીસને જાણ કરવા પણ અપીલ કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

America Police facebook robbing અમેરિકા પોલીસ ફેસબુક લૂંટ US

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ