બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / If you win that hot seat of Gujarat you get the crown of Chief Minister directly

ઇલેક્શન 2022 / ગુજરાતની એ હોટ સીટ જ્યાં જીત્યા એટલે સીધો જ મળે છે મુખ્યમંત્રીનો તાજ, જાણો જાદુઇ બેઠકનું સટીક સમીકરણ

Kishor

Last Updated: 11:01 PM, 14 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ગુજરાતને બે મુખ્યમંત્રી મળ્યા છે. જેમાં આનંદીબેન પટેલ અને ભુપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. ત્યારે આ બેઠકનું ગણિત જાણો.

  • ગુજરાતને બે મુખ્યમંત્રી આપનાર ઘાટલોડિયા બેઠકનું ગણિત 
  • વર્ષ 2017માં ભુપેન્દ્ર પટેલે આ બેઠક પર સૌથી વધુ માર્જિનથી મેળવી હતી જીત 

ગુજરાતમાં વિધાનસબભાની ચુંટણીનો દમદાર માહોલ જામ્યો છે. પ્રચાર-પ્રસાર અને જીતના દાવા થઇ રહ્યા છે. જીત માટે ઉમેદવારો મતદારોને રીઝવવા દિવસરાત એક કરીને મહેનતમાં લાગી ગયા છે. તેવામાં  ગુજરાતનો ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તાર ચુંટણીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો ગણાઈ રહ્યો છે. કારણ કે, આ  મતવિસ્તાર પરથી ગુજરાતને બે મુખ્યમંત્રીઑ મળ્યા છે. જેમાં આનંદીબેન પટેલ અને ભુપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. ત્યારે હાલ પણ ઘાટલોડિયા વિધાનસભામાં બેઠક પરથી ભુપેન્દ્ર પટેલને ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાના ચુંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે.  ત્યારે  આ સીટ સૌનું ધ્યાન ખેંચનારી રહેશે. 

રાજકોટ વેસ્ટ ભાજપ માટે સૌથી બેસ્ટ: ત્રણ મુખ્યમંત્રી આપનાર આ બેઠકનું સટીક  સમીકરણ, આ વખતે પાટીદાર દાવેદાર? | Best for Rajkot West BJP The exact  equation of this seat ...

 

2012માં ઘાટલોડિયા બેઠક પરથી આનંદીબેન જીત્યા હતા
આ બેઠકની વાત કરવામાં આવે તો આ સીટ પર પાટીદાર સમાજનું વધુ પ્રભુત્વ રહ્યું છે. તો રબારી સમાજનું પણ ખાસ વર્ચસ્વ છે.  આ સીટ પર કુલ 3,52, 340 મતદાતા છે. ભાજપ માટે આ બેઠક મહત્વની છે કારણ કે, આ  સીટ પરથી ભાજપના ઉમેદવારો બે વખતથી સતત જિતતા આવ્યા છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં ઘાટલોડિયા બેઠક પરથી ભાજપએ આનંદીબેન પટેલને ટિકિટ આપી ચુંટણી જંગમાં આનંદીબેન પટેલએ કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ પટેલને એક લાખથી વધુ મતોની સરસાઈથી હરાવ્યા હતા અને ત્યાંરબાદ તેઑ મુખ્યમંત્રી બન્યા હતા. 

ગુજરાતનાં મોટા શહેરોમાં 'બાહુબલી' છે ભાજપ તો કોંગ્રેસનો કિલ્લો ગણાય છે આ  બેઠકો- જુઓ આખું લિસ્ટ | 'Baahubali' in the big cities of Gujarat, BJP is  the fortress of Congress ...

ભૂપેન્દ્ર પટેલ આ બેઠકથી જ જીતીને રાજ્યના મુખ્યમંત્રી બન્યા
આ દરમિયાન ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચાલ્યું હતુ.  ત્યાર બાદ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. તો ગત વિધાનસભાની ચુંટણીમાં ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડ્યા હતા. જેની પણ જંગી લીડથી જીત થઇ હતી. ભૂપેન્દ્ર પટેલ આ બેઠકથી જ જીતીને રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.  પણ ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ ગુજરાતની ચુંટણી લડવામાં આવી રહી છે. ત્યારે આ વખતે કોંગ્રેસે ખેલ પાડી રાજ્યસભાના સદસ્ય આમીબેન યાજ્ઞિકને ઉતાર્યા છે.  મુખ્યમંત્રી મેદાને હોવાથી આ બેઠક હોટ સીટ ગણાઈ રહી છે.

CM ભૂપેન્દ્ર પટેલ ગુજરાતની જનતાને આપશે દિવાળી ગિફ્ટ, અમદાવાદથી 2,646 કરોડના  કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે | CM Bhupendra Patel to inaugurate  Gujarat ...

 વર્ષ 2017માં ભુપેન્દ્ર પટેલે સૌથી વધુ માર્જિનથી મેળવી હતી જીત
અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભામાં બેઠક પરથી ભુપેન્દ્ર પટેલ  બુધવારે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. આ દરમિયાન રેલી યોજીને શક્તિ પ્રદર્શન સાથે ભુપેન્દ્ર પટેલ ઉમેદવારી કરશે. ગત વિધાનસભાની ચુંટણીમાં  ભુપેન્દ્ર પટેલના નામે એક રેકોર્ડ છે. જે 2017 ની ચુંટણીમાં રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકોના પરિણામમાં સૌથી વધુ 1.17 લાખની લીડ સાથે જંગી સરસાઈથી ચૂંટાયા હતા.  ત્યાર આ વખતે 2017 જેવો રેકૉર્ડ બની શકશે કે કેમ? તે જોવું રહ્યું! 

 
ઘાટલોડિયા, નિકોલ બેઠક સિવાય અમદાવાદની બેઠકો પર નો રિપિટ થિયરીનો અમલ  
ભાજપે અમદાવાદ ઘાટલોડિયા બેઠક પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નિકોલ બેઠક પરથી જગદિશ પંચાલ સિવાય અમદાવાદની તમામ બેઠકો પર નો રિપિટની થિયરીનો અમલ કર્યો છે. મેમનગર નગરપાલિકાના ચેરમેન, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન, ઔડાના ચેરમેન સહીત અનેક હોદા પર રહેલા ભૂપેન્દ્ર પટેલને મતવિસ્તારના લોકો અને પક્ષના આગેવાનૉ દાદાના નામથી પણ ઓળખે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ