ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સ્પોર્ટસ / Cricket / Hershal Patel has been included in the team of Royal Challengers Bangalore for Rs 10.75 crore in IPL 2022 mega auction.
ADVERTISEMENT
ADVERTISEMENT
WELCOME BACK to @RCBTweets @HarshalPatel23 #TATAIPLAuction @TataCompanies pic.twitter.com/us5hcfWnjW
— IndianPremierLeague (@IPL) February 12, 2022
ADVERTISEMENT
10.75 કરોડ રૂપિયામાં RCBએ હર્ષલ પટેલને ટીમમાં સામાવેશ કર્યો
IPL 2022 મેગા ઓક્શનમાં મૂળ ગુજરાતી અને હરિયાણા તરફથી રણજી ટીમનો કેપ્ટન હર્ષલ પટેલ 10.75 કરોડ રૂપિયામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમમાં સામાવેશ કરાયો છે
ADVERTISEMENT

કોણ છે આ ગુજ્જુ હર્ષલ પટેલ ?
ADVERTISEMENT
હર્ષલ વિક્રમ પટેલનો જન્મ 23 નવેમ્બર 1990માં ગુજરાતના સાણંદમાં થયો છે. હર્ષલ પ્રથમ શ્રેણીનો ક્રિકેટર છે જે મુખ્યત્વે ઝડપી બોલિંગ કરે છે. જમણા હાથના ઝડપી બોલર, હર્ષલ પટેલે 2008-09ની અંડર-19 વિનુ માંકડ ટ્રોફીમાં 11ની પ્રભાવશાળી સરેરાશથી 23 વિકેટ લીધી હતી. બાદમાં તેણે ગુજરાત માટે 2009-10માં તેની ODI ડેબ્યૂ કરી હતી.તે 2012 થી 2017 દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિરાટ કોહલીની કપ્તાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમમાં રમી રહ્યો હતો પરંતુ 2018 ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી ડેરડેવિલ્સ દ્વારા તેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
IPL 2021માં હર્ષલ પટેલે પર્પલ કેપ કબજે કરી હતી
ADVERTISEMENT
2021ની IPLમાં RCB તરફથી રમેલા હર્ષલ પટેલે પર્પલ કેપ કબજે કરી હતી. આ રેસમાં પટેલ સાથે હરીફાઈ કરનાર કોઈ નહોતું. તે શરૂઆતથી અંત સુધી યાદીમાં ટોચ પર રહ્યો. પટેલ હાલમાં તેની કારકિર્દીના શ્રેષ્ઠ ફોર્મમાં છે. ગુજરાતના આ ખેલાડીનું અમેરિકા અને હરિયાણા સાથે પણ ખાસ જોડાણ છે.IPLની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બ્રાવો સાથે હર્ષલ હવે સંયુક્ત નંબર વન પર પહોંચી ગયો છે. બ્રાવોએ વર્ષ 2013માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા 32 વિકેટ ઝડપી હતી. પટેલે આરસીબી તરફથી રમતા 15 મેચમાં 32 વિકેટ લીધી હતી. આ સિઝનમાં તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે હેટ્રિક પણ લીધી હતી.

ADVERTISEMENT
IPL 2018ની હરાજી પછી બદલાયો હર્ષલ
એવું કહેવાય છે કે દરેક ખેલાડીના જીવનમાં એવી ક્ષણ આવે છે, જેના પછી તેની કારકિર્દી સંપૂર્ણપણે બદલાઈ જાય છે. આઈપીએલ 2018ની હરાજી દરમિયાન હર્ષલ પટેલ સાથે કંઈક આવું જ થયું હતું. હરાજી દરમિયાન કોઈપણ ટીમે હર્ષલ પટેલ પર દાવ લગાવ્યો ન હતો પરંતુ અંતે દિલ્હી કેપિટલ્સે તેને 20 લાખની મૂળ કિંમતે ખરીદ્યો હતો. હર્ષલ પટેલને આ વાત અપમાનની લાગી અને તેણે મહેનત શરૂ કરી.જો કે, 2018ની સીઝન હર્ષલ પટેલ માટે ઘણી નિરાશાજનક રહી. પટેલ 5 મેચમાં 7 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો, પરંતુ તેનો ઈકોનોમી રેટ 9.54 હતો. વર્ષ 2019માં પણ હર્ષલ પટેલ માત્ર 2 મેચ રમીને બહાર થયો હતો. 2020માં, હર્ષલ 5 મેચમાં માત્ર 3 વિકેટ લઈ શક્યો અને દિલ્હી કેપિટલ્સે તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં ટ્રાન્સફર કર્યો. આ પછી, IPL 2021 શરૂ થતાં જ બેંગ્લોરે હર્ષલ પટેલને રમવાની તક આપી. હર્ષલ પટેલે પહેલી જ મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી અને તે મુંબઈ ઈન્ડિયન્સ સામેની ઈનિંગમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો હતો. IPL 2021 હર્ષલ પટેલ માટે માઈલસ્ટોન સાબિત થયું. આ ફાસ્ટ બોલરે 32 વિકેટ લઈને પર્પલ કેપ જીતી હતી અને તેને ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20માં ડેબ્યૂ કરવાની તક પણ મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ