બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત માટે આગામી 5 દિવસ ભારે, હવામાન વિભાગે કરી ચોંકાવનારી આગાહી
7 ફોટો ગેલેરી
Last Updated: 06:04 AM, 28 June 2025
1/7
રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ 11 દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે. જ્યારે આ વર્ષે ચોમાસું ધમાકેદાર રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી અગાઉ જ કરી દેવામાં આવી હતી. આવતીકાલે 13 જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ અપાયું છે. કચ્છ, બનાસકાંઠા, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
2/7
3/7
ગઈકાલે (27 જૂન શુક્રવાર) અષાઢી બીજના દિવસે વહેલી સવારથી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી. સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 145 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપૂરમાં પોણા ત્રણ ઈંચ તેમજ કચ્છના માંડવીમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અમદાવાદમાં પણ કેટલાક સ્થળોએ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. રણછોડરાયનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
4/7
5/7
6/7
7/7
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પંથકમાં અને ઉપરવાસમાં રાત્રે ભારે વરસાદ પડતાં હરણાવ નદીમાં પૂર આવ્યું છે. મધરાતે અચાનક નદીની જળસપાટીમાં વધારો થતાં નદીકિનારે રહેતાં 80 જેટલાં પશુઓ સાથે માલધારી પરિવાર પાણીમાં ફસાઇ ગયો હતો. જોકે હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મા ફાયર ટીમોએ મોડીરાત્રે રેસ્ક્યૂ કરીને માલધારી પરિવારના ત્રણ લોકોને બચાવી લીધા હતા, જ્યારે 80 પૈકી 18 પશુને બચાવી શકાયા હતા બાકીનાં 62 પશુ પાણીમાં તણાઇ ગયાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ